Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj Author(s): Pravin K Shah Publisher: JAINA Education CommitteePage 12
________________ ૦૧. જૈન પ્રાર્થના ૦૧ જૈન પ્રાર્થના નમસ્કાર મહામંગલ સૂત્રનો પરિચય નમસ્કાર મહામંગલ સૂત્ર, નમસ્કાર મંત્ર, નવકાર મંત્ર અથવા નમોક્કાર મંત્રથી પણ જાણીતું છે. જૈન ધર્મમાં ઊંડો આદરભાવ સૂચવતા આ સૂત્રમાં પાંચ મહાન વિભૂતિઓના ગુણોને પ્રાર્થના દ્વારા વંદન કરવામાં આવે છે. અરિહંત (અંતરંગ શત્રુ ને નાશ કરનાર અને માનવ જાતને બોધ આપનાર), સિદ્ધ (મુક્ત આત્મા), આચાર્ય (જૈન ચતુર્વિધ સંઘના વડા), ઉપાધ્યાય (સંયમી તત્ત્વજ્ઞ અને શિક્ષક), તથા જગતના સર્વ સાધુઓ તથા સાધ્વીઓ, જેઓ પાંચ મહાવ્રતો - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળે છે. તેઓ તેમની આચારક્રિયા આ પાંચે વ્રતો જળવાય એ લક્ષમાં રાખીને કરે છે. તેમના વિચારમાં અનેકાંતવાદ વર્તે છે. આ મહાન વિભૂતિઓ તેમના સદ્ગુણોને લીધે ઓળખાય છે અને પૂજાય છે, નહીં કે તેમની વ્યક્તિગત ઓળખને લીધે. આમ જગતના તમામ સાચા આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા સાધુ મહાત્માઓ ને અહીં વંદન કરવામાં આવે છે. જેવી રીતે પ્રકાશ ચારે બાજુનો અંધકાર દૂર કરે છે તેવી રીતે આ નમસ્કાર મહામંગલ સૂત્ર દ્વારા કરેલ વંદન આત્માના દિવ્ય ગુણોને જાગૃત કરે છે, પ્રકાશિત કરે છે. આ જૈન ધર્મની સનાતન અભિવ્યક્તિની પરાકાષ્ઠા છે. તે આપણી અંદરના જીવ વિજ્ઞાનને પ્રગટ કરે છે. તે જ્ઞાનનાં દિવ્ય ખજાનાની ચાવી છે. આ પાંચ સર્વોપરી સદ્ગુણોના ૧૦૮ ગુણો - વિશેષતાઓ આ પ્રમાણે છે. અરિહંતના ૧૨ ગુણો, સિદ્ધના ૮ ગુણો, આચાર્યનાં ૩૬ ગુણો, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ ગુણો એમ કુલ ૧૦૮ ગુણો. જૈન નવકારવાળીના ૧૦૮ મણકા પાંચ મહાન પદોના ગુણોનું પ્રતીક છે. નમસ્કાર મહામંગલના નવ પદો છે, પહેલા પાંચ પદોમાં પાંચ પૂજનીય વ્યક્તિઓને પ્રણામ કરવામાં આવે છે અને બાકીના ચાર પદો પ્રણામનું મહત્વ સમજાવે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 11Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 138