________________
વિભાગ-૧ જૈન દર્શન
નમો અરિહંતાણી
નમો સિદ્ધાણll નમો આયરિયાણII નમો ઉવન્ઝાયાણll નમો લોએ સવ્વ સાહૂણll
એસો પંચ નમુક્કારોll સવ્વ પાવપ્પણાસણો || મંગલાણં ચ સવ્વસિll પઢમં હવઈ મંગલં ||
નમો અરિહંતાણં ||. હું અરિહંતને વંદન કરું છું, કે જેમણે અંતરંગ શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ જ્ઞાન, પારલૌકિક દ્રષ્ટિ, અનંત શક્તિ અને શુદ્ધ આચરણ પ્રાપ્ત કર્યા. આ રીતે તેમણે આત્માના બધા ગુણોનો ઢાંકનારા ચાર ઘાતી કર્મોનો નાશ કરી આત્માના અનંત ગુણોને પ્રગટ કર્યા. તેઓ સંપૂર્ણ આધ્યાત્મિક માનવ છે અને તેમણે માનવજાતને આધ્યાત્મિક થવાનો બોધ આપ્યો. જે જન્મ-મરણના ચકરાવાનો અંત લાવે છે અને મુક્તિ અપાવે છે. આ મહાત્માઓ આયુષ્ય પૂરું થયે બાકી રહેલા ચાર અઘાતિ કર્મોનો ક્ષય કરી, સપૂર્ણ શુદ્ધ આત્માને પ્રગટ કરી નિર્વાણ અને સિદ્ધપદ પામે છે. નમો સિદ્ધાણં || હું સિદ્ધ આત્માઓને વંદન કરું છું. જેમણે પૂર્ણતા અને સિદ્ધત્વ મેળવ્યું છે. તેઓ શુદ્ધ ચૈતન્યપૂર્ણ છે. તેઓને કોઈ કર્મ રહ્યા નથી તેથી તેમને શરીર નથી. બધા અરિહંત ભગવાન અને કેવળજ્ઞાની વ્યક્તિઓ નિર્વાણ (મૃત્યુ). પછી સિદ્ધ બને છે.
12
જૈન દર્શન અને આચારની સરળ સમજ