________________
૧૦ પુણ્ય અને પાપ કર્મ
૧૦. પુણ્ય અને પાપ કર્મ
પ્રસ્તાવના
આપણે મિથ્યાત્વ, કષાય (ક્રોધ, માન, માયા, લોભ) અને મન, વચન અને કાયાના યોગથી કર્મો બાંધીએ છીએ.
આ કર્મોનું જુદી જુદી રીતે વર્ગીકરણ થયું છે તે કર્મોનું ઘાતી-અઘાતી પ્રમાણે વર્ગીકરણ આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા.
તે જ કર્મોનું પુણ્ય અને પાપ કર્મ પ્રમાણે પણ વર્ગીકરણ આ પ્રકરણમાં કરેલ છે.
પુણ્ય કર્મ
કરૂણા, જીવદયા, અન્નનું, પાણીનું, કે રહેવાનું દાન, અહિંસાદિ વિચારોનું શુદ્ધિકરણ, શારીરિક તેમજ માનસિક આનંદ આપવા જેવી પ્રવૃત્તિઓથી કે શુભભાવથી કરેલ કાર્ય અને તેનાથી બંધાયેલ કર્મ ને પુણ્યકર્મ કહેવાય છે પાપ કર્મ
હિંસા, અપ્રામાણિકતા, ચોરી, લંપટતા, રાગ, ક્રોધ, મિથ્યાભિમાન, કપટ, કામવાસના અને કુવિચારોના (અશુભ ભાવ) પરિણામથી બંધાયેલ કર્મને પાપ કર્મ કહે છે.
ઘાતી, અઘાતી અને પુણ્ય, પાપ કર્મો વચ્ચેનો સંબંધ
બધા ઘાતી કર્મો (મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવર્ણીય અને અંતરાય) આત્માના ગુણોનો ઘાત અથવા વિકૃત કરે છે તેથી ચારેય ઘાતી કર્મો પાપ કર્મ તરીકે ગણાય છે.
માત્ર અઘાતી કર્મ જે જીવની, શારીરિક રચના તથા સામાજિક દરજ્જા માટે જવાબદાર છે તે કર્મોનું પુણ્ય કર્મ અને પાપ કર્મમાં વર્ગીકરણ કરવામાં આવે
છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
63