________________
વિભાગ-૧ જૈન દર્શન
તેમના શિષ્યોને સમજાવ્યું. તેમણે કરેલા ફેરફારો આધ્યાત્મિક પ્રગતિ માટે તે સમયે જરૂરી હતા. આમ ભગવાન મહાવીરે સમય અનુકૂળ ધર્મના આચારમાં મહાન સુધારા કરીને તેને વ્યવસ્થિત કર્યો.
જીવમાત્ર જન્મ-મરણના ફેરાથી દુ:ખથી અને પીડાથી કેવી રીતે મુક્ત થાય અને કાયમી શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે એ જ એમના બોધનો અંતિમ હેતુ હતો. આ અવસ્થા મુક્તિ, નિર્વાણ કે મોક્ષના નામથી ઓળખાય છે. ૭૨ વર્ષની ઉંમરે (૫૨૭ બી સી) ભગવાન મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. એમના શુદ્ધ આત્માએ અંતિમ દેહ
છોડી દીધો અને સંપૂર્ણ મુકિત પામ્યા. તેઓ સિદ્ધ બન્યા. તેઓ શુદ્ધ ચૈતન્યપૂર્ણ અને કર્મ રહિત શુદ્ધ આત્માની કાયમી સિદ્ધ અવસ્થા પામ્યા. તેમના નિર્વાણની સંધ્યાએ, તેમની આધ્યાત્મિક ઉન્નતિને માન આપવા લોકોએ દીપ પ્રગટાવી દીપાવલીનો તહેવાર ઉજવ્યો. હાલના જૈન કેલેન્ડર પ્રમાણે વર્ષનો એ અંતિમ દિવસ છે. ભગવાન મહાવીરનો ઉપદેશ ભગવાન મહાવીરે સર્વને કરુણા અને સરળ જિંદગી માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવાનો બોધ આપ્યો. ભગવાન મહાવીરે ભારપૂર્વક કહ્યું કે પ્રત્યેક જીવમાત્રનો આકાર, રૂપ, દેખાવ, પંથ કે આધ્યાત્મિક મોભો ધ્યાનમાં રાખ્યા વિના બધા સમાન છે અને આપણે તેમને માન અને પ્રેમ આપવા જોઈએ અને કરુણા રાખવી જોઇએ. આ રીતે તેમણે વિશ્વપ્રેમનો બોધ આપ્યો. તેમના બોધ પ્રમાણે, આપણે આપણી જરૂરિયાતો ઓછી કરવી જોઈએ, ઇચ્છાઓ ઘટાડવી જોઈએ, અને વપરાશને મર્યાદિત કરવી જોઈએ. કુદરતની
22
જૈન દર્શન અને આચારની સરળ સમજ