________________
૦૬ નવ તત્વ અને કર્મ સિધ્ધાંત
જીવ અને અજીવ પહેલાં બે તત્ત્વો જીવ અને અજીવ, જે સૃષ્ટિનું ભૌતિક વાસ્તવિક અને સાચું સ્વરૂપ સમજાવે છે. જીવ તત્ત્વ આત્મા છે અને અજીવ તત્વ બાકીના પાંચ દ્રવ્યો (પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ ) છે. કર્મ વિજ્ઞાનનો સંદર્ભ જોતાં અજીવ તત્ત્વનો સંબંધ કર્મ અથવા કાર્મિક વળગણા સાથે છે. બાકીના સાત કે પાંચ તત્ત્વો આત્મા અને કર્મના સંબંધો સમજાવે છે. આસવ - કર્મબંધ અને તેના કારણો આત્માનું કર્મ સાથે જોડાવું તે કર્મબંધ કે આસક્તિ જે આસવ નામે ઓળખાય છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.
મિથ્યાત્વ છ (૬) દ્રવ્યો અને નવતત્ત્વોનું જેવું સ્વરૂપ છે તેનાથી
| વિપરીત સમજવું અને તે પ્રમાણે આચરણ કરવું. અવિરતિ અહિંસા, દયા, કરૂણા, સ્વાધ્યાય અને ધ્યાન રહિત
અસંયમી જીવન ફકત ભૌતિક સુખ અને આનંદ માટે
જીવવું. પ્રમાદ આધ્યાત્મિક નીરસતા (આળસ), ધર્મમાં અનાદર, અરુચિ
અને વિષય કષાયમાં રતિ હોવી. કષાય ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયવાળુ જીવન જીવવું.
યોગ મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ કરવી. ઉપરના પાંચ કારણોને હિસાબે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ જેને કારણે આત્માને આંદોલન થાય અને આ કારણોથી કરજ કે કર્મવર્ગણા કર્મમાં પરિણમે છે એટલે કે આત્માને વળગે છે. આ બધી પ્રવૃત્તિ ને આસવ કહેવાય
અનાદિકાળથી આત્માને આ કાર્પણ વળગણા લાગેલી છે. આ કાર્મિક વર્ગણાને કાર્પણ શરીર કે કર્મ કહે છે. આત્મા જે કાર્મિક દ્રવ્યથી ઢંકાયેલો છે તે ઉપર બતાવેલા કારણો દ્વારા દરેક પળે સતત નવા કર્મો બાંધે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
39