________________
વિભાગ-૧ જૈન દર્શન
03. ભગવાન મહાવીર
જૈન ધર્મના ચતુર્વિધ સંઘ સ્થાપક
જૈન દર્શન શાશ્વત છે, પણ જુદા જુદા તીર્થંકરોએ જુદા જુદા સમયમાં લોકોની આચારસંહિતા, પરંપરા અને વ્યવહારને લક્ષમાં રાખી સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે સતત બોધ આપ્યો છે.
આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં આ યુગના ચોવીસમા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર અથવા વર્ધમાને (૫૯૯ બી સી થી ૫૨૭ બી સી) જૈન ધર્મના સિદ્ધાંતો અને તત્વજ્ઞાનનો ઉપદેશ તેમના પુરોગામી
તીર્થંકર પાર્શ્વનાથ (૯૫૦ બી સી થી ૮૫૦ બી સી) અને તેમની પહેલાં થઈ
ગયેલા બધા તીર્થંકરોના ઉપદેશ પ્રમાણે આપ્યો.
પરંતુ તેમણે તે વખતના સ્થાન, સમય અને સંજોગોને અનુકૂળ ધર્મના આચાર અને ધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર કર્યો અને નવા જૈન સંઘની સ્થાપના કરી. આજના જૈન ધર્મગ્રંથો ભગવાન મહાવીરે સમજાવેલ જૈન ધર્મના સિદ્ધાંતો તથા તેમણે આપેલા બોધનું અને આચારનું સંકલન છે
20
ભગવાન મહાવીરનું જીવન
ભગવાન મહાવીર રાજકુમાર હતા. તેમનાં જન્મ સમયનું નામ વર્ધમાન હતું. રાજા સિદ્ધાર્થના તથા માતા ત્રિશલાના પુત્ર હોવાને લીધે તેમને તમામ દુન્યવી સુખ અને સુવિધા હતી. છતાં ત્રીશ વર્ષની ઉંમરે તેમણે પોતાનું કુટુંબ,
જૈન દર્શન અને આચારની સરળ સમજ