________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
વળી દરેક સમયે થોડાક જૂના કર્મો ઉદયમાં આવે ત્યારે તે કર્મો તે સમયે તેના બંધન પ્રમાણેની પરિસ્થિતિ સર્જીને પછીના સમયે આત્માથી ખરી પડે છે જેને અકામ કર્મનિર્જરા કેહવાય છે. આ સતત ચાલતી કર્મબંધ અને કર્મનિર્જરાની પ્રક્રિયાને કારણે જ આત્મા જન્મ-મરણના ફેરા કરે છે અને સુખ અને દુઃખ અનુભવે છે. તેથી સામાન્ય પરિસ્થિતિમાં આત્મા કર્મથી છૂટો થતો નથી અને મુક્તિ પ્રાપ્ત કરતો નથી. બંધ - કર્મ બંધના લક્ષણો આસવના કારણો દ્વારા કર્મનું બંધન આત્માને થાય છે. આ આસવના લક્ષણ પ્રમાણે આત્માને જુદા જુદા પ્રકારનો બંધ લાગે છે જે નીચે ચાર પ્રકારમાં સમજાવાયું છે. આ ચાર પ્રકારો બંધ સમયે નિર્ધારિત થાય છે. આ નિર્ધારિત થયેલા પ્રકારોમાં આપણે ભવિષ્યમાં અમુક ફેરફાર કરી શકીએ છીએ તેની વિગત આ પુસ્તક માં આપેલ નથી કર્મબંધના ચાર પ્રકાર
1. પ્રકૃતિ બંધ, 2સ્થિતિ બંધ, ૩. રસ બંધ, અને 4. પ્રદેશ, બંધ
1. પ્રકૃતિબંધ – બંધાયેલા કર્મનો સ્વભાવ
જ્યારે કર્મરજ આત્માને લાગે છે ત્યારે શુદ્ધ જ્ઞાન, અસીમ ગ્રહણ શક્તિ, અનંત સુખ, નિરાકારપણું, સ્વસ્થતા અને અમાપ શક્તિ જેવા આત્માના ગુણોને ઢાંકી દે છે અથવા વિપરીત કરે છે. આત્માના ગુણો જેને લીધે ઢંકાઈ જાય છે તેને જૈન સાહિત્યમાં આઠ પ્રકારમાં આલેખ્યા છે. આને પ્રકૃતિબંધ કહે છે. પ્રકૃતિ એટલે કે કર્મોનો સ્વભાવ – કર્મ આત્માને કેવું ફળ આપશે તે (જેમકે જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે અને મોહનીય કર્મ આત્માના શ્રધ્ધા અને ચારિત્ર ગુણને વિપરીત કરે છે). કર્મના આ આઠ પ્રકારોની વિગત આગળના પ્રકરણમાં આવશે. આ પ્રકૃતિ બંધ મુખ્યત્વે મન, વચન અને કાયાનાં યોગથી થાય છે.
40
જૈન દર્શન અને આચારની સરળ સમજ