________________
૦૫ સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો
શક્તિ, સૂઝ અને સમજવાળો તથા દેહધારી હોય છે. આને લીધે તેને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધાત્મા તેના અમર્યાદિત ગુણોથી જણાય છે અને અશુદ્ધ આત્મા મર્યાદિત દોષ ગુણોથી ઓળખાય છે. આ દ્રવ્ય ફક્ત લોકાકાશમાં જ વ્યાપેલ છે. લોકાકાશની બહાર તેનું અસ્તિત્વ નથી પુદ્ગલ તત્વ અને કર્મરજ પુદ્ગલ અજીવ તત્વ છે. બધા રૂપી (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ) દ્રવ્યો પુદ્ગલ કહેવાય છે. પણ કેટલાક પુદ્ગલ અત્યંત સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતા નથી. વળી બીજા પાંચ મૂળભૂતદ્રવ્યો-જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ પણ અરૂપી છે. જગતની રચનામાં ઘણા પ્રકારના પુદ્ગલો વ્યાપેલા છે. જે કાંઈ આપણે જોઈએ છીએ, સ્પર્શીએ છીએ કે અનુભવીએ છીએ તે તો પુદ્ગલ દ્રવ્ય છે પણ તે ઉપરાંત ધ્વનિ, પ્રકાશ, અંધકાર, રંગ અને ગંધ પણ જુદા જુદા પ્રકારના પુદ્ગલ દ્રવ્યો છે તેમ જૈન ધર્મ માને છે.
વર્ગણા
આ જગત ઘણા પ્રકારના પુદ્ગલ દ્રવ્યોથી ભરેલું છે. તે બધા દ્રવ્યોમાં જીવ માત્ર આઠ પ્રકારના પુદ્ગલ દ્રવ્યો સાથે જ પ્રતિક્રિયા કરે છે જેને વર્ગણા કહેવાય છે.
વર્ગણાના નામ કાર્ય ઔદારિક વર્ગણા ઔદારિક શરીર (આપણુ શરીર)ની રચના કરે છે. વૈક્રિય વર્ગણા દેવ અને નારકીના શરીરની રચના કરે છે આહારક વર્ગણા આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધેલા સાધુભગવંતો
પાસે આ શરીર બનાવવાની શકિત હોય છે. તે કદમાં ઘણું નાનું હોય છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
29