________________
૦૮ સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો
તેમ જીવન જીવવું. સામાયિકમાં સાવદ્ય પાપ વ્યાપારનો સર્વથા ત્યાગ મુનિને આજીવન હોય છે અને ગૃહસ્થને આંશિક એટલે કે સામાયિક કરતા હોય ત્યારે હોય છે. ૨. છેદોપસ્થાપના
આ ચારિત્ર ફક્ત સાધુઓ કે સાધ્વીઓ માટે જ છે. તેમણે લીધેલ મહાવ્રતોનો ભંગ થવાને કારણે ગુરુ તેમના પૂર્વના ચારિત્ર કાળનો છેદ કરીને પુનઃ મહાવ્રતોને સ્વીકારવાનું પચ્ચકખાણ આપે તેને.
છેદોપસ્થાપના ચારિત્ર કહે છે. ૩. પરિહાર વિશુદ્ધિ
આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ કે સાધ્વીઓ માટે જ છે પોતાના ગચ્છનો ત્યાગ કરીને અમુક સાધુજનો વિહાર કરી જંગલ કે ગુફામાં એકાંતમાં રહી ઉગ્ર સાધના કરે છે. આ સાધનાથી તેઓ આંતરિક તપનો (પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન, અને કાયોત્સર્ગ) ઉત્કૃષ્ટ વિકાસ કરે છે.
૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર
આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ માટે જ છે
કોઈપણ કષાય વગર સાધુ તરીકેનું જીવન જીવવું. માત્ર મોક્ષ પ્રાપ્તિની થોડી આશા રાખવી. કારણ જૈન ધર્મ માને છે કે કોઈપણ આશા એ લોભનું જ રૂપ છે. અહીં લોભ કષાયનો અતિ સૂક્ષ્મ પણે
ઉદય વર્તે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. ૫. યથાખ્યાત ચારિત્ર
આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ માટે જ છે
જૈન દર્શન અને આચારની સરળ સમજ
57