________________
૦૬ નવ તત્વ અને કર્મ સિધ્ધાંત
સુધી શ્રાવક અને શ્રાવિકાઓએ પણ તેનું યથાર્થ પાલન કરવું જોઈએ. સંવરના આ ૧૭ ભેદો આગળ જુદા પ્રકરણમાં વર્ણવવામાં આવ્યા છે. નિર્જરા - બાંધેલા જૂના કર્મો ખરી જવા નિર્જરા એટલે સત્તામાં રહેલા કે ઉદયમાં આવતાં કર્મોને નાશ કરવાની આત્મશક્તિ. કર્મ તેના ફળના સમયે ઉદયમાં આવે અને તેના ફળ પ્રમાણે વાતાવરણ પેદા કર્યા પછી સ્વાભાવિક રીતે ખરી જાય છે. તેને અકામ નિર્જરા કહે છે. પણ તે સમયે જીવનો ઉપયોગ ઉદયકર્મમાં જોડાયેલો હોવાથી તે નવો કર્મબંધ કરે છે. તેથી સામાન્ય સંજોગોમાં માણસ અકામ નિર્જરાથી કર્મથી મુક્ત થઈ શકતો નથી કારણ કે દરેક પળે તે જૂના કર્મ છોડે છે અને નવા કર્મ બાંધે છે. જૈન ધર્મ સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરતા માણસે ભુતકાળમાં કરેલા કર્મ ઉદયમાં આવે તે પહેલાં તેની માત્રા ઓછી કરીને તેને દૂર કરી દેવા જોઈએ. આ પ્રકારની નિર્જરાને સકામ નિર્જરા કહે છે. સકામ નિર્જરા જીવનની જરૂરિયાતો ઘટાડીને, પાંચ મહાવ્રતોનું પાલન કરીને, સત્કાર્યો, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા કરી શકાય છે, જેને અત્યંતર તપ કહે છે. નિર્જરાના ફૂલ ૧૨ ભેદો આગળ જુદા પ્રકરણમાં વર્ણવવામાં આવ્યા છે. મોક્ષ - બધાજ કર્મોના નાશ થયેલ દશા ધ્યાન અને કાયોત્સર્ગથી જેમણે ચારે ઘાતી કર્મોનો નાશ કર્યો છે તે સર્વજ્ઞ કે કેવલી તરીકે ઓળખાય છે. તેઓ તેમના મૃત્યુ સમયે બાકી રહેલા ચાર અઘાતી કર્મોનો નાશ કરી નિર્વાણ, મુક્તિ કે મોક્ષની દશા પ્રાપ્ત કરે છે. આ સિદ્ધાત્મા, શુદ્ધ જ્ઞાન, અસીમ ગ્રહણ શક્તિ, અમાપ શક્તિ અને અનંત સુખનો અનુભવ કરે છે. આત્મા દેહાદિથી મુક્ત થાય છે અને અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સિદ્ધલોકમાં રહે છે તે આત્મ સ્વરૂપમાં લીન રહી નિજ સુખમાં રમણતા કરે છે. તે જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી સર્વથા, સર્વકાળ માટે મુક્તિ પામે છે. તેને “નિર્વાણ” કહે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ