________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
તેજસ વર્ગણા
ભાષા વર્ગણા
ગરમી અને પાચન શક્તિની ક્રિયા આ વર્ગણા થી થાય છે જીવ જે શક્તિ વડે ભાષા યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી વચનમાં પરિણમાવે છે. મનને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી વિષય ચિંતનમાં પરિણમાવે છે. જીવ જે શક્તિ વડે શ્વાસોચ્છાસ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે.
મન વર્ગણા
શ્વાસોચ્છાસ વર્ગણા કાર્પણ વર્ગણા
કાર્મણ શરીર એટલે કે જીવ સાથે બંધાયેલ કર્મનો
થ્થો તે કાર્મણ શરીર. આ અતિ સૂક્ષ્મ દ્રવ્ય છે.
ઔદારિક અને વૈક્રિય વર્ગણાઓ કદમાં મોટી હોવાથી જોઈ શકાય છે જ્યારે બીજી વર્ગણાઓ કદમાં ઘણી સૂક્ષ્મ હોય છે તેથી તે જોઇ શકાતી નથી. જ્યારે આ વર્ગણાઓ આત્માના સંબંધમાં આવે છે ત્યારે તેના લક્ષણો જણાઈ આવે છે. જેમકે સ્પર્શ, રસ, ગંધ, દૃશ્ય અને રંગ. અતિ સૂક્ષ્મ દ્રવ્ય (આઠે વર્ગણાનું નાનામાં નાનું કદ) કાશ્મણ વર્ગણા છે આ દ્રવ્ય દ્રશ્યમાન નથી પણ તે ભૌતિક દ્રવ્ય છે તેમ જૈન ધર્મ માને છે. આ દ્રવ્ય ફક્ત લોકાકાશમાં જ વ્યાપેલ છે. લોકાકાશની બહાર તેનું અસ્તિત્વ નથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય - ગતિ અને સ્થિતિના સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક એટલે કે નિમિત્ત થવાનો છે. અધર્માસ્તિકાયનો ગુણ તે દ્રવ્યોને સ્થિર થવામાં સહાયક છે. આમ આ બંને દ્રવ્યો જીવ અને પુદ્ગલ ને ગતિ કે સ્થિતિ કરવાના કારણભૂત નથી પણ તેઓ તેમની ગતિ કે સ્થિતિમાં સહાયક છે. વળી આ બન્ને દ્રવ્યો ફક્ત લોકાકાશમાં જ વ્યાપેલા છે. લોકાકાશની બહાર તેઓનું અસ્તિત્વ નથી.
(30
જૈન દર્શન અને આચારની સરળ સમજ