________________
વિભાગ-૧ જૈન દર્શન
અરિહંત, તીર્થકર અને સામાન્ય કેવલીના જુદા જુદા નામો: જૂના સમયમાં જૈન ધર્મ જુદા જુદા નામોથી જાણીતો હતો. તે નિગ્રંથનો ધર્મ અથવા જિનધર્મ અથવા શ્રમણ પરંપરાનો ધર્મ નામથી ઓળખાતો હતો વળી તેનો ફેલાવો કરનારા પણ જુદા જુદા નામથી ઓળખાતા હતા જેમ કે – અરિહંત, અહંત, તીર્થકર, જિન, નિગ્રંથ, કેવલી. આ બધા શબ્દો માનવ શરીરમાં રહેલા જૈન ભગવાન આત્મા (તીર્થંકર) ના જુદા જુદા ગુણોને રજૂ કરે છે. દરેક અડધા કાળ ચક્રમાં ચોવીસ જ તીર્થકર કે અરિહંત હોય છે. કેવળજ્ઞાની: કેવળજ્ઞાની (કેવલી) વ્યક્તિઓએ પૂર્ણ જ્ઞાન, અસીમ ગ્રહણ શક્તિ, શુદ્ધ આચાર અને અમાપ શક્તિ દ્વારા આત્માના ગુણોનો ઘાત કરનારા સર્વ કર્મોનો નાશ કર્યો. (જે ચાર ઘાતી કર્મોથી ઓળખાય છે). જેનાથી આત્માનું મૂળ
સ્વરુપ પ્રાપ્ત થયું છે. નિગ્રંથ: જેમણે જીવનમાં રાગાદિ પૂર્વગ્રહ યુક્ત ગ્રંથિને કે બંધનને દૂર કર્યા છે. નોંધઃ નિગ્રંથ કે સામાન્ય કેવલીને અરિહંત કે તિર્થંકર ન કહેવાય કારણ કે અરિહંતને ૩૪ અતિશય – તિર્થંકર નામકર્મ હોય છે. જે નિર્ગથ કે કેવલીને નથી હોતા. તીર્થકર: જૈન દર્શનના શાશ્વત સિદ્ધાંતોને કેવળજ્ઞાની વ્યક્તિઓએ જુદા જુદા સમયમાં લોકોની આચારસંહિતા, પરંપરા અને વ્યવહારને લક્ષમાં રાખી સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે સતત બોધ દ્વારા જેમણે તે સમયે ચતુર્વિધ; સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના જૈન સંઘની સ્થાપના કરી અરિહંતઃ જેમણે આંતરિક શત્રુઓ; ક્રોધ, માન, માયા, લોભનો સંપૂર્ણ નાશ કર્યો છે.
અર્હત અથવા અરહંત: જેઓ સન્માન, સત્કાર કે પૂજા આદિ ને યોગ્ય છે.
18
જૈન દર્શન અને આચારની સરળ સમજ