________________
હોવા છતાં સ્વભાવવાળો આત્મા નિત્ય છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કેઆત્મા શુદ્ધજ્ઞાનૈકસ્વભાવવાળો હોવા છતાં તે તે કર્મ સ્વરૂપ ઉપાધિના કારણે અવસ્થાનાદિના ઔપાધિક તે તે પરિણામો પામે છે. શ્રી આચારસૂત્રમાં ફરમાવ્યું છે કે કર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે.
તેથી પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકથી માંડીને ચૌદમા અયોગી ગુણસ્થાનક સુધી પ્રવર્તમાન પાધિભાવો બધા જ વિભાવો છે. તે વિભાવો અનિત્ય હોવા છતાં જ્ઞાનાદિ સ્વભાવવાળો આત્મા નિત્ય છે. કારણ કે તે ઉપાધિથી (કર્માદિ ઉપાધિથી) જન્ય નથી. ઉપાધિથી જન્ય જે ભાવો છે તે નિત્ય હોતા નથી.
જ્ઞાનાદિ સ્વભાવવાન નિત્ય આત્માને કર્મસ્વરૂપ ઉપાધિના કારણે જે ઉપાધિનિમિત્તક વિભાવોની પ્રાપ્તિ થાય છે, તે બધા આત્મસ્વરૂપ જ હોવા જોઈએ ને ?'આ વાત યદ્યપિ બરાબર છે; પરંતુ શુદ્ધનયની દષ્ટિએ વિચારીએ તો તે વાત સાચી નથી. કારણ કે શુદ્ધનયદષ્ટિએ આત્મા(ચેતન) અને પુદ્ગલ પોતપોતાના શુદ્ધભાવજનનમાં(ઉત્પન્ન કરવામાં) ચરિતાર્થ હોવાથી તેની વસ્તુતા (અર્થષિાકારિતા) નિરાબાધ છે. દિવાલને ખડીથી જ્યારે સફેદ કરવામાં આવે છે ત્યારે બંન્નેના સંયોગથી ઉત્પન્ન થનારા તે સંયોગજ ભાવોનો એકમાં પણ વિચાર કરાય તો