________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
૦૭. કર્મોનું વર્ગીકરણ - પ્રકૃતિબંધના પ્રકારો વિવિધ પ્રકારના કર્મોની સમજ દ્રવ્યકર્મ અને ભાવકર્મ કર્મજ જે આત્મા સાથે જોડાયેલું છે તેને દ્રવ્યકર્મ કહેવાય છે અને તેના નિમિત્તથી આત્મા જે રાગ દ્વેષની પ્રવૃત્તિમાં જોડાય છે તે આત્માની પર્યાયને ભાવ કર્મ કહે છે. આમ ભાવકર્મ એ આત્માની પર્યાય છે પણ તે દ્રવ્યકર્મ કે પૌદ્રલિક કર્મ નથી. દ્રવ્યકર્મોનું વર્ગીકરણ આપણે અનંત પ્રકારના દ્રવ્યકર્મોને દરેક સમયે બાંધીયે છીયે. તે બધા કર્મોને જુદા જુદા પ્રકારે મુખ્ય બે ભાગમાં વહેંચાય છે. • પુણ્યકર્મ અને પાપકર્મ અથવા • ઘાતકર્મ અને અઘાતી કર્મ પુણ્યકર્મ અને પાપકર્મ પુણ્યકર્મ જે પૌદ્રલિક કર્મ જીવના શુભ ભાવ કરવાથી બંધાય
તે પુણ્યકર્મ, જ્ઞાન પૂર્વક શુભ ભાવથી થયેલ દરેક
કાર્ય પુણ્ય કાર્ય ગણાય છે. પાપકર્મ જે પૌદ્રલિક કર્મ જીવના અશુભ ભાવ કરવાથી
બંધાય તે પાપ કર્મ. અને અજ્ઞાનથી કે અશુભ
ભાવથી થયેલ દરેક કાર્ય પાપ કાર્ય ગણાય છે. ઘાતી કર્મ અને અઘાતી કર્મ ઘાતી કર્મ જે પૌદ્રલિક કર્મ આત્માના ગુણોનો ઘાત કરનારા
અઘાતી કર્મ
જે પૌદ્રલિક કર્મ જીવના શરીર, મન અને વાતાવરણ સાથે સંબંધ રાખે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ