________________
2. સ્થિતિબંધ – બંધાયેલા કર્મનો સમય
જ્યારે આત્માને કર્મ લાગે છે ત્યારે તે જ્યાં સુધી ફળ ન આપે ત્યાં સુધી ચોક્કસ સમય સુધી વળગી રહે છે. બંધાયેલા કર્મનો સમય કર્મબંધ વખતની આપણી માનસિક તીવ્રતા કે નીરસતા ઉપર આધાર રાખે છે. તે કર્મ અમુક સમય પછી ઉદયમાં આવે, પરિણામ પામે પછી તે આત્માથી જુદું થઈ જાય છે કે ખરી પડે છે.
૦૬ નવ તત્ત્વ અને કર્મ સિધ્ધાંત
આ સ્થિતિબંધ મુખ્યત્વે મિથ્યાત્વ અને કષાયથી થાય છે.
3. અનુભાગબંધ અથવા રસબંધ - બંધાયેલા કર્મની તીવ્રતા કર્મ જ્યારે પરિણમે ત્યારે તેની તીવ્રતાનો આધાર તે કર્મ બાંધતી વખતે આપણા મનના ભાવો અને તેની તીવ્રતા (જેને લેશ્યા કહેવાય છે) અને તે સમયના આપણા રાગ દ્વેષ અને મોહ ઉપર હોય છે. તેને અનુભાગ કે રસબંધ કહે છે.
4. પ્રદેશબંધ - બંધાયેલા કર્મનો જથ્થો
મન, વચન અને કાયાના યોગથી કર્મરજનો જે જથ્થો જે પ્રમાણે ગ્રહણ થાય તેને પ્રદેશબંધ કહેવાય.
•
આ અનુભાગબંધ કે રસબંધ મુખ્યત્વે મિથ્યાત્વ અને કષાયથી થાય છે.
કર્મબંધનો સારાંશ
જે પ્રકારનું ચિંતન કે ભાવ જીવ કરે તે પ્રકારનો કર્મબંધ તેને લાગે છે.
•
જીવનું મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય તેના સ્થિતિ અને અનુભાગ રૂપે કર્મબંધ માટે જવાબદાર છે.
જીવના મન વચન અને કાયાના યોગ મુખ્યત્વે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ માટે જવાબદાર છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
41