________________
વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો
ત્રણ ટપકાં મુક્તિનો માર્ગ (રત્નત્રયી) - સાચી શ્રદ્ધા (સમ્યગ દર્શન) સાચું જ્ઞાન (સમ્યગ જ્ઞાન) અને શુદ્ધ ચારિત્ર (સમ્યક ચારિત્ર) જે ત્રણેયનુ એક સાથે આચરણ કરવાથી (રત્નત્રય) તે માર્ગ આપણને મુક્તિ તરફ લઈ જાય છે. બીજનો ચંદ્ર મોક્ષના પ્રદેશનું પ્રતીક છે. આ પ્રદેશ લોકાકાશની સૌથી ઉપર છે. જ્યાં સિદ્ધ આત્માઓ વસે છે. સાથિયો સાથિયો એ જૈન ધર્મનું પવિત્ર પ્રતીક છે. તેની ચાર બાજુઓ આત્માની ચાર ગતિ સૂચવે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ (પશુ, પક્ષી, માછલી અને બધા એકેન્દ્રિય જીવો; જેમ કે વનસ્પતિ, હવા, અગ્નિ પાણી અને પૃથ્વી). અને નારકી જીવો એ સૂચવે છે. આ દુન્યવી જીવો જન્મ, દુઃખ અને મૃત્યુના ચાર ગતિના ચકરાવામાં સતત ફરે છે. તેથી દરેકે સાચા ધર્મને અનુસરી જન્મમરણના દુ:ખમાંથી મુક્તિ મેળવવી જોઈએ. ઓમ ઓમનું પ્રતીક એ પાંચ અક્ષરોનું બનેલું છે. અ, બ, આ, ઉ અને મ પ્રથમ અક્ષર “અ” એટલે અરિહંત. અરિહંત એટલે જેમણે આત્માને ઓળખ્યો અને ઉત્કટ મનોવિકાર સામે લડ્યા. તેમણે ચાર ઘાતી કર્મોનો નાશ કર્યો અને ધર્મની આચાર સંહિતા સ્થાપી. અરિહંતના બીજા નામો; તીર્થકર, જીન,અહંત
બીજો અક્ષર “અ” એટલે અશરીરી. અશરીરી એટલે પૌદ્રલિક દેહ અને કર્મના બંધન વગરનો આત્મા, મુક્ત આત્મા અથવા સિદ્ધ અથવા શુદ્ધ અસ્તિત્વ. ત્રીજો અક્ષર “આ” એટલે આચાર્ય, આચાર્ય એટલે સાધુ જેઓ સંઘના વડા છે. ચોથો અક્ષર “ઉ” એટલે ઉપાધ્યાય. ઉપાધ્યાય એટલે ધર્મગુરુ જેઓ જ્ઞાની છે અને બીજાઓને જ્ઞાન આપવાનું અને ભણાવવાનું કામ કરે છે.
122
જૈન દર્શન અને આચારની સરળ સમજ