________________
વિભાગ-૩ જૈન આચાર
૧૬. છ આવશયક અનુષ્ઠાનો જૈન ધર્મના અનુયાયીઓને દરરોજ છ મુખ્ય અનુષ્ઠાનોનું આચરણ કરવાનું સમર્થન કરે છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર પ્રથામાં કેટલાક તફાવતો જોવા મળે છે. શ્વેતાંબર પ્રથાના છ આવશ્યક અનુષ્ઠાનો ૧. સામાયિક ૪૮ મિનિટ સુધી શાંતિથી સ્થિરતામાં બેસવું અને અહિંસાપૂર્વક
પાપપ્રવૃત્તિ રહિત સમતાપૂર્વક રહેવું. ૨. ચઉવિસથ્થો
ચોવીસ તીર્થકરોના ગુણોને યાદ કરવા અને તેની સ્તુતિ કરવી. ૩. વંદના
સાધુ મહારાજોની ઉપાસના અને વંદનાદિ કરવા. ૪. પ્રતિક્રમણ આખા દિવસ માં કરેલા અશુભ વિચારો અને પાપક્રિયાઓનો પશ્ચાત્તાપ કરવો અને ફરીથી તે ન થાય તે માટે પ્રયત્ન કરવો. ૫. કાયોત્સર્ગ
શરીર પ્રત્યેના રાગ વગર ઊભા ઊભા કે બેઠાં બેઠાં લાંબા સમય સુધી સ્થિર રહીને ધ્યાનમાં રહેવું. અને ચિંતન કરવું કે ફરીથી આવા અશુભ વિચારો નહિ કરું.
૬. પ્રત્યાખ્યાન
થોડા સમય માટે સારી પ્રવૃત્તિઓ કરવાની પ્રતિજ્ઞા લેવી અને અમુક પ્રકારના ખોરાકનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી. અને વ્રત અને નિયમથી ત્યાગમય જીવન જીવવાનો પ્રયત્ન કરવો.
[106
જૈન દર્શન અને આચારની સરળ સમજ