Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj Author(s): Pravin K Shah Publisher: JAINA Education CommitteePage 92
________________ ૧૪ સાધુ અને શ્રાવકના આચારો ઘાસ ઉપર જરૂર વગર ઉતાવળિયું ચાલવું – આવા બધા પાપો કોઈએ ન કરવા. ચાર શિક્ષા વ્રત ૯ સામાયિક વ્રત સમતાભાવની પ્રાપ્તિ અને કષાયોનો ત્યાગ તેને સામાયિક વ્રત કહેવાય છે. ૪૮ મિનિટ સુધી એક જ આસને બેસી ધર્મપ્રવૃત્તિ જેવી કે ધાર્મિક પુસ્તક વાંચવું, ભક્તિ કરવી કે ધ્યાન દ્વારા મનને સ્થિર રાખવાનું આ વ્રત છે. ૧૦. દેશાવકાશિક વ્રત (દેશવિરતિ) દિવ્રત અને ભોગ-ઉપભોગ વ્રતમાં જે સંયમ રાખ્યો હોય તેમાં રહીને નવો સંયમ લેવાનું વ્રત છે. વ્યાપારનું ક્ષેત્ર, ઉપયોગની વસ્તુઓને ચોક્કસ દિવસો માટે મર્યાદામાં બાંધવી. પછી એ નિયમ ને ધીમે ધીમે જીવન પર્યંતનો કરવો. ૧૧. પૌષધ વ્રત આ વ્રતમાં વ્યક્તિએ એક દિવસ માટે કે વધારે દિવસો માટે સાધુ જીવન જીવવાનું હોય છે. આ વ્રત દરમ્યાન વ્યક્તિએ બધી પાપ પ્રવૃત્તિઓ છોડી દેવી, ઈન્દ્રિયજન્ય આનંદ આપતા પદાર્થોથી દૂર રહેવું અને મન વચન અને કાયાથી સંયમમાં રહેવું. આ સમયે વ્યક્તિ પાંચ મહાવ્રતોનું સંપૂર્ણ પાલન કરે છે. ૧૨. અતિથિ સંવિભાગ વ્રત (આદરભાવથી કરેલ દાન) પોતાની માલિકીની વસ્તુઓ જેમ કે કપડાં, દવાઓ, શુધ્ધ ખોરાક, આશ્રયસ્થાન વગેરે જરૂરિયાતવાળી કોઇ પણ વ્યક્તિને આદરભાવ સાથે આપવો. જૈન દર્શન અને આચારની સરળ સમજ 91Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138