Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ અભાવે વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે. ૧૦-૨પા * * * ભાવ વિનાની અને ભાવપૂર્વકની ક્રિયામાં જે ફરક છે તે જણાવાય છે मण्डूकचूर्णसदृशः, क्लेशध्वंसः क्रियाकृतः । तद्भस्मसदृशस्तु स्याद्, भावपूर्वक्रियाकृतः ॥१०-२६॥ “કેવલ દિયાના કારણે ઉત્પન્ન થયેલો રાગાદિ કલેશોનો ધ્વસ દેડકાના ચૂર્ણ જેવો છે અને ભાવપૂર્વકની કિયા વડે ઉત્પન્ન થતો એ લેશધ્વંસ દેડકાના ભસ્મ જેવો છે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ભાવથી રહિત માત્ર ક્વિાના કારણે રાગ, દ્વેષ અને મોહ-આ ફ્લેશોનો જે ધ્વંસ થાય છે તે ક્લેશધ્વંસ દેડકાના ચૂર્ણ જેવો છે. કારણ કે દેડકાનું ચૂર્ણ જેમ અવાંતર સહકારી કારણસામગ્રીના યોગે દેડકાને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત છે; તેમ અહીં પણ માત્ર ક્રિયાથી થયેલા ફ્લેશધ્વંસમાં તેવા પ્રકારના ક્લેશનાં નિમિત્તો મળવાથી કલેશને ફરીથી ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે અર્થા આત્યન્તિક કલેશધ્વસ; માત્ર ક્રિયાથી થતો નથી. ભાવપૂર્વકની ક્રિયાથી ઉત્પન્ન થયેલો જે લેશધ્વંસ છે તે દેડકાના ભસ્મ જેવો છે. કારણ કે દેડકાના ભસ્મથી, અવાંતર કારણસામગ્રીનો

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66