________________
૨૦ ધાર્મિક તહેવારો
દીપાવલી (દિવાળી)
આ દિવસે મહાવીર ભગવાને મુક્તિ મેળવી જે મહાવીર નિર્વાણ દિવસ તરીકે ઓળખાય છે અને વર્ષ નો અંતિમ દિવસ ગણાય છે.
જ્ઞાન પંચમી (કાર્તિકી સુદ પાંચમ)
આ દિવસ જ્ઞાન દિવસ તરીકે ઓળખાય છે. જુદા જુદા ધર્મસ્થળોએ ધર્મગ્રંથો ગોઠવવામાં આવે છે. લોકો આ સ્થળોએ જઈ ધર્મગ્રંથોની પૂજા કરે છે અને જ્ઞાનની આરાધના કરે છે.
મૌન એકાદશી (અગિયારશ)
આખા વર્ષનો આ સૌથી ધર્મનિષ્ઠ પવિત્ર દિવસ છે. આ દિવસે જુદા જુદા પાંચ તીર્થંકરોના જીવનમાં નોંધપાત્ર ઘટનાઓ એટલે કે કલ્યાણકો થયેલ છે. તે દિવસે તીર્થંકરોના જન્મ, તેમનો બોધ અને નિર્વાણના ભક્તિસભર પ્રસંગોના ગુણો નું ધ્યાન કરાય છે. આ મૌનનો દિવસ છે અને ઘણા લોકો ઉપાશ્રયમાં રહીને સાધુ જેવું જીવન જીવે છે. તેને પૌષધ વ્રત કહેવાય છે.
જૈન શુભેચ્છાઓ જય જિનેન્દ્ર
જ્યારે આપણે બીજા જૈનને મળીએ ત્યારે આવકાર આપતા “જય જિનેન્દ્ર”થી અભિવાદન કરીએ છીએ એટલે કે સર્વોપરી જૈન (તીર્થંકર) ને પ્રણામ કરીએ છીએ. તેનો અર્થ એટલે કે તમારા શુધ્ધ આત્માને હું પ્રણામ કરું છું. શુધ્ધ આત્માને જૈનો ભગવાન ગણે છે.
મિચ્છામિ દુક્કડમ્
મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. મિચ્છામિ દુક્કડમ્ એ ક્ષમા માગવા માટે બોલાતા શબ્દો છે. જે ક્ષમાપનાના દિવસે - સંવત્સરી પ્રતિક્રમણ વખતે આખા વર્ષ દરમ્યાન જાણતાં-અજાણતાં, મન, વચન, કાયાથી કોઈ દુઃખ પહોંચાડ્યું હોય તેની ક્ષમા મંગાય છે અને આપણે બીજાને ક્ષમા આપીએ છીએ. ખરેખર તો જેવી આપણી ભૂલ થઈ છે તેવી ખબર પડે કે તરત જ માફી માગવી જોઈએ.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
125