________________
તેના આસપાસના માર્ગગામીઓ ‘જાવ જાવ ! આ જ રસ્તો છે...' ઈત્યાદિ વચનોથી, જવા માટે પ્રેરણા કરતા હોય તોપણ જવા માટે ઉત્સાહ વધતો નથી અને તેઓ ત્યાં જ ઊભા રહી જાય છે. દિલ્મોહના જય જેવા આ ત્રીજા ઉત્કૃષ્ટ વિઘ્નજચથી નિસર્ગથી જ માર્ગગમનની પ્રવૃત્તિ થાય છે. મિથ્યાત્વાદિ વિઘ્નો દિમોહજેવાં છે. તેનો વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ આવશ્યક છે. તે તે પ્રકારની માર્ગગમનની પ્રવૃત્તિ સ્વરૂપ ફળને જોઈને તેની પૂર્વે રહેલા વિઘ્નજયનું અનુમાન કરીને જ તે તે વિજયનો નિર્ણય કરી શકાય છે.
સામાન્ય રીતે દરેક કાર્યમાં વિઘ્નો તો આવતાં જ હોય છે. એ વિઘ્નોથી ગભરાઈને જો કાર્ય પડતું મૂકી દેવામાં આવે તો દુનિયામાં કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય ક્યારે પણ કરી જ નહિ શકે. એ વિઘ્નોને જીતીને બધાં જ કાર્ય કરવાનું સત્ત્વ મેળવી લેવાય તો તે બધાં કાર્યો પૂર્ણ કરી શકાય. મોક્ષમાર્ગની સાધના દરમ્યાન પણ પ્રાયઃ ઉપર જણાવ્યા મુજબ શીતોષ્ણાદિ બાહ્ય; રોગાદિ અત્યંતર અને મિથ્યાત્વ વગેરે અનેક જાતિનાં વિઘ્નો આવતાં જ હોય છે. આવા વખતે મુમુક્ષુ આત્માઓ શરીરની ચિંતા છોડી માત્ર ઈષ્ટસિદ્ધિનું જ લક્ષ્ય રાખે અને ગુરુપારતંત્ર્ય કેળવી લે તો હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્નોને જીતવાનું અદ્ભુત સામર્થ્ય તેઓ પ્રાપ્ત કરી શકશે. દુનિયાનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં વિઘ્નજય કરવાનું અનિવાર્ય ન હોય. CHHHHHHHH 30HHHHHHHHI 33
૩૦