________________
વિભાગ-૩ જૈન આચાર
તેઓની દૂધ આપવાની ક્ષમતા ૭૦% થી ઓછી થઈ જાય ત્યારે કતલખાને વેચી દેવાય છે. (ભારતમાં ૯૫% થી વધારે જગાએ આ સત્ય હકીકત છે). વધારે દૂધ મેળવવા હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સ ખોરાકમાં અથવા ઇજેક્શન દ્વારા રોજ અપાય છે (સિવાય કે કુદરતી ડેરી ફાર્મ). ભારતમાં મોટા ભાગની બધી નાની ડેરીઓ પણ હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સ વાપરે
ગાયને સતત સગર્ભા રખાતી હોવાથી અને હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સ અપાતા હોવાને લીધે કુદરતી રીતે ગાય જેટલું દૂધ આપે (લગભગ ૮૦ વર્ષ પહેલાં) તેનાથી ત્રણ ઘણું વધારે દૂધ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો આટલું બધું દૂધ આપવા માટે ગાયના શરીરને ત્રણ ઘણું વધારે કામ હોર્મોન્સ કરાવે છે. આ રીતે દૂધ અને દૂધની બનાવટની વધતી જતી માંગને ખેડૂતો ગાયોની સંખ્યાને ઘણી જ વધાર્યા વગર જ પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. તેથી આશરે પાંચેક વર્ષની ઉંમર સુધીમાં શારીરિક તાણ ને લીધે ગાયોનું શરીર ભાંગી પડે છે અને તેની દૂધ આપવાની ક્ષમતા નોંધપાત્ર ઘટી જાય છે. આ વખતે તેને પશ્ચિમના દેશોમાં કાયદેસર કતલખાનામાં મોકલી દેવાય છે અને ભારતમાં મોટે ભાગે ગેરકાયદેસર તેઓની કતલ કરાય છે. ભારતમાં ઘણાં ગેરકાયદેસર કતલખાના અસ્તિત્વ ધરાવે છે. તેમાંના કેટલાકની અમદાવાદમાં અને બીજી જગાએ મેં મુલાકાત લીધી છે. માત્ર ૧% થી પણ ઓછી ગાયો ને પાંજરાપોળમાં જીવનભર રાખવામાં આવે છે. ઓર્ગેનિક ડેરી હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સની દવા વગર પ્રાણીઓને (ગાયોને) ઉછેરવાની ડેરીને ઓર્ગેનિક ડેરી કહે છે. મોટી ફેક્ટરીની ડેરી કરતાં તે સાઇઝમાં નાની હોય છે. તેઓ દૂધમાં કશી ભેળસેળ કરતાં નથી. છતાં અહીં પણ ગાય ઉપર નીચે મુજબની હિંસા જોવા મળે છે. • ગાયને સતત સગર્ભા રખાય છે.
100
જૈન દર્શન અને આચારની સરળ સમજ