________________
૦૨ ભગવાન અને તીર્થંકર
જિન: જેમણે આંતરિક શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, અને લોભને સંપૂર્ણ પણે જીતેલા છે. સિદ્ધ:
બન્ને અરિહંત અને સામાન્ય કેવલી તેમના બાકી રહેલા ચાર અઘાતી કર્મો; નામ, શરીર અને તેની વેદના, ગોત્ર, અને આયુષ્ય ખપાવી ન દે ત્યાં સુધી માનવ જીવન જીવે છે. અને મૃત્યુ સમયે આ કર્મો નાશ પામે છે. જીવનના અંતે બન્ને અરિહંત અને
સામાન્ય કેવલી મુક્તિ અથવા નિર્વાણ પ્રાપ્ત કરે છે. તે બધા આત્માઓ સિદ્ધોના નામે ઓળખાય છે. બધા જ સિદ્ધો અનન્ય અને વ્યક્તિગત આત્માઓ છે. તેઓ અનંતદર્શન, અનંતજ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર્યવાળા, અનંતવીર્યવાન, પૂર્ણ આનંદવાળા પવિત્ર આત્માઓ છે. તેઓ શરીર ધારણ કરતાં નથી. તેઓના ગુણો અને વિશેષતાઓને લક્ષમાં લેતા બધા સિદ્ધો સમાન છે. બધા અરિહંતો (શરીરધારી શુદ્ધાત્મા મનુષ્યો) અને સિદ્ધો (શરીર વગરના શુદ્ધ આત્માઓ) જૈનધર્મમાં ભગવાનને નામે ઓળખાય છે.
સારાંશ: જૈન ભગવાન વ્યક્તિગત શુદ્ધ આત્મા છે અને પૂર્ણ આનંદમાં હોય છે. તેમના આત્માનું કદ અને આકાર તેમના છેલ્લા માનવ ભવ ઉપર આધાર રાખે છે. બ્રાહ્મણ અને હિંદુધર્મની જેમ તેમનો આત્મા સમગ્ર વિશ્વમાં મળીને એકરૂપ થતો નથી.
19
જૈન દર્શન અને આચારની સરળ સમજ