________________
વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો
દિગંબર સાહિત્ય દિગંબર જૈનો માને છે કે જૂના સમયમાં ૧૨ કે ૧૧ અંગ આગમ અને ૧૪ અંગબાહ્ય આગમ તેઓના સાધુઓને યાદ હતા. તેમ છતાં સમય જતાં તે મૂળ સ્વરૂપમાં કોઈને યાદ ન રહેવાથી લુપ્ત થઈ ગયા છે. તેથી અત્યારના આગમ સૂત્રો જેઓને શ્વેતાંબર સંપ્રદાય માને છે તે ગ્રંથો તેમણે સ્વીકાર્યા
નથી.
ખાતરી પૂર્વકના આગમસૂત્રની ગેરહાજરીમાં, દિગંબરો ઈ. ૧૦૦ થી ૧૦૦૦ સુધીમાં થઈ ગયેલા મહાન આચાર્યોએ લખેલા જૈન ધર્મના અમુક સાહિત્યને તેઓ પ્રમાણભૂત ગ્રંથ માને છે અને તે ગ્રંથોને અનુસરે છે. તેમાં મુખ્ય પણે નીચેના ગ્રંથોનો સમાવેશ થાય છે. • ષટખંડ આગમ (પહેલું મુખ્ય પુસ્તક) અને • કષાય પાહુડ (બીજું મુખ્ય પુસ્તક) • ચાર અનુયોગો (પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અથવા
કરુણાનુયોગ, અને દ્રવ્યાનુયોગ) કે જેમાં મુખ્ય ૨૦ જેટલા પુસ્તકોને ગણવામાં આવે છે. જેમકે આચાર્ય કુંદકુંદાચાર્યનું સમયસાર, પંચાસ્તિકાય પ્રવચનસાર, ઉમાસ્વામીનું તત્વાર્થસૂત્ર, અને બીજા આચાર્યોએ લખેલા પદ્મપુરાણ, આદિપુરાણ, મૂળાચાર અને ગોમટસારનો સમાવેશ થાય છે.
સમણ સૂત્તમ આ સમણ સૂત્તમ ગ્રંથ, જે જૈન ધર્મના તાત્વિક સિદ્ધાંતોનું અને જૈન દર્શનનું સંક્ષિપ્ત સંકલન છે. ભગવાન મહાવીરના નિર્વાણના ૨૫૦૦ વર્ષે (૧૯૭૪) તેનુ સંકલન કરવામાં આવ્યું આ સંકલન શ્વેતાંબર જૈન આગમો, દિગંબર શાસ્ત્રો અને કેટલાક જૂના ગ્રંથો પર આધારિત છે.
તેમાં ૭૫૬ સૂત્રો કે પદો છે. આ પુસ્તકમાં મુખ્ય ચાર વિભાગો છે અને ૪૪ પેટાવિભાગો છે. જૈન ધર્મના સિદ્ધાંતોનો સામાન્ય પરિચય આપવાના હેતુથી
132
જૈન દર્શન અને આચારની સરળ સમજ