________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
અઘાતી પુણ્ય કર્મથી મનુષ્ય જન્મ, નિરોગી શરીર, ઉચ્ચ કુળ અને લાંબુ આયુષ્ય મળે છે. જે આગળ આધ્યાત્મિક પ્રગતિ કરવામાં સહાયક બની શકે
અઘાતી પાપ કર્મથી રોગીષ્ઠ શરીર, ટૂંકુ આયુષ્ય, નીચ ગોત્રકુળ, ગરીબાઈ, તિર્યંચ કે નરકમાં જન્મ વિગેરે મળે છે. જે આગળ આધ્યાત્મિક પ્રગતિ કરવામાં સહાયક બની શકતા નથી. પરંતુ આવી પરિસ્થિતિમાં રહેલ વ્યક્તિ સામાન્ય સંજોગોમાં વધારે પાપ કર્મો બાંધતો રહે છે. માનવ જીવન અને ઉત્તમ તંદુરસ્ત શરીરની રચના વગર વીતરાગ દશા (રાગ-દ્વેષ વગરની આધ્યાત્મિક સ્થિતિ) પ્રાપ્ત થવી મુશ્કેલ છે. અને તેથી કેવળજ્ઞાન અને મોક્ષ પણ પામી શકાય નહીં. તેથી સામાન્ય સંજોગોમાં પણ મોક્ષ પામવાના નિમિત્ત માટે પુણ્ય કર્મ અત્યંત જરૂરી છે. કર્મ બાંધવાના અને ભોગવવાના નિયમો: જૈન દર્શન કહે છે કે: • દરેક પળે વ્યક્તિ બધાજ પ્રકારના ૮ કર્મો (૪ ઘાતી અને ૪ અઘાતી)
ભોગવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ દરેક પળે બધાજ પાપ અને પુણ્ય કર્મો સાથે ભોગવે છે. દરેક પળે વ્યક્તિ ૭ કર્મો (૪ ઘાતી અને 3 અઘાતી) બાંધે છે (આયુષ્ય કર્મ સિવાયના) અને જીવન દરમ્યાન એક વખત આયુષ્ય સાથે આઠે કર્મ બાંધે છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ દરેક પળે પાપ અને પુણ્ય બંને કર્મો સાથે બાંધે છે. આ બધાજ કર્મના બંધન, એક જ મોહનીય કર્મના નિમિત્તથી એટલે કે
આપણામાં રહેલા મિથ્યાત્વ અને આપણે કરેલ કષાયથી જ થાય છે. આગળ વધેલી આધ્યાત્મિક વ્યક્તિ જ્યારે ૧૨મા ગુણસ્થાને પહોંચે ત્યારે ફક્ત મોહનીય કર્મનો જ નાશ કરીને વીતરાગ દશા પ્રાપ્ત કરે છે. અને
64
જૈન દર્શન અને આચારની સરળ સમજ