________________
૦૩ ભગવાન મહાવીર
રાજ દરબાર અને પરિગ્રહનો ત્યાગ કર્યો અને પોતાના અને જીવમાત્રના જીવનમાંથી કષ્ટ, પીડા અને દુઃખને નાશ કરવાનો માર્ગ શોધવા સાધુ બન્યા.
આ રીતે સાધુ બની ઉઘાડા પગે તેઓ વિચર્યા. તેઓ મનુષ્ય, પશુ, પક્ષી, જીવ-જંતુ અને વનસ્પતિ કે જીવમાત્રને દુઃખ ન પડે તેની ખાસ કાળજી રાખતા. કરુણાથી પ્રેરાઈને તેમણે રાખેલ એક જ વસ્ત્રનું દાન પણ એક ગરીબ વ્યક્તિને કર્યું અને પછી આખી જિંદગી વસ્ત્ર વગર રહ્યા. આંતરિક બળ મેળવવા તેઓએ સાડા બાર વર્ષ
સતત આત્માનું ધ્યાન કર્યું. અને તે દરમ્યાન આહાર પણ ભાગ્યે જ લેતા. તેમના જીવનમાં આવેલ ઉપસર્ગો અને પરિષહોને તેઓ સ્વસ્થ અને શાંત રહીને પસાર કરતા હતા. ઉપરાંત પોતાની ઇચ્છા અને આસક્તિને જીતવા તેઓ સંપૂર્ણ મૌન રાખતા અને મધ્યસ્થ ભાવે જ રહેતા. ધીમે ધીમે તેમની આત્મિક શક્તિ વિકસી અને તેમને પ્રત્યક્ષ અને પરિપૂર્ણ જ્ઞાન, અમાપ શક્તિ અને શુદ્ધ આચાર જે માનસિક પીડા કે સંતાપથી મુક્ત હોય તેનો સાક્ષાત્કાર થયો અનુભવ થયો). એટલે કે ધ્યાનની શકિતથી આત્માના સર્વ મૂળ ગુણો પ્રગટ થયા અને તે ગુણોને રોકનાર ચારેય ઘાતી કર્મોનો નાશ થયો. આ સાક્ષાત્કારને કેવળજ્ઞાન કહેવાય છે. તેઓ સર્વજ્ઞા વીતરાગ થયા. પછીના ત્રીસ વર્ષ ભગવાન મહાવીર આખા ભારતમાં ફર્યા અને જે સનાતન સત્યનો અનુભવ કર્યો તેનો ઉપદેશ આપ્યો. તેમણે જૈન દર્શન પ્રમાણે તેમની પહેલાં થઈ ગયેલા ભગવાન પાર્શ્વનાથ અને બીજા બધા તીર્થકરોએ જે બોધ આપ્યો હતો તેની પરંપરા જાળવી નવા જૈન સંઘની સ્થાપના કરી. ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રતને જુદું જ મહત્વ આપી ભગવાન પાર્શ્વનાથના ચાર વ્રતને બદલે પાંચ મહાવ્રતથી તેના આચારમાં વધારો કર્યો. તેમણે સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ૬ આવશયક ક્રિયા દરરોજ પાલન કરવાનું
જૈન દર્શન અને આચારની સરળ સમજ
21