________________
૦૭ કર્મોનું વર્ગીકરણ – પ્રકૃતિબંધના પ્રકારો
વેદનીય કર્મ - (અનુકૂળ-પ્રતિકૂળ શારીરિક સ્થિતિ) શારીરિક સ્તરે સારું સ્વાચ્ય, શરીરની રચનાત્મક શક્તિ અથવા માંદગી, જીવલેણ રોગ, ભૂખમરો, થાક અકસ્માત આ બધા અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો કે સ્થિતિ તે વેદનીય કર્મના નિમિત્તને કારણે જ છે. આનો અનુભવ શારીરિક અથવા માનસિક રીતે જ થતો હોય છે. આ શારીરિક અને માનસિક સ્થિતિ મોહનીય કર્મને સક્રિય કરવામાં નિમિત્ત બને છે. અને તેથી તે મોહનીય કર્મના નિમિત્તથી સુખ અને દુઃખ (પીડા, વ્યથા) આત્મા અનુભવે છે. આત્મા મિથ્યાત્વ અને કષાયથી આવરાયો છે. અને જ્ઞાન અને અનુભવને લક્ષમાં લેતા આ સ્થિતિનું અર્થઘટન પૂર્વગ્રહ યુક્ત અને ભ્રામક છે. આ રીતે વેદનીય કર્મ પરોક્ષ રીતે (નિમિત્તથી) આત્માના અનંત સુખના ગુણને મોહનીય કર્મના નિમિત્ત દ્વારા ઢાંકે છે. કેવળજ્ઞાની વ્યક્તિને વેદનીય કર્મનું નિમિત્ત હોય છે પરંતુ તેઓએ મોહનીય કર્મનો નાશ કરેલ હોવાથી તેઓ સુખ કે દુખ અનુભવતાં નથી પરંતુ પરિસ્થિતિને તેઓ શાંતિથી જોઇને તેમાથી પસાર થાય છે. આમ શાતાઅશાતા યુક્ત (અનુકૂળ-પ્રતિકૂળ) સંજોગો અથવા અનુભવો જે શારીરિક દેહ દ્વારા ભોગવવા પડે છે તેનું અર્થઘટન તેઓ સુખ કે દુ:ખમાં નથી કરતા. તેઓ બધી પરિસ્થિતિમાં જ્ઞાતા અને દ્રષ્ટા રહીને સતત અસીમ સુખમાં જ રહે છે. ટૂંકમાં, વેદનીય કર્મ અઘાતી કર્મ હોવાથી શાતા-અશાતા પીડા કે આનંદનાં વાતાવરણમાં કેવળજ્ઞાની વ્યકિત રહે છે પણ તે નિમિત્તની અસર તેઓ અનુભવતાં નથી. આ રીતે વેદનીય કર્મ વીતરાગ અને કેવળજ્ઞાની વ્યકિતઓને આત્માના અનંત સુખના ગુણનો ઘાત કરતો નથી. મોહનીય કર્મના અસ્તિત્વ વગર કોઈ પણ વ્યક્તિ સુખ કે દુઃખ કે પીડાનો અનુભવ કરી શકે નહીં. તેથી વીતરાગ કક્ષાએ (૧૨માં ગુણસ્થાને) વેદનીય કર્મનો આત્મા ઉપર કોઈ પ્રભાવ હોતો નથી.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
49