________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
2. વિનય
પ્રત્યેક વ્યક્તિની સાથે આદર પૂર્વક વર્તવું. ગરીબો પ્રત્યે માનવતા
દાખવવી 3. વૈયાવૃત
જરૂરીયાતવાળી દરેક વ્યકિતઓ ને યથાયોગ્ય આહાર, વસ્ત્ર, પાત્ર,
ઔષધ આદિ પૂરા પાડવા, જ્ઞાનીઓનું ભક્તિપૂર્વક બહુમાન કરવું. 4. સ્વાધ્યાય
શાસ્ત્રાર્થ ગ્રહણ કરવા. સાસ્ત્રોનો અભ્યાસ કરવો. આત્મા, કષાય અને કર્મ-તેનો સંબંધ અને સૃષ્ટિના બીજા તત્વોનો અભ્યાસ કરવો.
આત્માના ગુણોને જાણવા અને તે પ્રમાણે જીવન જીવવું. 5. ધ્યાન
ઉપરના ચાર ગુણો ગ્રહણ કર્યા પછી કોઈપણ શુદ્ધ વિષયનું કે
આત્માના ગુણો વિષેનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. 6. કાયોત્સર્ગ
કાયોત્સર્ગ એટલે કાયાના વ્યાપારનો ત્યાગ અને દેહભાવનો ત્યાગ કરવો. તેના માટે મન અને શરીરને સ્થિર કરી અને આત્મા આ દેહથી જુદો છે એ ભાવ દરેક સમયે રહે. આ સ્થિતિની ઉચ્ચ કક્ષાએ ચારે ઘાતકર્મો નાશ પામે છે.
62
જૈન દર્શન અને આચારની સરળ સમજ