________________
૧૭ જૈન યોગ
સંબંધ રહિત શુદ્ધ ચેતનાનો સંવેદનાત્મક અનુભવ કરે છે. અષ્ટાંગ યોગનાં પહેલા પાંચ તબક્કા મનને યોગ માટે તૈયાર કરવા માટે છે. છેલ્લી ત્રણ ભૂમિકા ધ્યાનનું પરિણમન છે. ફલશ્રુતિ છે.
હિતકારી અને અહિતકારી ધ્યાન
મનને વિવિધ જગાએ ફરતું અટકાવી કોઈ એક જગાએ કેન્દ્રિત કરવાની ક્રિયાને ધ્યાન કહે છે. જો આ ધ્યાન સખત ઉદ્વેગથી થયું હોય જેમ કે રાગ, દ્વેષ, અણગમો, તિરસ્કાર અને વેર કે શત્રુતા જેવા અસદ્ભાવો અહિતકારી ધ્યાન છે જે છોડવા યોગ્ય છે.
બીજી બાજુ જો તે ધ્યાન સત્યની શોધ માટે અને ભૌતિક સાધનો કે સંબંધો તરફના સંપૂર્ણ વૈરાગ્યમાંથી ઉદ્દભવ્યુ હોય તો તે હિતકારી છે. તે આધ્યાત્મિકતા અને મુક્તિનું પ્રેરક બને છે માટે સ્વીકારવા યોગ્ય છે. આચાર્ય ઉમાસ્વાતિજી એ મનોવૈજ્ઞાનિક રીતે ધ્યાનના ચાર પ્રકારો આપ્યા છે.
આર્તધ્યાન
ભૌતિક સામગ્રીના નિમિત્તે થતા ભાવો અને તેનુ ચિંતન તે દુઃખદાયક છે. તે અહિતકારી ધ્યાન છે.
રૌદ્રધ્યાન
તીવ્ર વેગવાળા કષાય કે હિંસકભાવો અને તેનુ ચિંતન તે દુઃખદાયક છે. તે અહિતકારી ધ્યાન છે.
ધર્મ ધ્યાન
ધર્માનુરક્ત કે શુભ ધ્યાનને ધર્મ ધ્યાન કહે છે. તે હિતકારી ધ્યાન છે. શુક્લ ધ્યાન
આધ્યાત્મિક કે શુદ્ધ ધ્યાનને શુકલ ધ્યાન કહે છે. તે હિતકારી ધ્યાન છે.
દુઃખ કે ગુસ્સાયુક્ત ધ્યાન અશુભ અને અહિતકારી ધ્યાન છે જે આત્માને સંસારમાં રઝળાવે છે પરિણામે તે અસંખ્ય જન્મ મરણ કરે છે. ધાર્મિક વૃત્તિવાળુ - ધર્મધ્યાન શુભ પ્રકારનું હિતકારી ધ્યાન છે. આત્માને ઘણી ઊંચી
જૈન દર્શન અને આચારની સરળ સમજ
115