________________
વિભાગ-૧ જૈન દર્શન
૦૨. ભગવાન અને તીર્થંકર
જૈન ધર્મ એ સંપૂર્ણતઃ સમગ્ર સૃષ્ટિના જીવોની દયારૂપ ધર્મ છે. ભગવાન અને તીર્થંકર:
જે વ્યક્તિઓ સ્વયં પુરુષાર્થથી સંયમ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત જીવન જીવીને અને કષાયોને દૂર કરીને સમ્પુર્ણ આત્મજ્ઞાન (સર્વજ્ઞતા) પ્રાપ્ત કરી આત્માનુભૂતિ વડે ધર્મનો ફેલાવો કરે છે. તેઓ આસક્તિ, રાગાદિભાવ અને દૈહિક જીવનના બંધનથી મુક્ત છે.
જેથી તેમના જન્મ - મરણનાં ચકરાવાનો અંત થાય છે. જૈન ધર્મમાં આવી વ્યક્તિઓને જ ભગવાન અથવા તીર્થંકર મનાય છે.
ભગવાન એટલે સર્જનહાર, રક્ષણકર્તા અને સૃષ્ટિનો નાશ કરનાર; એ સામાન્ય માન્યતા જૈનધર્મમાં નથી. વળી ભગવાન માણસનું રૂપ લઈ પાપનો નાશ કરવા સૃષ્ટિ પર ઉતરી આવે છે એ માન્યતા પણ જૈન દર્શનમાં નથી.
જેમણે આપણને દુઃખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો અને કરુણા પૂર્વક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સ્થાપી ધર્મરૂપ તીર્થ પ્રવર્તાવ્યુ તેઓને ભગવાન અથવા તીર્થંકર મનાય છે.
માનવજાતના ઇતિહાસમાં જુદા જુદા સમયે જુદા જુદા તીર્થંકરોએ જૈન દર્શનના તત્ત્વને પ્રચલિત કરી, ચેતનવંતુ બનાવ્યું છે. અને તેઓએ સમય અને સ્થાનને અનુકૂળ આચરણવાળા જૈન સંઘની સ્થાપના કરેલ છે.
આવા ઘણા મહાત્માઓ ભૂતકાળમાં થઈ ગયા અને ઘણા આવી જ આધ્યાત્મિક પ્રગતિ ભવિષ્યમાં કરશે. દરેક માનવમાત્રમાં આવી આધ્યાત્મિક પ્રગતિ કરવાની શક્તિ છે. જ્યારે માણસ પોતાના દુર્ગુણો જેવા કે ક્રોધ, માન,
16
જૈન દર્શન અને આચારની સરળ સમજ