________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
ડાંસ-મચ્છર વગેરેનાં દુઃખ સહન કરે છે; પરાણે સ્નાનત્યાગ, પરસેવો, રજ, મેલ તથા કાદવથી થતા પરિદાહનો ક્લેશ પરાણે સહન કરે છે તેઓ એક પ્રકારની અકામ નિર્જરા જ કરે છે. પરંતુ બાહ્ય તપનો ઉપયોગ આપણા શરીર અને મનને સંયમમાં રાખવાનો છે અને તે સંયમ આત્માને અત્યંતર તપ માટે તૈયાર કરે છે. આ રીતે આધ્યાત્મિક વૃત્તિ વધારવા અને કર્મની નિર્જરા કરવામાં બાહ્ય તપ મદદ કરે છે. અત્યંતર તપ તે જ ખરું તપ છે અને તેનાથી જ કર્મની નિર્જરા થાય છે. 1. અનશન
સંપૂર્ણ આહાર નો વિધિપૂર્વક ત્યાગ તેને અનશન અથવા ઉપવાસ કહેવાય છે. કેટલીક વખત કોઈ નક્કી કરેલા સમયમાં માત્ર પાણી
લે છે. 2. અલ્પાહાર અથવા ઊણોદરી
ભૂખ કરતાં ૧૦%થી ૨૦% ઓછું ખાવું તેને ઊણોદરી વ્રત કહેવાય
3. ઈચ્છા નિરોધ અથવા વૃત્તિ સંક્ષેપ
આહાર અને માલિકીની વસ્તુઓની મર્યાદા બાંધવી. આહારમાં ભાવતી અને રસવાળી વસ્તુઓનો ત્યાગ કરવો. ઉપરાંત જે જે વસ્તુઓ ભોગ-ઉપભોગમાં લેવાતી હોય તેનો સંક્ષેપ કરવો અથવા
મર્યાદા બાંધવી. 4. રસત્યાગ
સ્વાદને જીતવા માટે સ્વાદિષ્ટ રસોનો ત્યાગ કરવો. તેમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું એ રસવાળા પદાર્થોનો ત્યાગ કરવો. વળી કચરા પટ્ટી જેવો આહાર (જંક ફૂડ) જેમાં નહિવત પૌષ્ટિકતા હોય છે. તેનો ત્યાગ કરવો. ટૂંકમાં ખોરાકમાં સ્વાદ સાથે કોઈ લગાવ હોવો જોઇએ નહિ. આપણે સ્વસ્થ જીવન જીવવા માટે ઓછામાં ઓછો
60
જૈન દર્શન અને આચારની સરળ સમજ