Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 121
________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો હતી. પરંતુ વર્તમાન કાળમાં વૈજ્ઞાનિક પ્રગતિથી દૂધ, ઘી આદિમાં ઘણી વિકૃતિઓ તેમ જ ભયંકર હિંસા દાખલ થઈ છે. દૂધ આપતી ગાય પ્રજનન ક્ષમ હોય ત્યાં સુધી સતત તેને સગર્ભા રખાય છે. પાંચ વર્ષ પછી ગાય દૂધનું ઉત્પાદન ઘટાડી દે છે એટલે તેને કતલખાને મોકલી દેવાય છે. જ્યારે ગાયોનું સામાન્ય આયુષ્ય ૨૦ વર્ષ જેટલું હોય છે. ૯૦% થી વધારે બળદ વાછરડાને જન્મતાની સાથે અથવા ૬ મહિનામાં તેઓની કતલ કરવામાં આવે છે. તેથી આપણે પૂજા વખતે દૂધ કે મીઠાઈનો અને દીવા માટે ઘીનો ઉપયોગ કરવો નહીં. કારણ કે અત્યારની બધી ડેરી ઉત્પાદક ચીજો ગાયોને અને બીજા પ્રાણીઓને ખુબ જ ત્રાસ અને પીડા આપીને બનાવાતી હોય છે. પૂજા કરતી વખતે પક્ષાલમાં પણ દૂધ પાણીનો ભેગો પક્ષાલ કરવાને બદલે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અથવા તેમાં બદામનું દૂધ ભેગુ કરવું જોઇએ મીઠાઈની જગાએ સૂકો મેવો અને ઘીની જગાએ દિવેલના દીવા કરવા જોઈએ. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં બધા જૈન મંદિરોમાં દિવેલના દીવા થતા હતા. વળી મૂર્તિની આંગી માટે વરખનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે વરખને બનાવવા માટે ગાયના આંતરડાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત મોતી, સીલ્ક, ફર અને ચામડાનો પહેરવેશમાં ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે બધું ઑઇસ્ટર, કોશેટા અને પ્રાણીઓને મારીને મેળવવામાં આવે છે. ઉપકરણ જેમકે કટાસણામાં વપરાતા ઊનના બદલે કોટનના કટાસણા વાપરવા. આ રીતે આપણે જો ધાર્મિક ક્રિયામાં ફેરફાર કરીશું તો જ આપણે અહિંસા નું સાચા અર્થ માં વિવેક પૂર્વક પાલન કર્યુ કહેવાશે. 120 જૈન દર્શન અને આચારની સરળ સમજ

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138