________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
બાર ભાવનાઓ- આત્માને પવિત્ર ભાવથી ભરવા આત્માને પવિત્ર ભાવથી ભરવા અને અશુભ ભાવથી દૂર રહેવા જૈન ધર્મમાં બાર ભાવનાઓની (અનુપ્રેક્ષા) વિશેષતા કહી છે. આ બાર ભાવનાઓ જૈન ધર્મના વિશાળ તત્વજ્ઞાન અને આચાર ને આવરી લે છે. ૧. અનિત્ય ભાવના વિશ્વમાં કોઈ વસ્તુ નિત્ય નથી. નાશવંત વસ્તુઓની આસક્તિથી મુક્ત
થવાની ભાવના કરવી. નિત્ય શુદ્ધ આત્મા જ ભાવવા યોગ્ય છે. ૨. અશરણ ભાવના
આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ આપણને મૃત્યુ થી બચાવી શકે તેમ નથી તેમજ શરણ આપી શકે તેમ નથી તેથી તેઓના મોહથી દૂર થવાની ભાવના કરવી, ધર્મનું શરણ ગ્રહણ કરવું. ૩. સંસાર ભાવના
આ સૃષ્ટિમાં કોઈ કાયમી સંબંધ નથી. માતા મટી પત્ની થાય, મિત્રો મટી શત્રુ થાય, ચાર ગતિરૂપ સંસાર દુઃખદાયક છે.
૪. એકત્વ ભાવના | જીવ એકલો આવ્યો છે. એકલો જવાનો છે. પોતાના કરેલા કર્મો એકલો
જ ભોગવે છે.
૫. અન્યત્વ ભાવના દેહ, ધન, પરિવાર આદિ પર છે. સર્વ અન્ય છે. હું કેવળ સ્વ સ્વરૂપ
શુદ્ધ ચૈતન્ય આત્મા છું એમ ભાવના કરવી. ૬. અશુચિ ભાવના દેહ અશુચિથી ભરેલો છે તેમ ચિંતવી દેહ ભાવથી મુક્ત રહેવું.
54
જૈન દર્શન અને આચારની સરળ સમજ