________________
૨૧ મુખ્ય સંપ્રદાયો
તીર્થકર આપણી પંચેન્દ્રિયો દ્વારા થતા કર્મો અને અંતરંગ કષાયોના સર્વોપરિ વિજેતા અને આધ્યાત્મિક ગુરુનું ચિત્ર ખડું કરે છે. દિગંબરો માને છે કે ચોવીસે તીર્થકરો પુરુષ હતા, જ્યારે શ્વેતાંબર માને છે કે ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા અને બાકીના તેવીસ તીર્થંકરો પુરુષ હતા. દિગંબરો માને છે કે ચોવીસમા તીર્થંકર મહાવીર પરણેલા ન હતા જ્યારે શ્વેતાંબર માને છે કે તે યશોદાને પરણ્યા હતા અને સંસારનો ત્યાગ કર્યો તે પહેલાં તેમને પ્રિયદર્શના નામની દીકરી પણ હતી. ઉપર છલ્લા ભેદ દેખાતા હોવા છતાં નીતિ અને દર્શનની દ્રષ્ટિએ બધા સંપ્રદાયો સરખા છે. બન્ને સંપ્રદાય ૨૪ તીર્થકરોમાં માને છે. બન્નેમાં કર્મની ફિલોસોફી અને મુક્તિનો માર્ગ સરખા છે. નમસ્કાર મંગલ સૂત્ર, ખૂબ જ જાણીતું તત્વાર્થ સૂત્ર, ભક્તામર સ્તોત્ર અને બીજા ઘણા સૂત્રો બંને સંપ્રદાયોમાં સમાન છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
129