________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
ચાર દયા પ્રેરિત ભાવનાઓ ઉપરની બાર ભાવના એ ઉપરાંત જૈન દર્શનમાં બીજી મૈત્રી આદિ ચાર શુભ ભાવનાને ચિંતવવાનું પણ કહ્યું છે. તે શુધ્ધ આચાર, વિચારોની શુદ્ધિ અને ધર્મના અભ્યાસમાં વિશુદ્ધ ભાવ લાવવામાં સહાય કરે છે. આ ભાવનાઓ રોજિંદા જીવનમાં અપનાવવાથી માણસ સલૂણી બને છે. મૈત્રી
સર્વ જીવો પ્રત્યે સમાન મૈત્રીભાવ રાખવો. પ્રમોદ
અન્યના સદ્ગુણોની પ્રશંસા કરવી.
કરુણા દુઃખી જીવો પ્રત્યે દયા ભાવ અને બની શકે તેટલી બીજાને આસક્તિ
અને કર્તા ભાવ વગર મદદ કરવી. માધ્યસ્થ
દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખવો. બાવીસ પરિષહ (પીડાની સહન શક્તિ)
જ્યારે કષ્ટ આવે ત્યારે વ્યકિતએ સમભાવ પૂર્વક રહેવું જોઈએ. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ પરિષહ, આક્રોશપરિષહ, અને રોગ પરિષહ જવા બાવીસ પરિષહોનું શાસ્ત્રમાં વર્ણન છે. આ પરિષહ (પીડા) સમતા ભાવે સહન કરવી. પાંચ ચારિત્ર (આચરણ) પરિણામની શુદ્ધતા. આધ્યાત્મિક પવિત્રતાની સ્થિતિમાં સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરવો તેને ચારિત્ર કહે છે. જૈન શાસ્ત્રમાં પાંચ પ્રકારના ચારિત્રનું વર્ણન છે જે વ્યક્તિગત આધ્યાત્મિક સ્થિતિ પર આધાર રાખે છે. ૧. સામાયિક ચારિત્ર
આ સામાયિક ચારિત્ર સાધુજનો માટે સર્વથા હોય છે. પરંતુ ગૃહસ્થો માટે ૪૮ મિનિટનું વિધિપૂર્વક સામાયિક કરવું. તે એકથી વધુ થઈ શકે
56
જૈન દર્શન અને આચારની સરળ સમજ