Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ કેવલજ્ઞાનની પ્રાપ્તિ... વગેરે કારણોના સમુદાયથી થતી હોય છે. એમાં મુખ્ય કારણ યોગ છે. કારણ કે તે અન્તરગ કારણ છે. યોગમાં અન્તરગ઼કારણતા માનવાનું કારણ તે છે કે તે મોક્ષની પ્રત્યે ઉપાદાનકારણ છે. ઘટનું ઉપાદાનકારણ માટી છે. પટનું ઉપાદાનકારણ તન્તુ છે. મૃત્તિકા(માટી) ઘટસ્વરૂપે પરિણમે છે અને તન્તુ પટસ્વરૂપે પરિણમે છે. જે કારણ કાર્યસ્વરૂપે પરિણમે છે તે કારણ તે કાર્યનું ઉપાદાનકારણ મનાય છે. અહીં મોક્ષકારણભૂત આત્મવ્યાપાર ક્ષાયિકભાવે મોક્ષસ્વરૂપે પરિણમે છે તેથી તે આત્મવ્યાપારસ્વરૂપ યોગ મોક્ષનું ઉપાદાનકારણ છે. કાર્યના અર્થીની પ્રવૃત્તિ તેના ઉપાદાન- કારણમાં થાય છે. ઘટાર્થી નિયમે ફરી મૃત્તિકાનું ઉપાદાન કરે છે અને પટાર્થી નિયમે કરી તન્તુમાં પ્રવૃત્તિ કરે છે. આવી જ રીતે મોક્ષના અર્થી પણ તેવા પ્રકારના આત્મ- વ્યાપાર સ્વરૂપ યોગનું ઉપાદાન કરે છે. મોક્ષનું ઉપાદાન- કારણ હોવાથી યોગને અન્તરઙ્ગ કારણ મનાય છે અને તેથી તેને લઈને મોક્ષની પ્રત્યે યોગની મુખ્યકારણતા છે. તદુપરાન્ત સામાન્યપણે ફળની પ્રાપ્તિના અવ્યવહિત પૂર્વકાળમાં જે કારણ વૃત્તિ હોય છે; અર્થાર્ જે કારણના અવ્યવહિત ઉત્તરકાળમાં કાર્યની ઉત્પત્તિ થાય છે, તે કાર્યની પ્રત્યે તે કારણ મુખ્ય બને છે. ફળને ઉત્પન્ન કરતી વખતે વિના વિલંબે જે ફળને ઉત્પન્ન કરે છે તે કારણને મુખ્ય મનાય છે. યોગને છોડીને મનુષ્યજન્મ, આર્યદેશ, આર્યકુળ, 9306:04

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66