________________
૦૮ સંવર નવા કર્મબંધને રોકવાના પ્રકારો
૭. આસવ ભાવના
આપણા શુભ અને અશુભ ભાવો અને તેની સાથે જોડાયેલ કર્તાભાવ તે જ કર્મબંધના કારણો છે. આત્મા આસવથી જુદો છે તેવું સતત ભાન રાખવું.
૮. સંવર ભાવના
નવા બંધાતા કર્મોને રોકવાની શક્તિ. જે આત્મશક્તિ દ્વારા કર્મો રોકાય તે સંવર છે. રાગાદિ ભાવના નિરોધથી નવા કર્મો અટકે છે.
૯. નિર્જરા ભાવના
આપણા જીવનને ૬ બાહ્ય અને ૬ આંતરિક તપ સાથે જોડીને તેના દ્વારા જૂના બાંધેલા કર્મો ને દૂર કરવા તેવી ભાવના.
૧૦. લોકસ્વરૂપ ભાવના
આ ૧૪ રાજલોક માં મેં અનેક વખત જન્મ મરણ ના ફેરા કર્યા છે તે લોક્થી અસંગ થઈ લોકાગ્રે જવાની ભાવના કરવી.
૧૧. બોધિદુર્લભ ભાવના
વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન અને વિપરીત આચાર ને કારણે સમકિતની પ્રાપ્તિ દુર્લભ છે. એક રત્નત્રય માર્ગ જ ઉપાદેય છે તેમ ભાવના કરવી.
૧૨. ધર્મ દુર્લભ ભાવના
આત્માના શુદ્ધ સ્વરૂપમાં રહેવું તે ધર્મ છે. અરિહંત, સર્વજ્ઞદેવ, કે કેવલી ભગવંતોએ કહેલાં યથાર્થ ધર્મને પામવો અને તેની શ્રદ્ધા કરવી દુર્લભ છે તેમ ચિંતવવું.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
55