________________
વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો
૨૨. જૈન ધર્મગ્રંથો અને સાહિત્ય
ભગવાન મહાવીરના ઉપદેશને તેમના શિષ્યોએ યાદ રાખી, તેનું સુત્રોમાં સંકલન કર્યું. આ સૂત્રો જૈન આગમ સૂત્રો તરીકે જૈન ધર્મમાં જાણીતા છે. આ આગમ સૂત્રો જીવન પ્રત્યેનો આદરભાવ, સંયમ, કરુણા, અહિંસા અને યુદ્ધવિરોધી ભાવનાની વૃદ્ધિ કરે છે. ભૂતકાળમાં આ આગમ સૂત્રો કોઈ જગાએ લખાયેલા ન હતા પણ જ્ઞાની સાધુઓ તે સૂત્રોને યાદ રાખી શિષ્યોને શીખવતા હતા. સમય જતાં ઘણાં આગમ સૂત્રો ભૂલાઈ ગયાં, કેટલાકનાં ફેરફાર થયા અને કેટલાક સૂત્રો નવા ઉમેરાયા. ભગવાન મહાવીરના નિર્વાણના લગભગ એક હજાર વર્ષ પછી આ આગમ સૂત્રો તાડપત્રી પર લખાયા. તે સમયે આગમ સૂત્રનું બારમું અંગસૂત્ર દ્રષ્ટિવાદ કોઈ સાધુ સંતને યાદ ન હોવાથી ભૂલાઈ ગયેલ છે તેમ નક્કી થયેલ છે. આગમ સૂત્રો આગમ સૂત્રો બે મુખ્ય ભાગમાં વહેંચાયેલા છે. અંગ પ્રવિષ્ટ અથવા અંગ આગમ સૂત્રો અંગ પ્રવિષ્ટ આગમ સૂત્રો અથવા અંગ આગમ સૂત્રોમાં ભગવાન મહાવીરના ઉપદેશ ઉપરથી તેમના મુખ્ય શિષ્યો ગણધરના નામ થી ઓળખાતા જેમણે તેમની દેશનાનું એટલે કે ઉપદેશનું સંકલન કર્યું છે જેને ૧૨ વિભાગ માં વહેચવામાં આવેલ છે. બારમો વિભાગ દ્રષ્ટિવાદના નામે જાણીતો છે. જેમાં ૧૪ પૂર્વો ના સૂત્રો નું સંકલન કરવામાં આવેલ હતું. આ ૧૨ અંગ આગમમાંથી અત્યારે પ્રથમ ૧૧ અંગ આગમ ના અમૂક સૂત્રો મળે છે. જૈન ધર્મના જુદા જુદા ધર્મપંથો અને પરંપરામાં આ ૧૧ અંગ આગમ સૂત્રોના નામ અને માહિતી સર્વાનુમતે સ્વીકારાયેલ છે. પણ સૂત્રોમાં થોડોક ફેરફાર જોવા મળે
આ ૧૧ અંગ આગમ સૂત્રો માં આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી, સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્ર મુખ્ય સૂત્રો છે.
130
જૈન દર્શન અને આચારની સરળ સમજ