________________
વિભાગ-૩ જૈન આચાર
એક ગાય, માંસ માટે કતલખાને જાય ત્યારે એક બીજી ગાયને (સગર્ભા રાખી, હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સ આપી) સતત દૂધ મેળવવા અત્યંત પીડા અપાય છે. ડેરીની ગાયોનું આયુષ્ય લગભગ ૨૦ વર્ષનું હોવા છતાં માત્ર પાંચ કે છ વર્ષમાં કતલખાને મોકલાય છે. એ સૂચવે છે કે દૂધનું ઉત્પાદન માંસના ઉત્પાદન જેટલું જ ક્રૂરતા ભર્યું છે. પર્યાવરણની અસમતુલાને ધ્યાનમાં લેતાં વનસ્પતિજન્ય ઉત્પાદન કરતાં પ્રાણીજન્ય ઉત્પાદન જેમકે - દૂધ, ચામડું, સિલ્ક અને ઊન પર્યાવરણને ઘણું જ હાનિકારક છે. શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાય દૂધ અને દૂધની બનાવટોનો મંદિરમાં ધાર્મિક વિધિ માટે ઉપયોગ કરે છે. આ ઘણી જૂની પ્રથા છે. આપણે ડેરી પેદાશોને (આરતી માટે ઘી, પૂજા માટે દૂધ અને મીઠાઈ) મંદિરની ધાર્મિક ક્રિયામાં વાપરતાં પહેલા ફેર વિચારણા કરવી જોઈએ. આપણા ધર્મ પુસ્તકો પણ સૂચવે છે કે કોઈપણ પ્રથા અંધશ્રદ્ધાથી (સમજણ વગર) અપનાવવી જોઈએ નહીં. જૈન ધર્મના મોટામાં મોટા સિદ્ધાંત અહિંસામાં અને તેમાં પણ પંચંદ્રિય પ્રાણીની હિંસાની કોઈપણ સંજોગોમાં છૂટછાટ કરી શકાય નહીં. જૈન આચાર પદ્ધતિમાં દૂધ અને તેની બનાવટોનો ઉપયોગ કોઇ ચોક્કસ ધાર્મિક પ્રતીક તરીકેનું મહત્વ ધરાવે છે. આપણા વિધિ-વિધાનોનો મુખ્ય હેતુ આપણામાં આધ્યાત્મિકતા વધારવાનો છે. ધાર્મિક ક્રિયા ને અંતે આપણામાં કામ, ક્રોધ, માન, લોભ અને રાગ ઘટે એ જ ઉદ્દેશ હોય છે. માટે ધાર્મિક વિધિ માટે વપરાતી વસ્તુઓ અહિંસક રીતે બનેલી હોવી જોઈએ તેનો આપણે બરાબર ખ્યાલ રાખવો જોઇએ. દૂધ અને બીજી ડેરી પેદેશોમાં મોટી હિંસા (પંચેંદ્રિય પ્રાણીની હિંસા) રહેલી હોવાથી આપણને આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવામાં મદદ કરતા નથી. પણ આપણે ભયંકર પાપના ભાગીદાર થઇએ છીએ. આપણી વિધિમાં, આપણે દૂધની જગાએ પાણી અથવા બદામનું દૂધ, કે સોયાબીનનું દૂધ કે દીવા માટેના ઘીની જગ્યાએ વનસ્પતિ તેલ, મીઠાઈની
104
જૈન દર્શન અને આચારની સરળ સમજ