Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજા વિરચિત
યોગલક્ષણ બત્રીશી
એક પરિશીલના
'કથGીન્દીebગુપ્તી...
8BSITI98 શીઅનેકાન્ત શારીલિજીયસસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિતં ત્રિશ-ત્રિશિ” પ્રકરણાન્તર્ગત
યોગલક્ષણ બત્રીશી એક પરિશીલન
: પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મ.સાં. ના પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમ સૂ. મ. સા. ના શિષ્યરત્ન
પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
શ્રી અને કાજો #૦૧-4
ટ
: આર્થિક સહકાર : - એક સગૃહસ્થ
Page #3
--------------------------------------------------------------------------
________________
યોગલક્ષણ બત્રીશી : એક પરિશીલન ૧૦
આવૃત્તિ – પ્રથમ
-
: પ્રકાશન :
નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જૈન રીલીજીયસ ટ્રસ્ટ
શા. સૂર્યકાન્ત ચતુરલાલ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે)
મુકુંદભાઈ આર. શાહ
૫, નવરત્ન ફ્લેક્ષ્
: પ્રાપ્તિસ્થાન :
નવા વિકાસગૃહ માર્ગ
પાલડી- અમદાવાદ-૭
-
રજનીકાંત એફ. વોરા ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧.
જતીનભાઇ હેમચંદ શાહ
‘કોમલ’ છાપરીયાશેરી : મહીધરપુરા
સુરત ૩૯૫૦૦૩
વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ
નવા વિકાસગૃહ માર્ગ–પાલડી
અમદાવાદ- ૩૮૦૦૦૭
વિ. સં. ૨૦૫૮
: આર્થિક સહકાર :
એક સગૃહસ્થ
: મુદ્રણ વ્યવસ્થા :
કુમાર
૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી. પી. ટેંક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૮૮૬૩૨૦/૩૮૮૫૦૨૮
Page #4
--------------------------------------------------------------------------
________________
अथ योगलक्षणद्वात्रिंशिका प्रारभ्यते ।
આ પૂર્વેની બત્રીશીમાં સ્થાનું નિરૂપણ ક્યું. એ મુજબ ધર્મસ્થાદિના શ્રવણથી ક્યાના ફળ સ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. એ યોગના લક્ષણનું નિરૂપણ કરાય છેमोक्षेण योजनादेव योगो ह्यत्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ॥१०-१॥
નવમી ક્યાબત્રીશીમાં વર્ણવેલી કથાના શ્રવણથી શ્રોતાને જે યોગસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; તે યોગની જિજ્ઞાસા હોવાથી તેના(યોગના લક્ષણનું નિરૂપણ આ બત્રીશીમાં કરાય છે. જે કારણથી શ્રી વીતરાગપરમાત્માના પ્રવચનમાં “મોક્ષે યોજનાદેવ યોઃ” (“મોક્ષની સાથે જોડી આપતો હોવાથી જ યોગ કહેવાય છે.')-આ પ્રમાણે વોર શબ્દની વ્યુત્પત્તિ જણાવાય છે; તે કારણે આ યોગનું “મોક્ષના મુખ્ય કારણભૂત વ્યાપારતા” લક્ષણ છે.'-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે “યોજ' શબ્દ યોગના યો: આ વ્યુત્પત્તિથી નિષ્પન્ન છે. આ વ્યુત્પત્તિના સામર્થ્યથી મહાનંદસ્વરૂપ મોક્ષની સાથે જે જોડી આપે છે; તે મોક્ષના મુખ્ય કારણભૂત આત્મવ્યાપારને યોગ કહેવાય છે.'-આ પ્રમાણે યોrશબ્દનો અર્થ પ્રતીત થાય છે. મોક્ષકારણભૂત આત્માના સઘળાય વ્યાપાર આ રીતે યોગ કહેવાય છે. કારણ કે તે દરેક વ્યાપારમાં મોક્ષ-મુખ્યકારણ
Page #5
--------------------------------------------------------------------------
________________
વ્યાપારતા સ્વરૂપ યોગનું લક્ષણ છે જ. જ્યાં યોગનું લક્ષણ છે તે યોગ છે, એ સમજી શકાય છે.
આ શ્લોકમાં જે થોળ શબ્દ છે, તેનો અર્થ યોગશબ્દ છે, લક્ષ્યભૂત યોગનો બોધક તે યોTM શબ્દ નથી. ાત્ર અહીં જે અત્ર પદ છે તેનો અર્થ લોક અથવા પ્રવચન છે. યોગનાવેવ યોગ:-આ પ્રમાણે વ્યુત્પત્તિ સર્વ લોકમાં મનાતી નથી તેથી અન્ન પદથી પ્રવચન અર્થ વિવક્ષિત છે. મૌનીન્દ્ર પ્રવચનમાં એ વ્યુત્પત્તિને આશ્રયીને ‘યોગ’શબ્દ વ્યુત્પાદિત છે. “મોક્ષેન યોગનારેવ યોગઃ- મોક્ષની સાથે જોડી આપવાથી જ યોગ છે.’-આ પ્રમાણે યોગ શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી મોક્ષની પ્રત્યે કારણભૂત મુખ્ય વ્યાપારતા : આ યોગનું લક્ષણ છે. આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ પૂ. સાધુભગવંતો નિરવદ્ય વસતિ, નવકલ્પી વિહાર અને ભિક્ષાટનાદિ જે જે પ્રવૃત્તિ કરે છે; તે બધી જ ક્રિયાઓનો સમુદાય મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે. તે કારણ સ્વરૂપ આત્માનો વ્યાપાર; આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તેથી તે યોગ છે અને તે વ્યાપારમાં રહેલી વ્યાપારતા : એ યોગનું લક્ષણ છે.
‘‘આ રીતે મોક્ષેળ યોજ્ઞનાવેવ આ વ્યુત્પત્તિના કારણે યોTM શબ્દનો અર્થ, ‘મોક્ષમુખ્યકારણવ્યાપારતા’ થાય છે. એ વ્યુત્પત્યર્થને અહીં લક્ષણ સ્વરૂપે વર્ણવ્યું છે, જે યુક્ત નથી. કારણ કે લક્ષણ વ્યુત્પત્યર્થથી ભિન્ન હોય છે.’’-આ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે નહીં કહેવું. કારણ કે વ્યુત્પત્યર્થ અતિપ્રસક્ત(વ્યભિચારી અલક્ષ્યમાં પણ વૃત્તિ) ન હોય (અનતિપ્રસક્ત હોય) તો તેને લક્ષણ માનવામાં કોઈ બાધ નથી. અર્થાદ્ અનતિપ્રસક્ત એવા નિરુક્તાર્થ(વ્યુત્પત્યર્થ)માં લક્ષણત્વ માનવામાં કોઈ દોષ નથી. ।।૧૦-૧
❀❀❀
મોક્ષના મુખ્યકારણભૂત આત્મવ્યાપારમાં મુખ્યત્વ કઈ અપેક્ષાએ વર્ણવ્યું છે ? આ પ્રશ્નનું સમાધાન કરાય છે અર્થાત્ તમ્મુવહેતુવ્યાપારતા-આ યોગલક્ષણઘટક મુખ્યત્વનું નિરૂપણ કરાય છે
मुख्यत्वं चान्तरङ्गत्वात् फलाक्षेपाच्च दर्शितम् । चरमे पुद्गलावर्त्ते यत एतस्य सम्भवः ॥ १०-२॥
“આ યોગ; મોક્ષની પ્રત્યે અન્તરજ્ઞ કારણ હોવાથી અને મોક્ષની પ્રત્યે વિના વિલંબે કારણ બનતો હોવાથી તેમાં મુખ્યત્વ(મોક્ષની પ્રત્યે મુખ્ય કારણતા) વર્ણવ્યું છે. કારણ કે આ યોગનો સંભવ ચરમાવર્ત્તમાં છે. એની પૂર્વે તેનો સંભવ જ નથી.’’-આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મોક્ષની પ્રત્યે યોગ મુખ્ય કારણ છે. સામાન્ય રીતે કાર્યમાત્રની પ્રત્યે કારણસામગ્રી હેતુ બનતી હોય છે. અનેક કારણોના સહકારથી કાર્યની ઉત્પત્તિ થાય છે. તેમ મોક્ષસ્વરૂપ કાર્યની ઉત્પત્તિ પણ કાળ, તથાભવ્યત્વનો પરિપાક, રત્નત્રયીની આરાધના, 30 oes
3433
Page #7
--------------------------------------------------------------------------
________________
કેવલજ્ઞાનની પ્રાપ્તિ... વગેરે કારણોના સમુદાયથી થતી હોય છે. એમાં મુખ્ય કારણ યોગ છે. કારણ કે તે અન્તરગ કારણ છે. યોગમાં અન્તરગ઼કારણતા માનવાનું કારણ તે છે કે તે મોક્ષની પ્રત્યે ઉપાદાનકારણ છે.
ઘટનું ઉપાદાનકારણ માટી છે. પટનું ઉપાદાનકારણ તન્તુ છે. મૃત્તિકા(માટી) ઘટસ્વરૂપે પરિણમે છે અને તન્તુ પટસ્વરૂપે પરિણમે છે. જે કારણ કાર્યસ્વરૂપે પરિણમે છે તે કારણ તે કાર્યનું ઉપાદાનકારણ મનાય છે. અહીં મોક્ષકારણભૂત આત્મવ્યાપાર ક્ષાયિકભાવે મોક્ષસ્વરૂપે પરિણમે છે તેથી તે આત્મવ્યાપારસ્વરૂપ યોગ મોક્ષનું ઉપાદાનકારણ છે. કાર્યના અર્થીની પ્રવૃત્તિ તેના ઉપાદાન- કારણમાં થાય છે. ઘટાર્થી નિયમે ફરી મૃત્તિકાનું ઉપાદાન કરે છે અને પટાર્થી નિયમે કરી તન્તુમાં પ્રવૃત્તિ કરે છે. આવી જ રીતે મોક્ષના અર્થી પણ તેવા પ્રકારના આત્મ- વ્યાપાર સ્વરૂપ યોગનું ઉપાદાન કરે છે. મોક્ષનું ઉપાદાન- કારણ હોવાથી યોગને અન્તરઙ્ગ કારણ મનાય છે અને તેથી તેને લઈને મોક્ષની પ્રત્યે યોગની મુખ્યકારણતા છે.
તદુપરાન્ત સામાન્યપણે ફળની પ્રાપ્તિના અવ્યવહિત પૂર્વકાળમાં જે કારણ વૃત્તિ હોય છે; અર્થાર્ જે કારણના અવ્યવહિત ઉત્તરકાળમાં કાર્યની ઉત્પત્તિ થાય છે, તે કાર્યની પ્રત્યે તે કારણ મુખ્ય બને છે. ફળને ઉત્પન્ન કરતી વખતે વિના વિલંબે જે ફળને ઉત્પન્ન કરે છે તે કારણને મુખ્ય મનાય છે. યોગને છોડીને મનુષ્યજન્મ, આર્યદેશ, આર્યકુળ, 9306:04
Page #8
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુનો યોગ અને ધર્મશ્રવણ વગેરે કારણોની પ્રાપ્તિ થવા છતાં તે વખતે મોક્ષની પ્રાપ્તિ ના થઈ અને યોગની પ્રાપ્તિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાય છે કે મોક્ષસ્વરૂપ ફળની ઉત્પત્તિમાં યોગના કારણે વિલંબ થતો નથી. ફળની પ્રત્યે વિના વિલંબે તે કારણ હોવાથી મુખ્યકારણતા યોગમાં છે. એ વાતને સ્પષ્ટ રીતે જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધમાં જણાવ્યું છે કે મોક્ષના કારણભૂત યોગનો સંભવ ચરમાવર્તમાં છે.
આશય એ છે કે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ એક પુલપરાવર્ત કાળ છે. આવા અનંતાનંત પુદ્ગલપરાવર્ત આ સંસારમાં આજ સુધીમાં આપણે વિતાવ્યા છે. આ અનાદિ-અનંત સંસારમાં એક પુદ્ગલપરાવર્તકાળથી વધારે કાળ જીવને પરિભ્રમણ કરવાનું ન હોય ત્યારે તે જીવને માટે ચરમાવર્તકાળનો પ્રારંભ થાય છે. આ ચરમાવર્તકાળમાં જ જીવને મોક્ષકારણભૂત આત્મવ્યાપાર સ્વરૂપ યોગની પ્રાપ્તિ થઈ શકે છે. એ પૂર્વે અચરમાવર્ત કાળમાં મોલોપયોગી મનુષ્યજન્માદિ સામગ્રી મળવા છતાં “યોગ’ની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે મોક્ષોપયોગી અન્ય સામગ્રીની પ્રાપ્તિ કરતાં યોગની પ્રાપ્તિ પછી મોક્ષની પ્રાપ્તિ સત્વર થાય છે. તેથી વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિનું કારણ હોવાથી યોગ મુખ્ય કારણ
મોક્ષના ઉપાદાનના કારણે અને મોક્ષની પ્રામિ વિના
Page #9
--------------------------------------------------------------------------
________________
વિલંબે કરાવતો હોવાના કારણે યોગને મુખ્યસ્વરૂપે કારણ માનવાથી અભવ્યની અને દૂરભવ્યની ક્રિયાનો અનુક્રમે વ્યવચ્છેદ કરાય છે અર્થાત્ એ ક્રિયાને યોગસ્વરૂપ માનવામાં આવતી નથી. કારણ કે અભવ્યની ક્રિયા ક્યારે ય મોક્ષનું ઉપાદાન બનતી નથી અને દૂરભવ્યની ક્રિયાઓ ખૂબ જ વિલંબે મોક્ષનું કારણ બને છે, જેથી તેમાં મોક્ષની કારણતા કે મોક્ષની મુખ્ય કારણતા માનવાનું શક્ય નથી અને તેથી તે યોગસ્વરૂપ પણ નથી. ૧૦-૨ા.
જ જ જ ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ યોગનો સંભવ છે. એની પૂર્વેના પુદગલપરાવર્તકાળમાં યોગનો સંભવ નથી તે દષ્ટાંતપૂર્વક જણાવાય છેन सन्मार्गाभिमुख्यं स्यादावर्तेषु परेषु तु । मिथ्यात्वच्छन्नबुद्धीनां दिङ्मूढानामिवाङ्गिनाम् ॥१०-३॥
“ચરમાવર્તને છોડીને બીજા આવન્તમાં (અચરમાવર્તકાળમાં) મિથ્યાત્વાદિથી આચ્છાદિત બુદ્ધિવાળા જીવો દિભૂઢ પ્રાણીઓની જેમ સન્માર્ગાભિમુખતાને પામી શક્તા નથી.” આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આનો આશય એ છે કે છેલ્લા પુગલ પરાવર્તકાળને છોડીને અન્ય પુલપરાવર્તકાળમાં જીવોની બુદ્ધિ મિથ્યાત્વમોહનીયકર્મથી આચ્છાદિત હોવાથી સન્માર્ગ(મોક્ષસાધક માર્ગ)સન્મુખ તેઓ થઈ શકતા નથી. એ કાળમાં જીવોની
Page #10
--------------------------------------------------------------------------
________________
એવી યોગ્યતા જ હોતી નથી કે જેથી તેઓને સન્મા– ર્ડાભિમુખતા પ્રાપ્ત થાય. દિગ્મૂઢ પ્રાણીઓને જેમ કશું જ સૂઝતું નથી તેમ અચરમાવર્ત્તવર્તી જીવોને સન્માર્ગ સમજાતો નથી. મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય; આમ તો ચરમપુદ્ગલપરાવર્ત્તકાળમાં પણ હોય છે. પરંતુ અચરમા-વર્તુકાળના કારણે જીવને, તે વખતે સન્માર્ગાભિમુખતા પ્રાપ્ત થતી જ નથી. બંન્ને (અચરમાવર્ત્ત અને ચરમાવર્ત્ત) અવસ્થાના મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયમાં આ રીતે ફરક છે. કાળના ભેદે એવો ભેદ માન્યા વિના ચાલે એવું નથી. કારણ કે ચરમાવર્ત્તકાળમાં પણ મિથ્યાત્વમોહનીયકર્મ ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ રસવાળું ઉદ્દયમાં સંભવી શકે છે. આમ છતાં ચરમાવર્ત્તકાળમાં સન્માર્ગાભિમુખતા પ્રાપ્ત થાય અને અચરમાવર્ત્તકાળમાં તે પ્રાપ્ત ન થાય એમાં મુખ્યપણે તે તે કાળની પ્રયોજતા સ્પષ્ટપણે સમજી શકાય છે. ૧૦-૩ ❀❀❀
અચરમાવર્ત્તકાળવર્તી જીવોનું સ્વરૂપ વર્ણવાય છેतदा भवाभिनन्दी स्यात्, संज्ञाविष्कम्भणं विना । धर्मकृत् कश्चिदेवाङ्गी, लोकपङ्क्तिकृतादरः ||१०-४॥
“અચરમાવર્ત્તકાળમાં ભવાભિનન્દી, લોકપક્તિમાં આદરવાળો અને આહારાદિ સંજ્ઞાનું વિભણ કર્યા વિના ધર્મને કરનારો કોઈક જ હોય છે.''-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ-છે કે અચરમાવર્ત્ત ૧૭
Page #11
--------------------------------------------------------------------------
________________
કાળમાં પ્રાણીઓ ભવાભિનંદી હોય છે. સંસારમાં જ આનંદ પામનારા એ જીવોની અવસ્થાનું વર્ણન હવે પછી પાંચમા શ્લોકથી કરાશે.
અચરમાવર્ત્તવર્તી જીવો આહારાદિ(ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાને રોકી શકતા નથી. કોઈ જીવ તો લૌકિક અને લોકોત્તર એવી પ્રવ્રજ્યાને પણ ગ્રહણ કરે છે. પરંતુ એ લોકપતિમાં કરાયેલા આદર સ્વરૂપ છે. લોકો જેવું કરે છે; તેના જેવું કરવાના ભાવને લઈને જ થતો એ પ્રયત્ન હોય છે. એની પાછળ શ્રદ્ધા કે જ્ઞાન વગેરે હોતાં નથી. મિથ્યાત્વ અને અજ્ઞાનની માત્રા ત્યાં ચિકાર હોય છે. તેથી તે ધર્મથી સંસારસ્વરૂપ જ ફળ પ્રાપ્ત થાય છે. મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે અચરમાવર્ત્તકાળમાં યોગનો સંભવ જ નથી. II૧૦-૪II
❀❀❀
ભવાભિનંદી જીવોનાં લક્ષણો જણાવાય છે
क्षुद्रो लोभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसङ्गतः ||१०-५ ।।
‘“શુદ્ર, માંગવાના સ્વભાવવાળો, દીન, માત્સર્યવાળો, નિત્યભયભીત, માયાવી, મૂર્ખ અને નિષ્ફળ એવી ક્રિયાઓને કરનાર ભવાભિનંદી છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. ક્ષુદ્ર એટલે કૃપણ. પોતાની પાસેની સારી વસ્તુનો કોઈ પણ રીતે ઉપયોગ નહિ કરવાની વૃત્તિ : એ CHHHHHHCHCHE 3739680 DICHCHICHCHICICI
Page #12
--------------------------------------------------------------------------
________________
પણતા છે. વસ્તુ ન હોય અને તેથી તેના ઉપયોગનો અભાવ જણાય. પરંતુ એટલામાત્રથી ત્યાં કૃપણતા મનાય નહિ. સારી વસ્તુ હોવા છતાં તેનો ઉપયોગ જ ન કરવાની વૃત્તિ ખૂબ જ ગાઢ મમત્વને જણાવનારી છે. ભવાભિનંદી જીવો આવા પણ હોય છે.
ભવાભિનંદી જીવોનું બીજું લક્ષણ લોભમાં રતિ’ છે. રમતિના સ્થાને અન્યત્ર રામરતિ આવો પાઠ છે. બંન્નેનો અર્થ “યાગાશીલ’ વર્ણવ્યો છે. લાભનું કારણ, અપેક્ષાએ લોભ છે અને લોભનું કાર્ય લાભ છે. બન્નેમાંથી કોઈ એમાં રતિ થશે તો તેના કારણે બીજામાં પણ રતિ થવાની જ. એ રતિના કારણે જીવ, લોભના વિષયને માંગ્યા વિના નહીં રહે. ધીરે ધીરે પછી તો જીવનો તે તે વસ્તુઓ માંગવાનો સ્વભાવ થઈ જાય છે, જે લોભને ઉત્કટ બનાવે છે. ઉત્કટ બનેલા કષાયો ભવમાં જ રમણ કરાવે છે. આસક્તિના કારણે જ ભવમાં આનંદ આવે છે. વસ્તુ સારી છે માટે આનંદ નથી. ખરેખર તો વસ્તુ સારી લાગે છે માટે આનંદ આવે છે. ભવ સારો ન લાગે તો તેમાં આનંદ આવવાનું વાસ્તવિક કોઈ જ કારણ નથી.
ભવમાં આનંદ પામનાર જીવો દીન હોય છે. સદાને માટે જેમણે કલ્યાણ જોયું નથી; તે જીવોને દીન તરીકે અહીં વર્ણવ્યા છે. આવા જીવો નહીં જેવા પણ સુખમાં આનંદ પામે છે અને ભવિષ્યમાં આથી વધારે અને સારું મળશે-એવી આશામાં ને આશામાં જીવ્યા કરે છે. જે
Page #13
--------------------------------------------------------------------------
________________
મળ્યું છે તે બરાબર છે. આજ સુધી આવું પણ ક્યાં મળ્યું હતું ? કદાચ મળ્યું પણ હોય તો ય ક્યાં રહ્યું છે ?'.. વગેરે દીન જનો વિચારતા હોય છે. એવી વિચારણાના કારણે તેમને ભવમાં જ આનંદ આવે. ત્યાંથી ખસવાનું સહેજ પણ મન થાય નહિ-એ સ્પષ્ટ છે.
ભવાભિનંદી જીવો માત્સર્યને ધારણ કરતા હોય છે. બીજાના કલ્યાણને જોઈને તેઓ જે દુ:ખ ધારણ કરે છે; તેને માત્સર્ય કહેવાય છે. પોતાનું તો આજ સુધી કલ્યાણ થયું નથી અને બીજાના કલ્યાણને જોઈને તેઓ દુઃખી થાય છે. આવા સ્વભાવના કારણે તેમને કલ્યાણકારી માર્ગ પ્રાપ્ત ન થવાથી તેમની પાસે જે છે એમાં જ આનંદ માની તેઓ તે વસ્તુથી ચલાવી લે છે, જેથી તેમને ભવમાં જ આનંદ આવે છે.
આવા જીવોનું પાંચમું લક્ષણ ભય છે. આદાન, અપયશ મરણ વગેરે સાત પ્રકારના ભય પ્રસિદ્ધ છે. ભવાભિનંદી જીવો સદાને માટે ભયભીત જ હોય છે. પોતાની ઈષ્ટ વસ્તુને કોઈ લઈ તો નહિ જાય ને ? કોઈ એનો નાશ તો નહિ કરે ને ... ઈત્યાદિ અનેક જાતની આશંકાને લઈને તેઓ ભયાન્વિત જ રહેતા હોય છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તેમને વિશ્વાસ હોતો નથી. દરેકને શંકાની નજરે જોવાથી સતત ભયભીત થઈને જ તેમને જીવવું પડે છે. સમગ્ર જીવન સુખનાં સાધનોને સાચવવામાં અને દુઃખનાં સાધનોને આવતાં રોકવામાં પૂર્ણ કરનારા આવા જીવોને
Page #14
--------------------------------------------------------------------------
________________
ક્યારે પણ નિર્ભય અવસ્થાનો અનુભવ થતો નથી.
આવી સ્થિતિમાં મોટા ભાગે પોતાની એવી સદોષ અવસ્થાની જાણ બીજાને થાય નહિ : એ માટે પોતાના પ્રગટ દોષોને છુપાવવા માયા કરવી પડે છે. આવા માયાવી (શઠ) જીવો ભવાભિનંદી છે. આવા જીવો શઠ(લુચ્ચા) હોય છે. પોતાનું ઈષ્ટ સાધવા માટે ગમે તે વ્યક્તિને ગમે તે સમજાવી પોતાનું ધાર્યું કરાવી લેવાની જે વૃત્તિ છે તે એક જાતિની માયા-શઠતા છે. મોક્ષમાર્ગની સાધના(યોગની સાધના)માં પ્રવૃત્ત હોય તેવા જીવો માયાથી દૂર રહે છે. ભવાભિનંદી જીવો માયાથી પૂર્ણ હોય છે. દોષથી મુક્ત બનવાના બદલે દોષોને છુપાવવાનું કાર્ય ખૂબ જ ખરાબ છે, જે માયા કરાવે છે.
ભવાભિનંદી જીવોનું સાતમું લક્ષણ મૂર્ખતા છે. તેનાથી યુક્ત એવા અજ્ઞ જીવો ભવાભિનંદી છે. તેમની ક્ષુદ્રતા વગેરેના કારણે તેમને જ્ઞાન મળતું નથી. તેથી જ તો તેઓ અજ્ઞ-મૂર્ખ હોય છે. દુનિયાની કોઈ પણ વસ્તુમાં મૂર્ખને કોઈ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવેલો નથી. તેવી જ રીતે અહીં પણ યોગના વિષયમાં તે અશ જીવોને કોઈ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવેલો નથી. સર્વ સિદ્ધિઓથી આત્માને સર્વથા દૂર કરવાનું કાર્ય અજ્ઞતા કરે
તેથી સમજી શકાશે કે ભવાભિનંદી જીવો જે પણ થોડી-ઘણી ધર્મક્રિયાઓ લોપક્તિના આદરપૂર્વક કરે છે,
Page #15
--------------------------------------------------------------------------
________________
તેનાથી તેમને કોઈ જ ફળ પ્રાપ્ત થતું ન હોવાથી તેઓ નિષ્ફળ એવી ધર્મક્રિયાઓમાં જ રક્ત હોય છે. આ જીવોને
અભિનિવેશ ઘણો હોય છે. તેથી સમર્થ ગુરુભગવંતો પણ તેમને સમજાવી શકતા નથી. દરેક વસ્તુમાં અતત્ત્વનો જ અભિનિવેશ હોવાથી વધ્ય (નિષ્ફળ) ક્રિયાઓમાં તેઓ સદ્ગત હોય છે અને જે કરીએ છીએ તે બરાબર છે-આ અધ્યવસાયથી ક્રિયાને ફળપ્રદ કરી શકતા નથી.
સુદ્રતા વગેરે લક્ષણથી જણાતા ભવાભિનંદી’ જીવો હોય છે. તેઓ કહેતા હોય છે કે “અસાર એવો પણ આ સંસાર; દહીં, દૂધ, પાણી, તાબૂલ(મુખવાસ) પુષ્પ, સારભૂત દ્રવ્ય અને સ્ત્રી વગેરેના કારણે સારવાળો જણાય’... ઈત્યાદિ વચનો દ્વારા સંસારનું અભિનંદન કરવાના સ્વભાવવાળા તેઓ હોવાથી તેમને ભવાભિનંદી કહેવાય છે. ૧૦-પા
ભવાભિનંદી જીવોનું સ્વરૂપ જણાવીને હવે લો૫ક્તિનું સ્વરૂપ જણાવાય છેलोकाराधनहेतो र्या मलिनेनान्तरात्मना । क्रियते सक्रिया साऽत्र लोकपङ्क्तिरुदाहृता ॥१०-६॥
“લોકના ચિત્તને આવર્જિત કરવા મલિન એવા ચિત્તથી જે સક્રિયા કરાય છે, તેને યોગના નિરૂપણના વિષયમાં યોગના જાણકારોએ લોકપડુક્તિ તરીકે વર્ણવી
Page #16
--------------------------------------------------------------------------
________________
છે.” આશય એ છે કે શિષ્ટ પુરુષોએ આચરેલી જે ક્રિયાઓ છે, તેને સક્રિયાઓ કહેવાય છે. આવી સક્રિયાઓ પણ ખરી રીતે શુદ્ધ ચિત્ત વડે આત્માના કલ્યાણની ભાવના પૂર્વક કરવાની છે. પરંતુ તે ક્રિયાઓ; લોકોના ચિત્તને પોતાની તરફ આકર્ષવા માટે પોતાની કીર્તિ વગેરે સર્વત્ર વિસ્તરે. ઈત્યાદિની સ્પૃહા વગેરેથી મલિન થયેલા ચિત્ત વડે કરવામાં આવે તો યોગશાસ્ત્રના જ્ઞાતાઓ યોગનિરૂપણના અવસરે તે ક્રિયાને લોકપક્તિ તરીકે વર્ણવે
સામાન્ય રીતે ભવાભિનંદી જીવો આહાર, ઉપધિ, પૂજા (સત્કારાદિ) ઋદ્ધિ અને રસગારવાદિમાં પ્રતિબદ્ધ હોય છે. તે બધાના રાગથી તેઓ ધર્મક્રિયાઓ કરે છે. એ રાગ ચિત્તસંબંધી મલ છે. રાગ, દ્વેષ અને મોહ(અજ્ઞાન) : આ ત્રણ મલ છે. આવા મલથી યુક્ત જે ચિત્ત છે; તેને મલિન અંતરાત્મા કહેવાય છે, જે ભાવમનસ્વરૂપ છે. મલિન એવા અંતરાત્માથી ઉપર જણાવ્યા મુજબ જે ક્રિયા કરાય છે, તે પ્રાય: લોકના ચિત્તને ખુશ કરવા માટે કરાય છે. લોકો કરે છે માટે કરવું, લોકમાં સારું દેખાશે અને લોકો સારા માનશે... ઈત્યાદિ આશયથી કરાતી સક્રિયાઓ લોકપક્તિ સ્વરૂપ છે.
યોગસ્વરૂપ ક્રિયાઓ અને લોકપતિસ્વરૂપ ક્રિયાઓમાં ઉપર-ઉપરથી જોઈએ તો સામ્ય ઘણું જ દેખાય છે. પરંતુ બન્નેના ફળમાં ઘણું જ અંતર હોય છે. આવા
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રસગે ખૂબ જ ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ.
_૧૦-૬il.
લોક્યક્તિથી કરાયેલી ધર્મક્યિાથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છેमहत्यल्पत्वबोधेन, विपरीतफलावहा । भवाभिनन्दिनो लोकपङ्क्त्या धर्मक्रिया मता ॥१०-७॥
મહાન એવા ધર્મમાં અલ્પતાનું જ્ઞાન થવાથી (કરવાથી); ભવાભિનંદી જીવોને લોકપક્તિથી કરાતી ધર્મક્રિયા દુરંત સંસારનો અનુબંધ કરાવનારી થાય છે.”આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન કે કામધેનુ કરતાં પણ અત્યધિક માહાભ્ય ધર્મનું છે. પોતાના માહાભ્યના કારણે ધર્મે કલ્પવૃક્ષ કે ચિંતામણિ વગેરેનું માહાસ્ય રહેવા જ દીધું નથી. કારણ કે કલ્પવૃક્ષ વગેરે માંગ્યા પછી આ લોકના જ વિનર એવા ફળને આપે છે. પરંતુ ધર્મ તો શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ તેની આરાધના કરનારને માંગ્યા વિના પરમપદસ્વરૂપ મોક્ષફળ સુધીનાં ફળ આપે છે. તેથી ચિંતામણિ કે કલ્પવૃક્ષ વગેરેને ધર્મે તદ્દન જ નીચા(હીન) બનાવ્યા છે. કલ્પવૃક્ષાદિની અપેક્ષાએ અત્યધિક મહાન એવા ધર્મને અત્યંત તુચ્છ એવા કીર્તિ વગેરે આ લોકના કે પરલોકના ફળના કારણ સ્વરૂપે
Page #18
--------------------------------------------------------------------------
________________
જાણવાથી મહાન એવી વસ્તુમાં અલ્પતાનો બોધ કરાય છે. આ રીતે કરાયેલી ધર્મની લઘુતાપૂર્વકની ક્રિયા; દુઃખે કરીને જેનો અંત આવે એવા સુદીર્ઘ સંસારનો અનુબંધ કરનારી બને છે.
લોક્યક્તિથી કરાયેલી ધર્મક્ષિા ભવાભિનંદી જીવોને ફળ આપનારી બનતી નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ વિપરીત (અનિષ્ટ) ફળને આપનારી બને છે. આથી સમજી લેવું જોઈએ કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ મોક્ષના આશયથી કરાતી ક્યિા જ સફળ છે; એ આશયથી જુદા કોઈ આશયથી કપાતી ધર્મક્રિયા નિષ્ફળ જ નહિ, વિપરીત ફળને આપનારી છે. “લોકપતિથી કરાતી પણ ધર્મક્રિયા અંતે તો ધર્મક્યિા જ છે ને ? લોપંક્તિના કારણે, જે ફળ મળવું જોઈએ તે મળે નહિ; ઓછું મળે. પરંતુ એમાં એકાંતે લાભ છે, નુકસાન કાંઈ નથી.”... ઈત્યાદિ માન્યતા ધરાવનારાએ ઉપર જણાવેલી વાત યાદ રાખવી જોઈએ. ૧૦-શા.
જે લોકપંક્તિના કારણે ભવાભિનંદી જીવોને ધર્મક્રિયા વિપરીત ફળવાળી બને છે, તે લોક્યક્તિ કોઈ વિવેકીને શુભ પરિણામ માટે થઈ શકે છે-તે જણાવાય છેधर्मार्थं सा शुभायापि धर्मस्तु न तदर्थिनः । क्लेशोऽपीष्टो धन हे क्लेशार्थं जातु नो धनम् ॥१०-८॥
Page #19
--------------------------------------------------------------------------
________________
“તે લોકપતિ ધર્મની પ્રાપ્તિ માટે શુભ અનુબંધકારિણી પણ બને પરંતુ લોકપતિના અર્થને ધર્મ શુભ અનુબંધ માટે થતો નથી. કારણ કે ધન માટે કલેશ પણ ઈષ્ટ હોવા છતાં ક્લેશ માટે ધન ઈષ્ટ ક્યારે પણ મનાતું નથી.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે, એનો આશય સ્પષ્ટ છે કે લોકો દાન આપે છે અતિથિઓનું સન્માન કરે છે અને અવસરોચિત સંભાષણ(વાર્તાલાપ) કરે છે... ઈત્યાદિ ઉપાયોનું અનુસરણ કરવાથી અનુસરણ કરનારને કુશલ અનુબંધની પ્રાપ્તિ થાય છે અને તેના યોગે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ મોક્ષના બીજ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ રીતે લોપંક્તિ ધર્મનું નિમિત્ત બને છે અને તેનાથી કુશલ અનુબંધ પડે છે. આથી સમજી શકાશે કે ધર્મ માટે લોકપંક્તિનો આદર શુભ માટે થાય છે.
આનાથી તદ્દન વિપરીત એ છે કે ધર્મ લોપંક્તિ માટે શુભ બનતો નથી. લોકમાં માન-સન્માન મળે, લોકમાં સારા દેખાઈએ, આ લોકના સુખાદિ મળે. ઈત્યાદિ આશયથી જે ધર્મ કરાય છે તે ધર્મ લોકસંશા માટે છે. આવો ધર્મ સારો નથી. આવા ધર્મથી કુશલ અનુબંધ પડતો નથી. આ વાતનું સમર્થન કરતાં શ્લોકના ઉત્તરાદ્ધથી દષ્ટાંત જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે. સર્વ જનપ્રસિદ્ધ છે. ધન માટે લોકો રાજાની સેવા(નોકરી) વગેરે અનેક કષ્ટો સહન કરતા હોવાથી ધન માટે કષ્ટ ઈષ્ટ મનાય છે. પરંતુ ક્યારે પણ કલેશ માટે ધન ઈષ્ટ મનાતું નથી.
Page #20
--------------------------------------------------------------------------
________________
કારણ કે ધનથી મને કષ્ટ થાય-આવી ભાવના કોઈ પણ બુદ્ધિમાન રાખતો નથી.
યોગબિંદુ ગ્રંથમાં (શ્લોક નં. ૯૦) આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-દાન, સન્માન અને ઉચિત સન્માષણ વગેરે અનેક પ્રકારના ઉપાય વડે; સમ્યગ્દર્શનાદિ મોક્ષના બીજના આધાન માટે લોકપક્તિ બુદ્ધિમાનોને કલ્યાણનું અવું બને છે. પરંતુ તુચ્છબુદ્ધિવાળા જીવોને લોપંક્તિના માટે કરાયેલો સદાચાર સ્વરૂપ ધર્મ અત્યંત પાપ માટે થાય છે.
તેમ જ ષોડશકપ્રકરણમાં (૪-૭) ફરમાવ્યું છે કે શુદ્ધ ઉચિત એવું જનપ્રિયત્વ; તેનાથી ધર્મની પ્રશંસાદિના કારણે બીજાધાનાદિ(પુણ્યાનુબંધી પુણ્યની પ્રામિ વગેરે) થતું હોવાથી સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફળને આપનારું થાય છે...' કહેવાનો આશય એ છે કે “યુક્તજનપ્રિયત્નએ ધર્મસિદ્ધિનું લિફ છે. અર્થ અને કામની સિદ્ધિનું કારણ બનવાના કારણે આપણે જનપ્રિય બનીએ તો એવી જનપ્રિયતા, ધર્મસિદ્ધિનું લિવું નથી. તેથી તે જનપ્રિયતા અયુક્ત છે. માત્ર ધર્મની સિદ્ધિના કારણે જનપ્રિયત્વ હોય તો તે ધર્મસિદ્ધિના લિવું સ્વરૂપ હોવાથી યુક્ત મનાય છે. આથી જ આ જનપ્રિયત્ન શુદ્ધ હોય છે. એમાં રાગાદિ દોષોનો આવિર્ભાવ હોતો નથી. આવું શુદ્ધ જનપ્રિયત્ન સ્વપરને સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફળને આપનારું બને છે. આપણો શુદ્ધધર્મ જોઈને ધર્મપ્રશંસાદિને કરવાથી બીજાને
Page #21
--------------------------------------------------------------------------
________________
પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ બીજાધાનાદિ પ્રાપ્ત થાય છે... ઈત્યાદિ શ્રી ષોડશકપ્રકરણના પરિશીલનમાંથી સમજી લેવું જોઈએ. અહીં તો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેમ જનપ્રિયત્વ ધર્મ માટે થાય છે તેમ લોકપંક્તિ પણ ઉપર જણાવ્યા મુજબ ધર્મ માટે થાય છે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. ૧૦-૮||
888
આ વિષયમાં જ થોડી વિશેષતાને જણાવાય છેअनाभोगवतः साऽपि धर्महानिकृतो वरम् । शुभा तत्त्वेन नैकाऽपि प्रणिधानाद्यभावतः ||१०-९॥
લોકપંક્તિથી કરેલી ધર્મક્રિયા વિપરીત ફળને આપનારી છે-આ પ્રમાણે સાતમા શ્લોકમાં જણાવ્યું છે. એ અંગે થોડી વિશેષતા આ શ્લોકમાં જણાવી છે. “અનાભોગ (જ્ઞાનવિશેષનો અભાવ)વાળા આત્માની લોકપંક્તિથી કરાયેલી પણ ધર્મક્રિયા; ધર્મની હાનિ(લઘુતા)ને કરનારાની ધર્મક્રિયા કરતાં સારી છે. તત્ત્વદષ્ટિએ બંન્નેમાંથી એક પણ સારી નથી. કારણ કે બંન્ને સ્થાને પ્રણિધાનાદિનો અભાવ છે.’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે અનાભોગવાળા એટલે કે સમ્પૂર્ચ્છિમજેવા (વિશિષ્ટ સમજણ વગરના) સ્વભાવથી જ વિનયાદિની પ્રકૃતિ જેમની છે તેવા જીવો લોકપંક્તિથી CICHICH CICICI ?? FCI CHCI CICÍCH
Page #22
--------------------------------------------------------------------------
________________
જે ધર્મક્રિયા કરે છે તે ધર્મક્રિયા પણ; આ પૂર્વે જણાવ્યા મુજબ ધર્મની લઘુતા કરનારાની ધર્મક્રિયા કરતાં થોડી સારી છે. કારણ કે અનાભોગના કારણે લોકના ચિત્તના આરાધનમાં તત્પર હોવા છતાં યથાસ્થિત ધર્માદિનું જ્ઞાન ન હોવાથી ભવની ઉત્કટ ઈચ્છાના અભાવે મહાન એવી ધર્મક્રિયામાં અલ્પતા(લઘુતા-આ લોકાદિના સુખના હેતુ સ્વરૂપે ધર્મને માનવાથી લઘુતા થાય છે.)ને તે કરતો નથી. આ રીતે ધર્મહાનિને નહિ કરવાના કારણે તેની ધર્મક્રિયા ધર્મહાનિને કરનારાની ધર્મક્ષિાની અપેક્ષાએ થોડી સારી છે.
વાસ્તવિક રીતે તો લોકપંક્તિથી કરાયેલી તે બંન્નેમાંથી એક પણ ક્રિયા સારી નથી. કારણ કે ત્યાં પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોનો અભાવ છે. ક્વિાની શુદ્ધિમાં પ્રણિધાનાદિ પાંચ આશયો તો હેતુ છે અને તેનો જ અહીં અભાવ છે. તેથી જ્યાં કારણનો અભાવ હોય ત્યાં કાર્યની સિદ્ધિ કઈ રીતે થાય ? I૧૦-૯
જે પ્રણિધાનાદિ પાંચ આશયોના કારણે ધર્મક્રિયા શુદ્ધ બને છે, તે પ્રણિધાનાદિને જણાવાય છેप्रणिधानं प्रवृत्तिश्च, तथा विघ्नजयस्त्रिधा । सिद्धिश्च विनियोगश्च, एते कर्मशुभाशयाः ॥१०-१०॥
પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારનો વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ-આ કર્મક્રિયા)માં શુભાશયો છે.”
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે દશમા ોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે આ પ્રણિધાનાદિ ધર્મક્રિયામાં શુભાશયસ્વરૂપ છે. આત્મપરિણામ સ્વરૂપ ક્રિયાની પુષ્ટિ, શુદ્ધિ અને અનુબંધના કારણભૂત એ પ્રણિધાનાદિ શુભપરિણામસ્વરૂપ છે. પુષ્ટિ પુણ્યના ઉપચય સ્વરૂપ છે અને જ્ઞાનાદિ આત્મગુણોનો ઘાત કરનારા જ્ઞાનાવરણીયાદિ કર્મના હાસથી પ્રાપ્ત થનારી નિર્મળતાને શુદ્ધિ કહેવાય છે.
પુષ્ટિ અને શુદ્ધિ શબ્દ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેનો અર્થ સમજાવવો પડે એવું નથી. ધર્મ, આત્માનો પરિણામવિશેષ છે. વિહિત આચરવાનો આત્મપરિણામ અહીં ક્લિા છે. એ ક્રિયાના પરિણામની જેમ જેમ અભિવૃદ્ધિ થાય ત્યારે તે ક્યિા પુષ્ટ બને છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના હાસથી(ક્ષયોપશમ વગેરેથી) તે નિર્મળ બને છે. તે નિર્મળતા જ અહીં શુદ્ધિસ્વરૂપ છે. શરીરમાં માંસ વગેરેના સંચયથી જેમ પુષ્ટિ મનાય છે અને તેના મલના દૂર થવાથી જેમ નિર્મળતા સમજાય છે. તેમ અહીં પણ ક્રિયા કરવાથી જે પુણ્યબંધ થાય છે; તે પુણ્યના ઉપચય સ્વરૂપ પુષ્ટિ છે અને જ્ઞાનાવરણીયાદિ પાપકર્મના વિગમથી પ્રાપ્ત થતી નિર્મળતા શુદ્ધિ છે અને ઉત્તરોત્તર પુષ્ટિ અને શુદ્ધિ પ્રામ થતી રહે તે અનુબંધ છે. પ્રણિધાનાદિ આશયવિશેષને લઈને પુષ્ટિ અને શુદ્ધિ સાનુબંધ બને છે. નિરનુબંધ પુષ્ટિ અને શુદ્ધિ ફળપ્રદાન માટે સમર્થ બનતાં નથી.
પ્રણિધાનાદિ પાંચ આશય વિનાની ધર્મક્રિયા શુદ્ધ ન
Page #24
--------------------------------------------------------------------------
________________
હોવાથી તુચ્છ અને અસાર છે. પરિશુદ્ધ ધર્મક્રિયાની પ્રાપ્તિ માટે પ્રણિધાનાદિ આશયને પામવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. ૧૦-૧૦ગા.
પ્રણિધાન નામના આશયનું સ્વરૂપ જણાવાય છેप्रणिधानं क्रियानिष्ठमधोवृत्तिकृपानुगम् । परोपकारसारं च चित्तं पापविवर्जितम् ॥१०-११॥
અધિકૃત ક્રિયામાં રહેલા, પોતાની અપેક્ષાએ હીન ગુણવાળાઓમાં કૃપાથી યુક્ત; પરોપકારની પ્રધાનતાવાળા અને પાપથી રહિત એવા ચિત્તને પ્રણિધાન કહેવાય છે.”આશય એ છે કે રાગાદિ મલના અપગમથી પુષ્ટિ અને શુદ્ધિવાળું જે ચિત્ત છે તસ્વરૂપ જ ધર્મ છે. એ ચિત્ત આત્માના અધ્યવસાય સ્વરૂપ છે. બાહ્ય ધર્મક્રિયાઓ તેનું કારણ હોવાથી ઉપચારથી ધર્મ કહેવાય છે. પ્રણિધાનાદિ પાંચ આશયો પણ વાસ્તવિક રીતે આંતર ધર્મના વિશેષણભૂત છે. બાહ્યધર્મક્રિયાઓમાં પણ તે ઉપચારથી વિરક્ષાય છે. અહીં જે ચિત્તને પ્રણિધાનસ્વરૂપે વર્ણવ્યું છે, તે ચિત્તને યાદ રાખ્યા વિના ચાલે એવું નથી. ધર્મને મોક્ષદાયી બનાવવાનું કામ એ ચિત્ત કરે છે.
સામાન્ય રીતે જે કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનું ધાર્યું હોય તેને અધિકૃત ધર્મસ્થાન કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ એ અનુષ્પન કરતી વખતે
Page #25
--------------------------------------------------------------------------
________________
મનથી વિચલિત-નહીં બનવું જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિધિ વગેરે સંબંધી વિચલિતતા અનેક પ્રકારની છે. જે કોઈ પણ અનુષ્ઠાન(પૂજા-સામાયિક વગેરે) કરવાનું હોય તે અંગે દ્રવ્યાદિ નિયત જ હોય છે. પરંતુ જ્યારે સંયોગવશ દ્રવ્યાદિમાં વિષમતા ઊભી થાય ત્યારે ચલાવી લેવાની જે વૃત્તિ છે, તે વિચલિત અવસ્થા છે. “આ નથી તો આ ચાલશે” “આમ નહિ તો આમ... ઈત્યાદિ અધ્યવસાય મનની વિચલિત અવસ્થાને જણાવે છે. આ નથી તો તે મેળવ્યા વિના નહિ જ ચાલે’ ‘આમ કેમ નહિ ? આમ જ કરવાનું છે... ઈત્યાદિ અધ્યવસાય મનની અવિચલિત અવસ્થાને જણાવે છે. કરવા ધારેલા અનુષ્ઠાન પ્રસંગે દ્રવ્યાદિને આશ્રયીને સહેજ પણ ચલાવી લેવાની વૃત્તિનો અભાવ, ચિત્તને ક્વિાનિષ્ઠ બનાવે છે. અનંતજ્ઞાનીઓએ તે તે અનુષ્ઠાન અંગે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિધિ અને ઉદ્દેશ વગેરેને આશ્રયીને મર્યાદા દર્શાવેલી છે. તે મર્યાદાથી વિચલિત ના થવું અને અવિચલિત સ્વભાવવાળા બનવું-તે પ્રણિધાન છે.
આપણે જે ધર્મ કરતા હોઈએ અને જે રીતે કરતા હોઈએ તેની અપેક્ષાએ જેઓ હીનધર્મવાળા હોય તેમને વિશે કૃપા(કરુણા)વાળું ચિત્ત હોવું જોઈએ. પરંતુ તેઓ હિનગુણવાળા હોવાથી તેમની પ્રત્યે દ્વેષ ના આવવો જોઈએ.
અમે કેવો ધર્મ કરીએ છીએ ? કેવી રીતે કરીએ છીએ ? ધારીએ તો શું ન થાય ? કશું જ અશક્ય નથી.” ઈત્યાદિ
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રકારે હિનગુણવાળા પ્રત્યે ચિત્તમાં દ્વેષ ન ધરવો : એ પ્રણિધાન છે. આમ પણ પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષ કરવાનો ન હોવાથી હનગુણવાળા પ્રત્યે પણ દ્વેષ કરવાનો નથી. આવા પ્રસ કર્મપરિણતિની વિષમતાનો વિચાર કરી કૃપાન્વિત બનવું જોઈએ. આપણી પાસેનાં ઘર, દુકાન વગેરે ભોગાદિ સાધનોની અપેક્ષાએ એવા હીન ભોગાદિ સાધનોવાળા પ્રત્યે આપણને કાંઈ દ્વેષ આવતો નથી. તેથી હીનગુણવાળા પ્રત્યે ખરી રીતે તો ઠેષ કરવાનું કોઈ જ કારણ નથી.
ઉપર જણાવ્યા મુજબ ક્રિયાનિષ્ઠ અને અધોવૃત્તિકૃપાનુગ ચિત્ત પરોપકારપ્રધાન હોવું જોઈએ. સામાન્ય રીતે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ કરાતું કોઈ પણ અનુષ્ઠાન સ્વ-પર ઉપકારનું કારણ બનતું હોય છે. પરંતુ શક્તિ હોય તો તે મુજબ બીજાનું કામ કરી આપવાની વૃત્તિ રાખવી જોઈએ. જે કામ આપણે અનાયાસે કરી શક્તા હોઈએ ત્યારે કોઈ વાર તે કામ બીજાથી શતપ્રયત્ન પણ થઈ શકતું ના હોય તેથી તે કામ કરવાથી સ્વ-પરને વિશેષ લાભ થતો હોય છે. આમાંથી જ ધર્મસિદ્ધિના બીજા લિસ્વરૂપે દાક્ષિણ્ય પ્રાપ્ત થતું હોય છે.
પ્રણિધાનયુક્ત ચિત્ત પાપથી રહિત હોય છે. જે કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનું ધાર્યું હોય તે અનુષ્ઠાન કરતી વખતે સાવદ્ય(પાપ)નો પરિહાર કરવા વડે નિરવદ્યસ્વરૂપે કરવું જોઈએ. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ જો અનુષ્ઠાન કરાય તો તે સહજપણે જ નિરવદ્ય
Page #27
--------------------------------------------------------------------------
________________
બની રહે છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં સઘળાં ચ અનુષ્ઠાનો નિરવદ્ય છે. શ્રી વીતરાગપરમાત્મા ક્યારે પણ સાવદ્ય અનુષ્ઠાનનો ઉપદેશ આપે નહિ. સાવદ્ય અનુષ્ઠાનનો ઉપદેશ આપનારા; શ્રી વીતરાગપરમાત્મા જ નહિ, તેઓશ્રીના અનુયાયી પણ હોતા નથી. પ્રણિધાનના અભાવે નિરવદ્ય અનુષ્ઠાન પણ સાવદ્ય બનતું હોય છે. ગ્રંથકાર પરમર્ષિ મહામહોપાધ્યાયજી મહારાજાએ શ્રી ષોડશક પ્રકરણની ટીકામાં ‘નિવદ્યવસ્તુવિષયક્’-આ પદથી સૂચિત અર્થને ફરમાવતાં જણાવ્યું છે કે-અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિ માટે દરરોજ જે કરવું જોઈએ તે નિરવદ્ય વસ્તુનું જે ધ્યાન (સતત ઉપયોગ) છે-તેને પ્રણિધાન કહેવાય છે. સૂક્ષ્મ રીતે એ વાત સમજી લેવી જોઈએ. આપણે જ્યારે પણ કોઈ અનુષ્ઠાન કરવાનો નિર્ણય કરીએ ત્યારે તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બને એવી ભાવના સહેજે હોયએ સમજી શકાય છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આરંભેલું ધર્માનુષ્ઠાન સતત ચાલુ રાખવાનું લક્ષ્ય હોવું જોઈએ. અન્યથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ ધર્માનુષ્ઠાન મોક્ષનું કારણ ન બને તો માનવું પડે કે એ ધર્માનુષ્ઠાન પૂર્ણ-સિદ્ધ થયું નથી. તેની સિદ્ધિ થાય એ માટે દરરોજ સિદ્ધિને અનુકૂળ જે કરવાનું જરૂરી છે, તેનો ખ્યાલ મુમુક્ષુએ રાખવો જોઈએ-આ પ્રણિધાન છે.
||૧૦-૧૧||
***
૨૪
FCHE
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ નામના બીજા આશયનું નિરૂપણ કરાય છેप्रवृत्तिः प्रकृतस्थाने यत्नातिशयसम्भवा । अन्याभिलाषरहिता चेतः परिणतिः स्थिरा ॥१०-१२ ॥
“અધિકૃત(કરવા માટે નિશ્ચિત કરેલા) ધર્મના વિષયમાં પ્રયત્નાતિશયથી થયેલી એ ધર્મસ્થાનને છોડીને બીજા કોઈની પણ ઈચ્છાથી રહિત એવી સ્થિર ચિત્તની જે પરિણતિ છે; તેને પ્રવૃત્તિ કહેવાય છે.’’-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રણિધાનપૂર્વક જે અનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું હોય તે અનુષ્ઠાનના અવસરે, પહેલાં કરેલા પ્રયત્ન કરતાં અધિક પ્રયત્નથી જે અનુષ્ઠાન કરાય છે, તે પ્રવૃત્તિ નામના આશયપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે. કેટલીક વાર ધર્મ કરવાનું નક્કી કર્યા પછી કરતી વખતે પરિણામ પડી જતા હોય છે. આવા વખતે અનુષ્ઠાન કરવા માટે ઉત્કટ પ્રયત્ન કરવો પડતો હોય છે. પોતાને પ્રામ થયેલી શક્તિનો પૂરતો ઉપયોગ કરવો પડે છે. આ રીતે યત્નાતિશયથી અધિકૃત ધર્મને કરવાના આશયવિશેષને પ્રવૃત્તિ નામનો આશય કહેવાય છે.
આ આશય દરમ્યાન અધિકૃત ધર્મકાર્યને છોડીને બીજું કોઈ પણ કાર્ય કરવાની અભિલાષા હોતી નથી. આરબ્ધ કાર્ય કરવાના પ્રસંગે બીજા કોઈ પણ કાર્યને કરવાની ઈચ્છા થાય તો અધિકૃત કાર્ય સિદ્ધ ન થાય : એ સમજી શકાય છે. પ્રવૃત્તિ નામના આશય દરમ્યાન એવું બનતું
LHHHHHHHH 34 FHHHHHHHI
396 ૨૫
36
Page #29
--------------------------------------------------------------------------
________________
નથી. “યોગવિંશિકા'ની ટીકામાં ગ્રંથકારશ્રીએ આ આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે પ્રવૃત્તિમાં દિયા જલદીથી સમાપ્ત કરવાનો આશય હોતો નથી. અધિકૃત ધર્મસ્થાનને છોડીને અન્ય કાર્ય કરવાનો અહીં અભિલાષ હોતો નથી. તેથી અધિકૃત દિયા જલદી પૂર્ણ કરવાની ઈચ્છા ન હોય એ
સ્પષ્ટ જ છે. બંન્નેનું તાત્પર્ય એક જ છે. જે અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું છે; તે વિધિપૂર્વક કરવાથી અવશ્ય ફળને આપનારું બને છે. એવો પરમવિશ્વાસ હોવાથી, ફળ પ્રત્યે એવી કોઈ ઉત્સુકતા ન હોવાથી આરબ્ધ ક્રિયા ઝટ પૂરી કરવાની ઈચ્છાનો અહીં અભાવ હોય છે.
આવી રીતે સુક્ય ન હોવાથી અને અન્યાભિલાષા પણ ન હોવાથી અધિકૃત ધર્મના વિષયમાં મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક ચિત્તની સ્થિર પરિણતિવાળો પ્રવૃત્તિ નામનો આશય પ્રાપ્ત છે. લોકપ્રસિદ્ધ દરરોજની તે તે ક્રિયાઓમાં આ પ્રવૃત્તિ નામનો આશય સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ ધાર્મિક ક્લિાઓમાં તે ભાગ્યે જ જોવા મળે. અનાદિકાળના કુસંસ્કારો આત્માના શુદ્ધ સ્વરૂપને એવી રીતે રોકીને બેઠા છે કે જેથી એમ જ લાગ્યા કરે કે અશુદ્ધ સ્વરૂપ જ આપણું સ્વરૂપ છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે જે કોઈ ધર્મ કરવાનો નિર્ણય કર્યો હોય તેને વિશુદ્ધ રીતે કર્યા વિના ચાલે એવું નથી. માત્ર ધર્મ કરવાથી એ સ્થિતિમાં કોઈ પણ રીતે પરિવર્તન શક્ય નથી. પ્રણિધાન અને પ્રવૃત્તિ આશયથી અધિકૃત ધર્મ વિશુદ્ધ
Page #30
--------------------------------------------------------------------------
________________
બને છે. સ્વવિષયમાં(અધિકૃત ધર્મના ઉપાયમાં) જે ઉત્કટ પ્રયત્ન છે; તેને લઈને અધિકૃત ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. શ્રી ષોડષક પ્રકરણમાં જૈવ તુ પ્રવૃત્તિ: શુક્ષ્મસારોપાવતાતાત્ત્વન્તર્... ઈત્યાદિ રીતે પ્રવૃત્તિસ્વરૂપ આશયનું વર્ણન કર્યું છે. તેનો આશય એ છે કે અધિકૃત ધર્મના વિષયમાં સુંદર સારભૂત ઉપાયથી અત્યંત સસ્કૃત જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિસ્વરૂપ આશયપૂર્વકની છે. અધિકૃત ધર્મના ઉપાયો સુંદર હોવા જોઈએ અને નિપુણતાથી યુક્ત હોવા જોઈએ. અધિકૃત ધર્મ કરતી વખતે જે પ્રવૃત્તિ કરીએ છીએ; તે જોતાંની સાથે તેમાં સચવાતી વિધિ-જયણા વગેરે કારણે જોનારને એમ લાગે કે સરસ છે અને કરનાર હોશિયાર છે. આવી પ્રવૃત્તિને શુભ સારોપાયથી સદ્ગત કહેવાય છે. વિવક્ષિત ધર્માનુષ્ઠાનમાં અતિશય પ્રયત્ન કરવાથી પ્રવૃત્તિ શુભ અને સારભૂત ઉપાયથી સદ્ગત બને છે. આથી સમજી શકાશે કે ત્યાં જ-અધિકૃત ધર્મસ્થાનમાં; યત્નાતિશયથી જન્ય પ્રવૃત્તિ પ્રવૃત્તિસ્વરૂપ આશયની જનની (કારણ) છે... અહીં જિજ્ઞાસુ જનોએ યોગવિશિકા એક પરિશીલન અને શ્રી ષોડશક એક પરિશીલનમાં જણાવેલી વાતનું સ્મરણ કરી સમજવા પ્રયત્ન કરવો, જેથી અહીંના ગ્રંથના આશયને સમજવાનું થોડું સરળ બનશે.૧૦-૧૨
❀❀❀
હવે ‘વિઘ્નજય’ સ્વરૂપ આશયનું વર્ણન કરાય છે.
-
CHHHHH csese ૨૭ મ
Page #31
--------------------------------------------------------------------------
________________
बाह्यान्ताधिमिथ्यात्वजयव्यङ्ग्याशयात्मकः । . कण्टकज्वरमोहानां जयैर्विघ्नजयः समः ॥१०-१३॥
“કાંટા, તાવ અને મોહના જયની જેમ; બાહ્યવ્યાધિ, અંતર્થાધિ અને મિથ્યાત્વ ઉપર વિજય-આ ત્રણ પ્રકારના જયથી જણાતો આશય સ્વરૂપ વિનજય છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બાહ્યવ્યાધિ સ્વરૂપ શીત અને ઉષ્ણ વગેરે પરીષહો છે. અંતર્થાધિ સ્વરૂપ તાવ વગેરે રોગાદિ પરીષહ છે. ભગવાનના વચન પ્રત્યે અશ્રદ્ધા સ્વરૂપ મિથ્યાત્વ છે. શીતોષ્ણાદિ પરીષહ, રોગાદિ પરીષહ અને મિથ્યાત્વ : આ ત્રણના કારણે અધિકૃત ધર્મની આરાધનામાં જે વિકલતા આવે છે, તેનું નિરાકરણ કરવું–તેને બાહ્યવ્યાધિ વગેરે ત્રણનો જય કહેવાય છે. આ જયથી અભિવ્યક્ત થતો આત્માનો જે આશયવિશેષ છે તેને વિધ્વજયસ્વરૂપ આશય કહેવાય છે, જે કમે કરી કંટકજય, જવરજય અને મોહજય સમાન ત્રણ પ્રકારનો છે. આ રીતે વર્ણન કરવાથી શ્લોક નં. ૧૦માં ‘વિધ્વજય ત્રણ પ્રકારનો છે. આ પ્રમાણે જણાવ્યું હતું તે સ્પષ્ટ કર્યું. શીતોષ્ણાદિ બાહ્ય પરીષહજય હીનવિધ્વજય સ્વરૂપ છે, રોગાદિપરીષહજય મધ્યમવિનજય સ્વરૂપ છે અને મિથ્યાત્વજય ઉત્કૃષ્ટ વિધ્વજય
સ્વરૂપ છે. આમ તો વિધ્વજય એક પ્રકારનો છે. પરંતુ વિનજયના પ્રતિયોગી વિપ્ન હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપે ત્રણ પ્રકારના છે તેથી તેની વિવક્ષાએ વિઘ્નજય ત્રણ પ્રકારનો જણાવ્યો છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ માણસ કોઈ એક ઈષ્ટ સ્થાને પહોંચવાની ઈચ્છાથી પ્રયાણની શરૂઆત કરે અને કાંટાવાળા માર્ગે જવાનું થાય ત્યારે તે કાંટાના વિઘ્ને તે માણસને માર્ગે સારી રીતે જવામાં વ્યાઘાત થવાથી કાંટાનું વિઘ્ન વિશિષ્ટગમન(સરળ રીતે જવા)માં અંતરાય સ્વરૂપ બને છે. કાંટાથી રહિત માર્ગ હોય તો ચાલનારને તે માર્ગમાં કોઈ પણ જાતની આકુળતા વિના જવાની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના કંટકવિઘ્નના જય જેવો પ્રથમ વિઘ્નજય(હીનવિધ્નજય) છે.
વિવક્ષિત સ્થાને પહોંચવાની ભાવનાપૂર્વક માર્ગમાં પ્રયાણ કરનારનું શરીર તાવ વગેરેની વેદનાથી ગ્રસ્ત હોય તો; નિરાકુલપણે જવાની ઈચ્છા હોવા છતાં તેના પગ ખૂબ જ વિહ્વળતાપૂર્વક પડતા હોવાથી નિરાકુલપણે તે ગમન કરી શકતો નથી. કાંટાના વિઘ્ન કરતાં પણ જ્વર (રોગાદિ)વિઘ્ન મોટું છે. તેના જયથી માર્ગમાં નિરાકુલ પ્રવૃત્તિ થાય છે. આ રીતે જ્વર(રોગાદિ)વિઘ્નના જય સમાન બીજો મધ્યમ વિઘ્નજય છે.
વિવક્ષિત સ્થાને પહોંચવા માટે પ્રસ્થિત આત્માને દિશાભ્રમજેવું મોહવિઘ્ન છે. તેના જયથી આત્માને તે તે સ્થાને નિરાકુલતાપૂર્વક પહોંચવાનું શક્ય બને છે. પરંતુ મોહાદિ(ત્રીજા પ્રકારના વિઘ્ન)થી પરાભવ પામેલા આત્માને CICH
૨૯
CHHI
Page #33
--------------------------------------------------------------------------
________________
તેના આસપાસના માર્ગગામીઓ ‘જાવ જાવ ! આ જ રસ્તો છે...' ઈત્યાદિ વચનોથી, જવા માટે પ્રેરણા કરતા હોય તોપણ જવા માટે ઉત્સાહ વધતો નથી અને તેઓ ત્યાં જ ઊભા રહી જાય છે. દિલ્મોહના જય જેવા આ ત્રીજા ઉત્કૃષ્ટ વિઘ્નજચથી નિસર્ગથી જ માર્ગગમનની પ્રવૃત્તિ થાય છે. મિથ્યાત્વાદિ વિઘ્નો દિમોહજેવાં છે. તેનો વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ આવશ્યક છે. તે તે પ્રકારની માર્ગગમનની પ્રવૃત્તિ સ્વરૂપ ફળને જોઈને તેની પૂર્વે રહેલા વિઘ્નજયનું અનુમાન કરીને જ તે તે વિજયનો નિર્ણય કરી શકાય છે.
સામાન્ય રીતે દરેક કાર્યમાં વિઘ્નો તો આવતાં જ હોય છે. એ વિઘ્નોથી ગભરાઈને જો કાર્ય પડતું મૂકી દેવામાં આવે તો દુનિયામાં કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય ક્યારે પણ કરી જ નહિ શકે. એ વિઘ્નોને જીતીને બધાં જ કાર્ય કરવાનું સત્ત્વ મેળવી લેવાય તો તે બધાં કાર્યો પૂર્ણ કરી શકાય. મોક્ષમાર્ગની સાધના દરમ્યાન પણ પ્રાયઃ ઉપર જણાવ્યા મુજબ શીતોષ્ણાદિ બાહ્ય; રોગાદિ અત્યંતર અને મિથ્યાત્વ વગેરે અનેક જાતિનાં વિઘ્નો આવતાં જ હોય છે. આવા વખતે મુમુક્ષુ આત્માઓ શરીરની ચિંતા છોડી માત્ર ઈષ્ટસિદ્ધિનું જ લક્ષ્ય રાખે અને ગુરુપારતંત્ર્ય કેળવી લે તો હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્નોને જીતવાનું અદ્ભુત સામર્થ્ય તેઓ પ્રાપ્ત કરી શકશે. દુનિયાનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં વિઘ્નજય કરવાનું અનિવાર્ય ન હોય. CHHHHHHHH 30HHHHHHHHI 33
૩૦
Page #34
--------------------------------------------------------------------------
________________
ગમે તે કારણે ધર્મક્ષેત્રમાં આજે વિધ્વજય અંગે ઘણી જ ઉપેક્ષા સેવાય છે. વિધ્વજયસ્વરૂપ આશયને પ્રાપ્ત કરવા માટે પણ ઉપર જણાવેલાં ત્રણ વિદ્ગમાંથી કોઈ વિઘ્ન નડે છે-એમ માન્યા વિના ચાલે એવું નથી. ગમે તે રીતે અનવસ્થાને અટકાવી ઉપર જણાવ્યા મુજબ સર્વ મેળવી અને ગુરુપાતંત્ર્ય કેળવી વિશ્નોનો જય મેળવવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. ૧૦-૧૩
ચોથા સિદ્ધિસ્વરૂપ આશયનું નિરૂપણ કરાય છેसिद्धिस्तात्त्विकधर्माप्तिः, साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ॥१०-१४॥
“સાક્ષા અનુભવ સ્વરૂપ તેમ જ હીન, મધ્યમ અને અધિક(ઉત્કૃષ્ટ)માં અનુક્રમે કૃપા, ઉપકાર અને વિનયગુણથી યુક્ત એવી તાત્વિક ધર્મની જે પ્રામિ છે તેને સિદ્ધિ કહેવાય છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિને સિદ્ધિ કહેવાય છે. અભ્યાસથી(પુનઃ પુનઃ આસેવનથી) શુદ્ધ બનેલા ધર્મને તાત્ત્વિકધર્મ કહેવાય છે. અભ્યાસદશાપન્ન ધર્મને તાત્વિક માનતા નથી. આ તાત્વિક ધર્મની પ્રાપ્તિ ઉપલબ્ધિસ્વરૂપ છે. ઉપલબ્ધિ સાક્ષાત્કારસ્વરૂપ છે.
અધિકૃત અહિંસાદિ સ્વરૂપ તાત્વિક ધર્મની ઉપલબ્ધિ ઉપચારથી રહિતપણે અનુભવાત્મકરૂપે હોય તો તે સિદ્ધિ
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ બને છે. પ્રણિધાનાદિ ત્રણ આશયની પ્રાપ્તિ પછી આ ચોથા આશયને પામવાનું સરળ છે. આત્મા એ ધર્મની સારી રીતે અનુભૂતિ(સંવેદન) કરે છે; જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકરૂપ અવસ્થામાં પરિણત હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર : આ ત્રિતયાત્મક ધર્મ છે. જ્ઞાનાદિના ક્ષયોપશમભાવાદિ સ્વરૂપ એ ધર્મ આત્મપરિણતિસ્વરૂપ છે. એનું ઉપચારરહિત જે આત્માને સંવેદન થાય છે, તસ્વરૂપ સિદ્ધિ નામનો આશય છે.
આ આશય દરમ્યાન મુમુક્ષુ આત્માઓને પોતાની અપેક્ષાએ હિનગુણવાળા પ્રત્યે કૃપા હોય છે. મધ્યમ (લગભગ પોતાના જેવા) ગુણવાળા પ્રત્યે ઉપકાર કરવાની અર્થાત્ પોતાને મળેલા ધર્મને પ્રાપ્ત કરાવવાની ભાવના હોય છે અને પોતાની અપેક્ષાએ જેઓ ગુણથી અધિક છે તેમની પ્રત્યેના વિનયાદિથી યુક્ત આ સિદ્ધિ હોય છે. યોગવિશિકાની ટીકામાં મહામહોપાધ્યાયજી મહારાજાએ આ આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે અધિક ગુણવાળા પૂ. ગુરુદેવાદિની પ્રત્યેના વિનય, બહુમાન અને વૈયાવૃત્ય ઈત્યાદિથી યુક્ત, હિનગુણવાળા પ્રત્યેના દાન, દયા, તેમના દુઃખને દૂર કરવાની ભાવના... ઈત્યાદિથી યુક્ત અને મધ્યમ ગુણવાળા પ્રત્યેના ઉપકારથી યુક્ત એવી અધિકૃત ધર્મસ્થાન
સ્વરૂપ અહિંસાદિ ધર્મની અતિચારરહિત જે પ્રામિ છે તેને સિદ્ધિ કહેવાય છે. અર્થ-કામની સિદ્ધિ વખતે અધિક ગુણવાળા વગેરેની પ્રત્યે જેમ વિનય, બહુમાન વગેરે પ્રતીત
Page #36
--------------------------------------------------------------------------
________________
થાય છે તેમ અધિકૃત ધર્મની સિદ્ધિ વખતે પણ ઉપર જણાવ્યા મુજબ વિનય, બહુમાન વગેરે ગુણો હોવા જોઈએ. અન્યથા સિદ્ધિ તાત્વિક નહીં બને. ૧૦-૧૪
હવે વિનિયોગસ્વરૂપ પાંચમા આશયનું નિરૂપણ કરાય
છે
अन्यस्य योजनं धर्मे, विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसम्पत्त्या, तदवन्ध्य फलं मतम् ॥१०-१५॥
“બીજાને ધર્મમાં જોડવા : તેને વિનિયોગ કહેવાય છે. તે સિદ્ધિના ઉત્તરકાળમાં થનારું કાર્ય છે. વિચ્છેદ ન થવાથી તે અવધ્યફળવાળું મનાય છે.”-આ પ્રમાણે પંદરમાં શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, પોતાને જે અહિંસાદિ ધર્મની સિદ્ધિ થઈ છે, તે ધર્મમાં બીજાને જોડવા અર્થાત્ તે ધર્મ બીજાને પ્રાપ્ત થાય તેમ કરવું, તેને વિનિયોગ સ્વરૂપ આશય કહેવાય છે.
અધિકૃત-ધર્મની સિદ્ધિ પ્રાપ્ત થયા પછી આ વિનિયોગ કરવાનો છે. વિનિયોગથી ઉત્તર ઉત્તર ક્ષણમાં અધિકૃત ધર્મની જન્માન્તરમાં પણ પ્રાપ્તિ થતી હોવાથી તે ધર્મનો વિચ્છેદ થતો નથી. પરંતુ ઉત્તરોત્તર તેનો સંબંધ ચાલુ હોવાથી તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે અનુષ્ઠાન આ વિનિયોગ નામના આશયથી યુક્ત હોય છે, તે અનુષ્ઠાન સ્વપરના ઉપકારની બુદ્ધિસ્વરૂપે અનેક જન્મોમાં પ્રગટ
Page #37
--------------------------------------------------------------------------
________________
થાય છે. તેથી તેનાથી પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિના ઉત્તરકાળમાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિની જેમ બીજાને પણ તે પ્રાસ કરાવવા માટે વિનિયોગ નામનો આશય ઉપયોગી બને છે. સ્વ અને પર આત્મા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ(અધ્યવસાય) સ્વરૂપ આ વિનિયોગ ભવિષ્યમાં અનેક જન્માંતરમાં સતત ઉદ્બોધ પામે છે. તેથી પરમ પ્રકૃષ્ટ ધર્મસ્થાનની(ક્ષાયિકભાવે તે તે ધર્મની) સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં વિનિયોગસ્વરૂપ આશય હેતુ બને છે.
ગ્રંથકાર પરમર્ષિએ ‘યોગવિશિકા’ની ટીકામાં ખૂબ જ સ્પષ્ટપણે ‘વિનિયોગ'નું સ્વરૂપ સમજાવતી વખતે જણાવ્યું છે કે-પોતાને પ્રાપ્ત થયેલા ધર્મને બીજા આત્માઓમાં પણ સંપાદિત કરવો : તે વિનિયોગ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ઉપાય મુજબ આ વિનિયોગ કરાતો હોવાથી અનેક જન્મો સુધી તેની પરંપરા પ્રવર્તે છે. તેથી અનુક્રમે પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થવાથી તે મોક્ષની પ્રત્યે અવધ્ન કારણ બને છે.
૫૧૦-૧૫
❀❀❀ પ્રણિધાનાદિ સામાન્ય રીતે ક્રિયાસ્વરૂપ જણાતા હોવા છતાં તે તેનાથી અભિવ્યગ્ય આશયવિશેષ સ્વરૂપ છે. એ
CHICHCHHCHCHHA 3Y FCILICHICHICHI
3634646 ૩૪
Page #38
--------------------------------------------------------------------------
________________
આશયરહિત ક્રિયા અનર્થકારિણી છે : તે જણાવાય છે
एतैराशययोगैस्तु, विना धर्माय न क्रिया । प्रत्युत प्रत्यपायाय, लोभक्रोधक्रिया यथा ।। १०-१६॥ “આ પ્રણિધાનાદિ પાંચ આશય વિના બાહ્યકાયવ્યાપારસ્વરૂપ ક્રિયા ધર્મ માટે થતી નથી પરંતુ લોભ અને ક્રોધની ક્રિયાની જેમ અપાય માટે થાય છે.’’–આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ચરમાવર્ત્તકાળમાં જ યોગની પ્રાપ્તિ શક્ય છે. અન્ય અચરમાવર્ત્તકાળમાં એ શક્ય નથી. આમ જણાવીને તેનું જે કારણ છે તે જણાવતાં ફરમાવ્યું હતું કે અચરમાવર્તુકાળમાં જે ક્રિયાઓ થાય છે તે બધી પ્રણિધાનાદિ આશયથી રહિત હોવાથી દ્રવ્યક્રિયા(તુચ્છ ક્રિયા) સ્વરૂપ છે. તેનું કારણ આ શ્લોકથી જણાવાયું છે કે પ્રણિધાનાદિ આશયનો જેમાં સંબંધ નથી એવી ક્રિયા બાહ્ય શરીરની ક્રિયા સ્વરૂપ છે. આત્માના વિશુદ્ધ પરિણામથી રહિત એ ક્રિયા છે.
એવી ક્રિયાથી ધર્મની પ્રાપ્તિ તો થતી નથી પરંતુ તેનાથી પ્રત્યપાય થાય છે. ઈચ્છાના વિષયથી વિરુદ્ધ (તેના પ્રતિરોધક) એવા વિઘ્નને પ્રત્યપાય કહેવાય છે. ભવિષ્યકાળમાં જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે વિષયના પ્રતિપક્ષસ્વરૂપ વિઘ્નને પ્રત્યપાય કહેવાય છે. ધર્મક્રિયા પુષ્ટિ અને શુદ્ધિ માટે કરાય છે. પ્રણિધાનાદિ આશય વિના 69696969696૭૫ 333333
Page #39
--------------------------------------------------------------------------
________________
કરાતી ધર્મક્રિયા પુષ્ટિ અને શુદ્ધિનું કારણ બનતી નથી. પરંતુ ધર્મની લઘુતા કરવાના કારણે પાપબંધ થાય છે. જેમ લોભના કારણે કરાતી ખોટાં માન-માપાં કરવાદિની લોભક્રિયા તેમ જ ક્રોધના સંગ્રામ-યુદ્ધ વગેરેની ક્રોધક્રિયાથી કોઈ લાભ તો નથી પરંતુ પ્રત્યપાય(કર્મબંધાદિ સ્વરૂપ) ઘણો થાય છે. તેમ પ્રણિધાનાદિ આશયના યોગ વિનાની ક્રિયાથી ધર્મ તો થતો નથી પરંતુ પ્રત્યપાય ઘણો જ થાય છે.
આ વાતને જણાવતાં યોગબિંદુમાં ફરમાવ્યું છે કેતાત્ત્વિક રીતે; અનાભોગના કારણે કરાતી ધર્મક્રિયા અને લોકપક્તિથી ધર્મની લઘુતાને કરનારી કરાતી ધર્મક્રિયા : બંન્નેમાંથી એક પણ ધર્મક્રિયા ઉપાદેય મનાતી નથી. કારણ કે એ બંન્ને ક્રિયાઓમાં પ્રવૃત્તિ, વિઘ્નજય વગેરે આશયનો અભાવ છે. જેમ લોભક્રિયા અન ક્રોધક્રિયા લાભનું કારણ બનતી નથી. પરંતુ પ્રત્યપાયનું કારણ બને છે તેમ ધર્મક્રિયા પણ અજ્ઞાન અને ધર્મની હાનિ કરવાના કારણે સંમત બનતી નથી પરંતુ પ્રત્યપાય માટે થાય છે. ।।૧૦-૧૬॥ ❀❀❀
પ્રણિધાનાદિ આશયરહિત ક્રિયા ધર્મ માટે થતી નથી. તેથી જે સિદ્ધ થાય છે; તે જણાવાય છે
तस्मादचरमावर्त्तेष्वयोगो योगवर्त्मनः ।
योग्यत्वेऽपि तृणादीनां घृतत्वादेस्तदा यथा ॥१०-१७॥ CHHHHHHHH 33 FHHHHHHHI
૩૬૩
Page #40
--------------------------------------------------------------------------
________________
“પ્રણિધાનાદિ આશયનો અભાવ હોવાથી અચરમાવર્તકાળમાં યોગમાર્ગના યોગનો(સંબંધનો) અભાવ હોય છે. તે વખતે યોગમાર્ગની સ્વરૂપયોગ્યતા હોવા છતાં તૃણાદિમાં ઘીના પરિણામના અભાવની જેમ અચરમાવર્ત કાળમાં યોગમાર્ગનો અયોગ હોય છે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં પ્રણિધાનાદિ આશયનો અભાવ હોવાથી યોગમાર્ગની પ્રાપ્તિનો સંભવ નથી. જે કાળમાં ઘાસ વગેરે હોય છે; તે કાળમાં તૃણાદિ(ઘાસ વગેરે) પરિણામમાં ઘી વગેરે પરિણામ સ્વરૂપ થવાની યોગ્યતા(સ્વરૂપયોગ્યતા) હોવા છતાં તૃણાદિ-પરિણામના કાળમાં જેમ વૃતાદિ(ઘી વગેરે) પરિણામ થતો નથી. તેમ અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં યોગમાર્ગની પ્રાપ્તિની કોઈ જ સંભાવના હોતી નથી. અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં કાલાદિ સહકારીકારણની યોગ્યતાનો અભાવ છે. તેથી જ સહકારીકારણની યોગ્યતાના અભાવવાળા કાળમાં જે કાર્યનો અભાવ થાય છે, તે યોગ્યતાના અભાવને લઈને જ છે : તે સિદ્ધ કરવાના અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ “યોગબિંદુમાં (શ્લોક નં. ૯૩-૯૪) જણાવ્યું છે કે- લોપંક્તિ માટે
Page #41
--------------------------------------------------------------------------
________________
કરાતી ધર્મક્રિયા અધર્મસ્વરૂપ હોવાથી અચરમાવર્તકાળમાં અધ્યાત્મસ્વરૂપ યોગ પ્રાપ્ત થતો નથી. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિવાળા વનસ્પતિકાયના જીવને અનંતાનંત વનસ્પતિના જન્મોમાં જેમ દેવસંબંધી સુખ પ્રાપ્ત થતું નથી તેમ અચરમાવર્તકાળમાં અધ્યાત્મ પ્રાપ્ત થતું નથી. દેવસંબંધી સુખોની પ્રાપ્તિનાં કારણ અણુવ્રતો અને મહાવ્રતો વગેરે છે. તેની પ્રાપ્તિ વનસ્પતિકાયના અનંતાનંત જન્મોમાં ક્યારે પણ થતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વનસ્પતિકાયના તે જીવને દેવસંબંધી સુખનાં કારણોનો જ અભાવ હોવાથી કાર્યભૂત દેવસંબંધી સુખનો અભાવ છે. આમ હોવા છતાં તે જીવમાં તે સુખની યોગ્યતા; કાળને લઈને નથી : તેમ જણાવ્યું છે. આથી સમજી શકાય છે કે સહકારી કારણોની યોગ્યતાના અભાવવાળા કાળમાં કાર્યની અનુત્પત્તિ જીવની અયોગ્યતા(યોગ્યત્વાભાવ)ના કારણે છે. અન્યથા તે તે કારણના અભાવને લઈને કાર્યની પ્રાપ્તિ થઈ ન હોય ત્યારે જીવની અયોગ્યતાદિનું વર્ણન નિરર્થક બની જાય છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ.
તેમ જ યોગબિંદુમાં ઉપર જણાવેલી વાતના અનુસંધાનમાં જણાવ્યું છે કે તેજસ્કાય અને વાયુકાયના, મનુષ્યપણાને પણ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય એવા ભવ્ય જીવોને પણ દેશથી કે સર્વથી ચારિત્રનો સંભવ નથી. તેમ
Page #42
--------------------------------------------------------------------------
________________
અચરમાવર્તકાળમાં યોગનો સંભવ નથી. તેઉકાય અને વાઉકાયના જીવો મરીને મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા નથી તેથી તેમને ચારિત્રની પ્રાપ્તિ ન થાય. પરંતુ આમ છતાં ચારિત્રની પ્રાપ્તિ માટે તેઓ અયોગ્ય છે : એમ જણાવ્યું છે; તે ઉપર જણાવેલી વાતના સમર્થનને સૂચવે છે.
| |૧૦-૧ળી
યોગની(યોગમાર્ગની) પ્રાપ્તિ માટે અચરમાવર્તકાળ અયોગ્ય છે-એ જણાવીને હવે યોગ્ય કાળને જણાવાય છેनवनीतादिकल्पस्तच्चरमावर्त्त इष्यते । अत्रैव विमलो भावो गोपेन्द्रोऽपि यदभ्यधात् ॥१०-१८॥
“તેથી યોગમાર્ગની પ્રાપ્તિ માટે માખણ, દહીં વગેરે જેવો ચરમાવર્તકાળ મનાય છે. આ કાળમાં જ નિર્મલભાવની પ્રાપ્તિ થાય છે. ગોપેન્દ્ર નામના વિદ્વાને પણ પ્રકારાતરથી તે જણાવ્યું છે.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે, વૃતાદિ પરિણામ માટે માખણ, દહીં કે દૂધ વગેરેનો પરિણામ જેમ કારણ બને છે તેમ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ચરમાવર્તકાળ નવનીત(માખણ) વગેરે જેવો મનાય છે અર્થા યોગની પ્રાપ્તિ માટે શરમાવર્તકાળ કારણ બને છે. આ ચરમાવર્ત કાળમાં જ નિર્મળ એવા ભાવની પ્રાપ્તિ થાય છે. કારણ કે
Page #43
--------------------------------------------------------------------------
________________
આ કાળમાં ભવાર્ભિષ્યનો અભાવ હોય છે. નિસર્ગથી જ આ કાળમાં એવા પ્રકારની ભવની પ્રત્યે આસક્તિ હોતી નથી કે જેથી યોગમાર્ગની પ્રાપ્તિમાં અવરોધ ઊભો થાય.
યોગની પ્રાપ્તિમાં સૌથી મોટો અવરોધ જ ભવાભિધ્વનો છે. ચરમાવર્તકાલવર્તિ જીવોને ભવાભિષ્ય એવો ઉત્કટ કોટિનો હોતો નથી કે જેથી યોગમાર્ગને પ્રાપ્ત કરવાની તેમની યોગ્યતા નાશ પામે અને યોગમાર્ગની પ્રાપ્તિ થાય નહિ. સહકારીકારણસામગ્રી પ્રાપ્ત થાય એટલે ચરમાવર્ણકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિ થઈ જાય છે. આ વાતને પ્રકારતરથી નીચે જણાવ્યા મુજબ ગોપેન્દ્ર પણ જણાવી છે, જે હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૧૦-૧૮
ગોપેન્દ્ર જે જણાવ્યું છે; તે જણાવાય છેअनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि । न पुंसस्तत्त्वमार्गेऽस्मिञ्जिज्ञासापि प्रवर्त्तते ॥१०-१९॥
“સર્વ પ્રકારે જ (કોઈ પણ રીતે) અધિકારની નિવૃત્તિથી રહિત પ્રકૃતિ હોય ત્યારે આ તત્ત્વમાર્ગમાં પુરુષને જિજ્ઞાસા પણ પ્રાપ્ત થતી નથી.'-આ પ્રમાણે ઓગણીસમા
શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રતિલોમશક્તિથી અંતરલીન થયો છે પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકાર જેણીનો એવી પ્રકૃતિ હોતે છતે અર્થાત્ પુરુષનો
Page #44
--------------------------------------------------------------------------
________________
અભિભવ કરવાના સ્વભાવવાળી પ્રકૃતિ હોતે છતે, કોઈ પણ રીતે એ સ્વભાવમાં સહેજ પણ પરિવર્તન થયેલું ન હોવાથી અપુનબંધસ્થાન(અપુનર્બન્ધકદશા)ની પણ પ્રાપ્તિ થયેલી ન હોવાથી; જેનું નિરૂપણ કરાય છે તે આ યોગમાર્ગને વિશે(તત્ત્વમાર્ગને વિશે) પુરુષને જાણવાની ઈચ્છા પણ થતી નથી. તો પછી તે વિષયનો અભ્યાસ ક્યાંથી થાય ?આ પ્રમાણે ટીકાનો યથાશ્રુતાર્થ છે.
કહેવાનો આશય એ છે કે સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ અને પ્રકૃતિ આ મૂળભૂત બે તત્ત્વો છે. પુરુષ ચેતન, અવિકારી, એકાંતે કૂટનિત્ય છે. શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ અને કોઈ પણ કાર્યનો અકર્તા છે. પ્રકૃતિ જડ છે. સાક્ષાદ્દ અને પરંપરાએ તે તે કાર્યને ઉત્પન્ન કરનારી છે. પરિણામીનિત્ય છે. પ્રકૃતિથી મહત્(બુદ્ધિ)તત્ત્વ ઉત્પન્ન (આવિર્ભત) થાય છે. મહત્તત્ત્વથી અહટ્ટાર અને અઠ્ઠારથી અગિયાર ઈદ્રિયો (પાંચ શ્રવણ વગેરે જ્ઞાનેન્દ્રિય, વાર, પાણિ, પાદ, વાયુ અને ઉપસ્થ-આ પાંચ કર્મેન્દ્રિયો અને મન) તેમ જ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ-આ પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રાઓથી અનુક્રમે આકાશ, તેજ, જલ, પૃથ્વી અને વાયુ-આ પાંચ મહાભૂતો આવિર્ભત થાય છે. પુરુષ વગેરે ચાર, અગિયાર ઈન્દ્રિયો, પશ્ચતનાત્રા અને પચમહાભૂતો-આ પચીસ તત્ત્વો સાખ્યાભિમત છે. ઉપર જણાવ્યા મુજબનો સૃષ્ટિકમ છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
તેનાથી તદ્દન વિપરીત ક્રમે પ્રલય છે. જે જેમાંથી આવિર્ભાવ પામે છે તે તેમાં લીન થાય છે. (વિલય પામે છે.) જેથી તે તે સ્વરૂપે તેનું અસ્તિત્વ પ્રતીત થતું નથી. સમગ્ર જગતની સૃષ્ટિ અને પ્રલયનો એકમ છે. આને અનુલોમક્રમ કહેવાય છે. આનાથી વિપરીત ક્રમને પ્રતિલોમ કહેવાય છે. ન્યાયની પરિભાષામાં પ્રતિયોગિતા કે સ્વાભાવવત્ત સંબંધ સ્વરૂપપ્રતિલોમ સામર્થ્ય સમજી શકાય. ઈત્યાદિ તેના જ્ઞાતા પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. અહીં તો શ્લોકાર્થને સમજવા માટે ઉપયોગી અંશ જ વર્ણવ્યો છે. I૧૦-૧૯ો
ઉપર જણાવેલી વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરાય છેसाधिकारप्रकृतिमत्यावर्ते हि नियोगतः । पथ्येच्छेव न जिज्ञासा क्षेत्ररोगोदये भवेत् ॥१०-२०॥
પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકારવાળી પ્રકૃતિ જેમાં છે એવા કાળમાં (અર્થાત્ એવા કાળમાં વર્તતી પ્રકૃતિના કારણે નિશ્ચય કરી, કોઢરોગાદિ હોતે જીતે પથ્ય-સંબંધીની ઈચ્છાની જેમ જાણવાની (તસ્વમાર્ગને જાણવાની) ઈચ્છા થતી નથી.”- આ પ્રમાણે વિસમાં શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે અવાંતર રોગોના આધારભૂત કોઢરોગાદિ સ્વરૂપ ક્ષેત્રરોગનો જ્યારે આવિર્ભાવ
Page #46
--------------------------------------------------------------------------
________________
થાય છે ત્યારે રોગીને પથ્ય વાપરવાની ઈચ્છા થતી નથી. તેમ ઉપર જણાવ્યા મુજબ સાધિકાર પ્રકૃતિ હોય ત્યારે તે કાળમાં આત્માને તત્ત્વમાર્ગ જાણવાની ઈચ્છા(જિજ્ઞાસા) થતી નથી.
સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષાદિ તત્ત્વના પરિજ્ઞાન માટે ખરી રીતે તો તે દર્શનનો અભ્યાસ યોગ્ય રીતે કરી લેવો જોઈએ. ત્યાં સુધી કર્મરહિત આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, તેના જેવું પુરુષતત્ત્વ છે. આઠ કર્મપ્રકૃતિઓનું જે સ્વરૂપ છે, તેના જેવું પ્રકૃતિતત્ત્વ છે અને ક્ષયોપશમભાવનું જે મન છે તેના જેવું બુદ્ધિતત્ત્વ છે.-એ સમજીને ઉપર જણાવેલી વાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આત્મા કે મન જ્યારે પણ ખૂબ જ ઉત્કટ કોટિનું સત્ત્વ કેળવી લે છે ત્યારે કર્મનું જોર ચાલતું નથી. પરંતુ જ્યારે આપણો આત્મા અને મન સાવ જ શિથિલ બને છે ત્યારે કર્મ નહીં-જેવું હોય તોય તેનું જોર વધી જાય છે. એનો અનુભવ તો આપણને સૌને છે. કોઈ પણ જાતનું કર્મ જ્યારે આત્માદિને દબાવીને પરવશ બનાવે છે ત્યારે કર્મથી આત્મા અભિભૂત બને છે. આથી તદ્દન વિપરીત રીતે આત્માદિ બળવાન બની કર્મને પરવશ ન બને તો કર્મ અભિભૂત બને છે. સત્ત્વશાળી પુણ્યાત્માઓના જીવનમાં એવું આપણને જોવા મળતું હોય છે. શ્રી તીર્થંકરપરમાત્મા અને તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરનારા esese ૪૩ :
Page #47
--------------------------------------------------------------------------
________________
મહાત્માઓની અપેક્ષાએ કર્મ તદ્દન જ બળહીન છે. જ્યારે આપણે કર્મની અપેક્ષાએ બળહીન છીએ. આપણી આ અવસ્થાને સાંખ્યદર્શનની પરિભાષામાં પુરુષાભિભવસ્વરૂપ પ્રકૃત્યધિકાર કહેવાય છે. આવી અવસ્થામાં પુરુષને તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ પ્રાપ્ત થતી નથી. શ્લોકમાં જણાવેલી વાતનો થોડો ખ્યાલ આવે; એટલા માટે અહીં થોડો પ્રયત્ન કર્યો છે. બાકી તો સાખ્યદર્શનની વાત એકાંતનિત્યાદિની તેમની માન્યતા પ્રમાણે સત નથી-એ અવસરે જણાવ્યું છે અને અવસરે જણાવાશે.
કોઢ વગેરે ક્ષેત્રરોગના કારણે જેમ પથ્ય અને અપથ્યને આશ્રયીને અપથ્ય અને પથ્યની બુદ્ધિ સ્વરૂપ વિપર્યાસ થાય છે તેમ અહીં પણ સાધિકારપ્રકૃતિના કારણે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી... એ સમજી શકાય એવું છે. ૧૦-૨૦ગા.
સાધિકાર પ્રકૃતિ હોય ત્યારે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી, એ જે રીતે ચોક્કસ કરાય છે તે જણાવાય છે
पुरुषाभिभवः कश्चित्, तस्यामपि हि हीयते । युक्तं तेनैतदधिकमुपरिष्टाद् भणिष्यते ॥१०-२१॥ “તત્ત્વમાર્ગની જિજ્ઞાસા હોતે છતે પ્રકૃતિ દ્વારા થતો
Page #48
--------------------------------------------------------------------------
________________
પુરુષાભિભવ થોડો નિવૃત્ત થાય છે. તેથી ગોપેન્દ્ર જે આ જણાવ્યું છે તે યુક્ત છે. આ સિવાય તેમણે જે જણાવ્યું છે તે વિષયમાં હવે પછી જણાવાશે.”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ સંસારમાં અનાદિકાળથી પ્રકૃતિથી પુરુષનો અભિભવ થતો જ આવ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારે સહેજ પણ હ્રાસ(ઘટાડો) ન થાય તો તત્ત્વની જિજ્ઞાસા પણ થતી નથી. આ પ્રમાણે આ પૂર્વે જણાવ્યું છે. તેનો નિર્ણય જે રીતે કરાય છે તે આ શ્લોકથી જણાવાય
એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે તત્ત્વમાર્ગની જિજ્ઞાસામાં પણ (અર્થાત્ તત્ત્વમાર્ગના અભ્યાસાદિમાં જ નહીં) પ્રકૃતિથી થતો પુરુષનો અભિભવ કાંઈક પણ ઓછો થાય છે. કારણ કે એકાંતે કોઈ પણ અંશે જેનું પાપ ક્ષય પામ્યું નથી; તેને વિમલ ભાવ પ્રાપ્ત થાય એ શક્ય નથી. તત્વમાર્ગની જિજ્ઞાસા સ્વરૂપ વિમલ ભાવ જે પ્રાપ્ત થયો હોય તો ત્યાં માનવું જોઈએ કે કાંઈક પુરુષાભિભવ ઓછો થયો છે. તેથી શ્લોક નં. ૧લ્માં જણાવેલી ગોપેન્દ્રની વાત બરાબર છે. એ સિવાય આત્માને એકાતે અપરિણામી માનવાથી તેનો અભિભવ, તેના અભિભવની નિવૃત્તિ વગેરે જે રીતે અનુપપન્ન થાય છે, તે બધું હવે પછીની બત્રીસીમાં જણાવાશે... અહીં તો યોગના સ્વરૂપનું નિરૂપણ કરવાનું
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉદ્દિષ્ટ છે. એટલે તેને ઉપયોગી અહીં જણાવ્યું છે.
II૧૦-૨૧ના
આ રીતે અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિ થતી નથી-એ સ્પષ્ટપણે જણાવીને તેથી જે નિશ્ચિત થાય છે તે જણાવાય છે
भावस्य मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् । तस्यैव चरमावर्ते क्रियाया अपि योगतः ॥१०-२२॥
તેથી મોક્ષની પ્રત્યે ભાવની મુખ્ય હેતુતા છે; તે વ્યવસ્થિત(પ્રમાણથી પ્રતિષ્ઠિત) છે. તેથી તે ભાવ જ યોગ છે-એ નિશ્ચિત થાય છે. તે અંતઃકરણના પરિણામ સ્વરૂપ ભાવાત્મક યોગના સંબંધથી ચરમાવર્તકાળમાં ક્ષિામાં પણ મોક્ષ પ્રત્યે મુખ્ય કારણતા છે. તેથી તે ક્યિા પણ યોગસ્વરૂપ છે. આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય લગભગ સ્પષ્ટ છે.
અંત:પરિણામસ્વરૂપ ભાવ છે. મોક્ષની પ્રત્યે મુખ્ય કારણ તે જ છે. ચરમાવર્તકાળમાં જ તેની પ્રાપ્તિ થાય છે. અચરમાવર્તકાળમાં કોઈ પણ રીતે તેની પ્રાપ્તિ થતી જ નથી. આ રીતે મોક્ષની પ્રત્યે ભાવ મુખ્ય કારણ હોવાથી તે યોગસ્વરૂપ છે. તે યોગના સંબંધના કારણે તે તે ક્ષિાઓ પણ મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ બને છે. તેથી તે પણ યોગ 3:22:22:22 BE3%E3%E3233
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે.
I૧૦-૨૨ . # # & અંતઃપરિણામ સ્વરૂપ ભાવ મોક્ષની પ્રત્યે કારણ બને; પરંતુ બાહ્ય ક્રિયાઓ તેનાથી તદ્દન વિલક્ષણ હોવાથી તે મોક્ષની પ્રત્યે કઈ રીતે કારણ બને ? આ શટ્ટાનું સમાધાન કરાય છેરસનુથાત્ તાપ્રય, દેવં ગાયતે યથા, क्रियाया अपि सम्यक्त्वं, तथा भावानुवेधतः ॥१०-२३॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે સિદ્ધરસના સંપર્કથી તાંબુ જેમ સુવર્ણ બને છે, તેમ અંત:પરિણામ સ્વરૂપ ભાવના અનુવેધથી ડ્યિા પણ સમ્ય અર્થા મોક્ષને પ્રાપ્ત કરાવવાની શક્તિવાળી બને છે. સિદ્ધરસજેવા ભાવના અચિન્ય સામર્થ્યથી બાહ્મક્રિયાઓ પણ અંતઃપરિણામસ્વરૂપ બની જાય છે, જેથી મોક્ષ સંપાદનને અનુકૂળ એવા સામર્થ્યથી પૂર્ણ બને છે... ઈત્યાદિ સુગમ છે. ૧૦-૨૩
ઉપર જણાવ્યા મુજબ ભાવના અનુવેધથી ક્રિયા પણ મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ બને છે એ પ્રમાણે જણાવ્યું. ત્યાં ભાવનો અનુવેધ જે રીતે ઉપયોગી બને છે-તે
Page #51
--------------------------------------------------------------------------
________________
જણાવાય છેभावसात्म्येऽत एवास्या भङ्गेऽपि व्यक्तमन्वयः । सुवर्णघटतुल्यां तां ब्रुवते सौगता अपि ॥१०-२४॥
“ભાવના અનુવેધથી ક્રિયામાં મોક્ષસંપાદનને અનુકૂળ એવી શક્તિ આવતી હોવાથી જ ભાવનું સામ્ય હોતે છતે, ક્રિયાનો કોઈ વાર ભંગ થાય તોપણ ભાવનો અન્વયે પ્રગટ હોય છે. આથી જ તે ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધોએ સુવર્ણના ઘડા જેવી માની છે.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ચરમાવર્તકાળમાં મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ સ્વરૂપ જે ભાવ છે તેના અનુવેધથી ક્રિયા પણ મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ બને છે. તેથી ક્રિયાનું ભાવસામ્ય હોતે છતે એટલે કે, ભાવને ઉત્પન્ન કરવાની શક્તિ વડે ભાવથી વ્યાસ ક્રિયા હોતે છતે; કોઈ વાર તેવા પ્રકારના કષાયના ઉદયના કારણે(ક્લાયમોહનીયકર્મના ઉદયના કારણે) ક્રિયાનો નાશ થાય તોપણ ભાવની અનુવૃત્તિ ચાલુ જ હોય છે, તે પ્રગટ રીતે સમજી શકાય છે. કારણ કે ભાવવિશિષ્ટ કિયા સ્વરૂપ તદ્રવ્યક્તિનો અભાવ હોવા છતાં ત્યાં ભાવાનુકૂલ શક્તિનો અપગમ થતો નથી. આથી જ આવી ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધોએ સોનાના ઘડા જેવી વર્ણવી છે. જેમ સોનાનો ઘડો ભેદતો હોય તોપણ સોનાના
Page #52
--------------------------------------------------------------------------
________________
અનુબંધ(સુવર્ણત્વોનો ત્યાગ કરતો નથી. તેમ તેવા પ્રકારના કષાયના ઉદયથી શુભકિયા ભગ્ન થતી હોય તો પણ શુભ ફળને આપનારી બને છે. અર્થાત્ તે શુભભાવના અનુબંધનો ત્યાગ કરતી નથી.
યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “મિથ્યાત્વમોહનીયાદિકર્મના સુંદર ક્ષયોપશમથી ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે. અનુબંધવાળું એવું પ્રશસ્તફળને આપવાવાળું શુભ અનુષ્ઠાન સોનાના ઘડા જેવું છે.-એમ બીજાઓએ પણ વર્ણવ્યું છે. ભાવની વૃદ્ધિ માટે મિથ્યાત્વમોહનીયકર્મનો હ્રાસ અનિવાર્ય છે. કોઈ પણ અનુષ્ઠાન મિથ્યાત્વમોહનીયર્મના વિગમથી સહિત હોય તો જ તે ભાવાનુવેધથી યુક્ત બને છે, અન્યથા ભાવથી રહિત હોય છે. આથી સમજી શકાશે કે યોગસ્વરૂપ અનુષ્ઠાનની પ્રાપ્તિ માટે સત્સયોપશમ આવશ્યક છે. અનાદિકાલીન મિથ્યાત્વ મોહનીયર્મના પ્રબળ ઉદયથી જે અનુષ્ઠાન થાય છે તે માટીના ઘડા જેવું છે. અત્યંત અસાર અને તુચ્છ કોટિનું એ અનુષ્ઠાન છે. એનાથી ભાવની પ્રાપ્તિ જ થતી નથી. અન્ય બૌદ્ધાદિ દર્શનકારો પણ જેને સુવર્ણઘટજેવું માને છે. તેને આપણે પણ માનવું પડે-એમાં કોઈ પણ પ્રકારની દ્વિધા સેવવાનું કોઈ જ કારણ નથી. ભાવશૂન્ય અનુષ્ઠાનને મોક્ષનું કારણ કોઈ પણ માનતું નથી. કષાયના ઉદયથી ભગ્ન બનેલું એવું પણ અનુષ્ઠાન ભાવાનુવિદ્ધ હોવાથી
Page #53
--------------------------------------------------------------------------
________________
વિવક્ષિત ફળને આપનારું બને છે.... ઈત્યાદિ સ્પષ્ટ છે. I૧૦-૨૪
ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છેशिरोदकसमो भावः, क्रिया च खननोपमा । भावपूर्वादनुष्ठानाद्, भाववृद्धिरतो ध्रुवा ॥१०-२५॥
“શિરાના જલ જેવો ભાવ છે અને કૂવા વગેરેને ખોદવા જેવી ક્રિયા છે. તેથી ભાવપૂર્વકના અનુષ્ઠાનથી ભાવની વૃદ્ધિ નિશ્ચિત છે.”-આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સમજી શકાય છે કે જમીનમાંથી સ્વાભાવિક રીતે નીકળતા પાણીને શિરોદક (શિરાજલ) કહેવાય છે. એવા જલની વૃદ્ધિ માટે જમીનને ખોદવાથી કૂવા, તળાવ, વાવડી વગેરે બનાવાય છે. અહીં ભાવને શિરોદકની ઉપમા અને ક્રિયાને કૂવા વગેરેને ખોદવાની ઉપમા આપવામાં આવી છે.
જમીનમાં સ્વાભાવિક પાણી પ્રવર્તે છે. તેને પામવા માટે જમીનને ખોદીને જેમ કૂવા વગેરે બનાવાય છે તેમ અહીં પણ આત્મામાં રહેલા ભાવને પામવા માટે અને તેની વૃદ્ધિ થાય, એ માટે કૂવા વગેરેના ખનન જેવી ક્યિા છે. ભાવપૂર્વક અનુષ્ઠાન કરવાથી ભાવની વૃદ્ધિ ચોક્કસ થાય છે. જલની વૃદ્ધિમાં કૂવા વગેરેનું ખનન જેમ કારણ છે તેમ
Page #54
--------------------------------------------------------------------------
________________
ભાવની વૃદ્ધિમાં ક્રિયા કારણ છે. યદ્યપિ પૂર્વભાવથી જ ઉત્તરભાવ ઉત્પન્ન થતો હોવાથી ભાવની વૃદ્ધિમાં ક્રિયાને કારણ માનવાની જરૂર નથી. પરંતુ ભાવ ભાવનું કારણ હોવા છતાં જ્યારે ક્રિયા હોય છે ત્યારે ભાવના પ્રમાણની અધિકતા હોય છે અને જ્યારે ક્રિયા હોતી નથી ત્યારે ભાવના પ્રમાણની અધિકતા હોતી નથી. આ અન્વયવ્યતિરેકના કારણે ક્લિામાં ભાવવૃદ્ધિની હેતુતા મનાય છે... ઈત્યાદિ સમજી લેવું જોઈએ.
શ્રી વીતરાગપરમાત્માના શાસનને છોડીને બીજા શાસનમાં પણ ઉપર જણાવ્યા મુજબ મોક્ષની પ્રત્યે ભાવની અને ભાવપૂર્વકની ક્રિયાની મુખ્ય હેતુતા સ્વીકારેલી છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં એ મુજબ હોય તે સમજી શકાય છે. યોગમાર્ગની પ્રાપ્તિમાં આ રીતે ભાવની જ મુખ્યતા છે. ભાવને લઈને જ ક્રિયાની મુખ્યતા છે. પાણીની સેર અને ફૂપાદિખનનની ઉપમાથી ભાવ અને કિયાની મોક્ષ પ્રત્યેની ઉપયોગિતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. પાણી વિના ચાલતું નથી. એ માટે ફૂપાદિનું ખનન અનિવાર્ય છે. પરંતુ ગમે ત્યાં કૂપાદિના ખનનથી પાણી મળતું નથી. તેમ જ કૂપાદિના ખનન વિના પણ પાણી મળતું નથી. ભાવની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે ક્રિયા ઉપયોગી છે અને ક્રિયાને સફળ બનાવવા માટે ભાવ ઉપયોગી બને છે. ઉભયસાપેક્ષ વસ્તુઓમાં અન્યતરના
Page #55
--------------------------------------------------------------------------
________________
અભાવે વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે. ૧૦-૨પા
* * * ભાવ વિનાની અને ભાવપૂર્વકની ક્રિયામાં જે ફરક છે તે જણાવાય છે
मण्डूकचूर्णसदृशः, क्लेशध्वंसः क्रियाकृतः । तद्भस्मसदृशस्तु स्याद्, भावपूर्वक्रियाकृतः ॥१०-२६॥
“કેવલ દિયાના કારણે ઉત્પન્ન થયેલો રાગાદિ કલેશોનો ધ્વસ દેડકાના ચૂર્ણ જેવો છે અને ભાવપૂર્વકની કિયા વડે ઉત્પન્ન થતો એ લેશધ્વંસ દેડકાના ભસ્મ જેવો છે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે.
ભાવથી રહિત માત્ર ક્વિાના કારણે રાગ, દ્વેષ અને મોહ-આ ફ્લેશોનો જે ધ્વંસ થાય છે તે ક્લેશધ્વંસ દેડકાના ચૂર્ણ જેવો છે. કારણ કે દેડકાનું ચૂર્ણ જેમ અવાંતર સહકારી કારણસામગ્રીના યોગે દેડકાને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત છે; તેમ અહીં પણ માત્ર ક્રિયાથી થયેલા ફ્લેશધ્વંસમાં તેવા પ્રકારના ક્લેશનાં નિમિત્તો મળવાથી કલેશને ફરીથી ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે અર્થા આત્યન્તિક કલેશધ્વસ; માત્ર ક્રિયાથી થતો નથી. ભાવપૂર્વકની ક્રિયાથી ઉત્પન્ન થયેલો જે લેશધ્વંસ છે તે દેડકાના ભસ્મ જેવો છે. કારણ કે દેડકાના ભસ્મથી, અવાંતર કારણસામગ્રીનો
Page #56
--------------------------------------------------------------------------
________________
યોગ થાય તોપણ ફરી પાછા દેડકા ઉત્પન્ન થતા નથી. તેમ અહીં પણ ભાવપૂર્વકની ક્રિયાથી થયેલા લેશધ્વસમાંથી; ગમે તેવાં રાગાદિન નિમિત્તો મળે તોય ફ્લેશ ઉત્પન્ન થતો નથી. આથી સમજી શકાશે કે ક્લેશāસવિશેષ(દેડકાના ભસ્મ જેવા આત્યંતિક ધ્વંસવિશેષ)જનક જે શક્તિવિશેષ છે; તે જ યિામાં ભાવવૃદ્ધિને અનુકૂળ છે. આશય એ છે કે ભાવવૃદ્ધિને અનુકૂળ જે ક્રિયા છે તેમાં શક્તિવિશેષ છે કે જેથી તે ક્રિયાથી(દેડકાના ભસ્મ જેવો) લેશધ્વસ વિશેષની ઉત્પત્તિ થાય છે. ભાવપૂર્વકની અને ભાવ વિનાની ક્ષિામાં એ વિશેષ છે. ૧૦-૨૬ll
માવસ્ય પુરાતત્વ તેને મોક્ષે... (૨૨) આ શ્લોમાં; ક્રિયામાં પણ મોક્ષહેતુતા જણાવી છે, તે કઈ રીતે છે તે જણાવાય છેविचित्रभावद्वारा तत्, क्रिया हेतुः शिवं प्रति । अस्या व्यञ्जकताप्येषा, परा ज्ञाननयोचिता ॥१०-२७॥
“તેથી મોક્ષની પ્રત્યે ક્યિા વિચિત્ર અધ્યાત્માદિ સ્વરૂપ ભાવ દ્વારા કારણ છે. ક્રિયાની વ્યકતા પણ હેતુતાવિશેષ સ્વરૂપ જ્ઞાનનયની અપેક્ષાએ શ્રેષ્ઠ છે.”-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. તેનો ભાવાર્થ એ છે કે જેમ ઘટની પ્રત્યે ચકભ્રમણ દ્વારા દંડ કારણ બને છે તેમ
Page #57
--------------------------------------------------------------------------
________________
મોક્ષની પ્રત્યે ભિન્ન-ભિન્ન અધ્યાત્મભાવનાદિ સ્વરૂપ ભાવ દ્વારા ક્યિા કારણ બને છે. ક્રિયામાં જે મોક્ષની પ્રત્યે કારણતા મનાય છે તે તેમાં રહેલી ભાવને અનુકૂળ એવી શક્તિવિશેષ સ્વરૂપે મનાય છે, પરંતુ ભાવપૂર્વત્વ સ્વરૂપે મનાતી નથી. કારણ કે તેમ કરવાથી દંડત્વની જેમ ભાવને પણ અન્યથાસિદ્ધ માનવાનો પ્રસંગ આવશે. ઘટની પ્રત્યે દંડત્વસ્વરૂપે દંડ કારણ હોવાથી જેમ દંડત્વ અન્યથાસિદ્ધ મનાય છે તેમ ભાવપૂર્વત્વસ્વરૂપે ક્રિયાને કારણ માનવામાં આવે તો ભાવને અન્યથાસિદ્ધ માનવાનો પ્રસંગ આવશે.
ભાવ દ્વારા ડ્યિાને કારણ માનવા કરતાં મોક્ષની પ્રત્યે ભાવને જ કારણ માનવો. પૂર્વપૂર્વ ભાવથી જ ઉત્તર ઉત્તર ભાવની ઉત્પત્તિ થવાથી ભાવની વૃદ્ધિ થાય છે. કિયા તો ભાવની વ્યક છે.-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ક્રિયામાં જે ભાવની વ્યગ્રતા છે તે, ઉપર જણાવ્યા મુજબની ભાવની પ્રત્યે તેમાં રહેલી કારણતા-વિશેષ સ્વરૂપ શ્રેષ્ઠ કોટિની વ્યસ્જક્તા છે. ભાવની પ્રત્યે કિયા કારણ છે. તેમાં કારણતા છે. એ કારણતા જ શ્રેષ્ઠ વ્યગ્રતા છે. સામાન્ય રીતે વ્યક કારણ જ હોય એવો નિયમ નથી અને કારણ વ્યગ્રક જ હોય એવો નિયમ નથી. દા.ત. જલાદિના મધુરાદિ રસનું વ્યક હરડે વગેરેનું ભક્ષણ છે. પરંતુ તે મધુરાદિનું કારણ નથી. તેમ જ ઘટાદિના કારણ દંડાદિ ઘટાદિના વ્યંજક
Page #58
--------------------------------------------------------------------------
________________
નથી. ભાવની વ્યક ક્રિયા ભાવનું કારણ પણ છે. આ જ ક્રિયામાં ભાવની પર વ્યગ્રતા છે.
આથી જ ભાવ મોક્ષનું જ્ઞાપક છે અર્થાદ્ ભાવમાં તેવા પ્રકારની જ્ઞાપકતા સ્વરૂપ અભિવ્યકતા છે- આ પ્રમાણે જે જણાવાય છે, તે જ્ઞાનનયની મુખ્યતાએ જણાવાય છે. વ્યવહારનયની (કાર્યકારણભાવની વિવક્ષાની) અપેક્ષાએ તે વાસ્તવિક નથી. વ્યવહારનયની અપેક્ષાએ પણ જો એ વાસ્તવિક મનાય તો કાર્યકારણભાવના વિરહ સર્વથા સત્કાર્યવાદનો પ્રસવું આવશે. કથંચિત્સત્કાર્યવાદના સિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવશે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. I૧૦-૨થા
યોગના લક્ષણનો નિષ્કર્ષ જણાવાય છેव्यापारश्चिद्विवर्तत्वाद्, वीर्योल्लासाच्च स स्मृतः । विविच्यमाना भिद्यन्ते, परिणामा हि वस्तुनः ॥१०-२८॥
“જ્ઞાનસ્વરૂપ પરિણામના કારણે અને આત્માની શક્તિ ફોરવવાના કારણે તે યોગ વ્યાપારસ્વરૂપ મનાય છે. કારણ કે વસ્તુનાં પરિણામો પર્યાયનયથી વિચારતા ભિન્ન થાય છે.” અઠ્ઠાવીસમા શ્લોકના એ અર્થનો ભાવ એ છે કે-જ્ઞાનસ્વરૂપ પરિણામના કારણે અને વર્ષોલ્લાસના કારણે જે મોક્ષનો કારણભૂત આત્મવ્યાપાર થાય છે, તસ્વરૂપ
Page #59
--------------------------------------------------------------------------
________________
યોગ છે. ક્રમવાળા પ્રવૃત્તિના વિષયને વ્યાપાર કહેવાય છે. દ્રવ્ય અને તેના સહભાવી ગુણો કમિક પ્રવૃત્તિના વિષય ન હોવાથી તેને (દ્રવ્ય અને ગુણને) વ્યાપાર સ્વરૂપ મનાતા નથી. આથી સમજી શકાશે કે યોગ દ્રવ્ય કે ગુણ સ્વરૂપ નથી, પરંતુ ક્રમભાવી પર્યાયસ્વરૂપ છે. | ‘અભેદનયની અપેક્ષાએ દ્રવ્ય કે ગુણથી અભિન્ન જ તેના પરિણામ હોવાથી દ્રવ્યાદિ સ્વરૂપ પણ વ્યાપાર માનવો જોઈએ. તેથી પરિણામસ્વરૂપ વ્યાપારના આશ્રયને પણ વ્યાપાર માનવાનો પ્રસંગ આવશે-' આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ભેદનયને(પર્યાયનયને) આશ્રયીને ગ્રહણ કરાતા વસ્તુના પરિણામો દ્રવ્યાદિથી ભિન્ન હોવાથી દ્રવ્યાદિમાં વ્યાપારત્વ માનવાનો પ્રસ નહીં આવે. તેમ જ વ્યાપારાશ્રયમાં વ્યાપારત્વ માનવાનો પણ પ્રસંગ નહીં આવે.
અહીં સમજી લેવું જોઈએ કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સાંખ્યાદિ દર્શનપ્રસિદ્ધ આત્માનું શુદ્ધ, બુદ્ધ.. વગેરે સ્વરૂપ જ માની લેવામાં આવે અને અન્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્માદિના પરિણામની ભિન્નતાને માની લેવામાં ન આવે તો યોગના લક્ષણનો કોઈ જ અર્થ નથી. આત્માની કાલની જે અશુદ્ધાવસ્થા છે; તેનો પૂર્ણપણે વિચાર કર્યા વિના આત્માનું શુદ્ધ સ્વરૂપ આવિર્ભત નહીં થાય. દરેક નયો અભિમત અંશનું નિરૂપણ કરતા હોય છે. તેને આંખ સામે રાખીને વસ્તુની વાસ્તવિક્તા પામવા
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રયત્ન કર્યા વિના ચાલવાનું નથી. ૧૦-૨૮
ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છેजीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः । परिणामा विवर्तन्ते जीवस्तु न कदाचन ॥१०-२९॥
“બધાં જીવસ્થાનો ગુણસ્થાનો અને બધી માર્ગણાઓ સ્વરૂપ પરિણામો અવસ્થાવિશેષને પામે છે. પરંતુ જીવ તો ક્યારેય અવસ્થાવિશેષને(અવસ્થાતરને) ધારણ કરતો નથી.” આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સશીપચેન્દ્રિય-આ સાતના અપર્યાપ્ત અને પર્યાસ-એ બે બે ભેદની વિવક્ષાએ ચૌદ છવસ્થાનો છે. અનાદિકાળથી કર્મપરવશ એવા જીવને તે તે સ્થાનમાં રહેવાનું થતું હોવાથી તે બધાં જવસ્થાનો સ્વરૂપ પરિણામો છે. તે તે કાળે તે
સ્થાનો બદલાય છે. પરંતુ જીવમાં કોઈ જ ફેરફાર થતો નથી. જીવ તો જે છે તે જ છે.
આવી જ રીતે કર્મના ઉદયાદિના કારણે થનારાં ચૌદ ગુણસ્થાનકો પ્રસિદ્ધ છે. મિથ્યાત્વથી અયોગી સુધીનાં તે તે ગુણસ્થાનોમાં તે તે કાળે પરિવર્તન થતું આવ્યું છે. પરંતુ જીવમાં કોઈ જ પરિવર્તન આવતું નથી. સદાને માટે તેનો
Page #61
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ જ્ઞાનનો એક જ સ્વભાવ છે. એમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવતું નથી.
ગતિ, ઈન્દ્રિય, કાય(પૃથ્વીકાયાદિ), યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ, સમ્યત્વ, સંશી અને આહાર : આ ચૌદ માર્ગણાથી જીવાદિની વિચારણા કરાય છે. અનાદિકાળથી તે તે માર્ગણાસ્થાનમાં જીવનું અસ્તિત્વ છે. તે તે કાળમાં તે તે માર્ગણાઓમાંથી બીજી બીજી માર્ગણાઓમાં જીવને જવાનું થતું હોય છે. એ રીતે માર્ગણાસ્થાનમાં પરિવર્તન આવે છે. પરંતુ જીવનો તો ઉપર જણાવ્યા મુજબ એક જ સ્વભાવ છે. આથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે જીવસ્થાનાદિ પરિણામો તે તે અવસ્થાને પામે છે. પરંતુ જીવમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. ૧૦-૨૯.
ઉપર જણાવ્યા મુજબ જીવનો એક જ સ્વભાવ હોય તો જીવને તે તે અવસ્થાઓ કેમ અનુભવવી પડે છે ?-આ શંકાનું સમાધાન કરાય છેउपाधिः कर्मणैव स्यादाचारादौ श्रुतं ह्यदः । विभावानित्यभावेऽपि ततो नित्यस्वभाववान् ॥१०-३०॥
“કર્મના કારણે જ ઉપાધિ છે. આચારાડસૂત્રમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે. તેથી વિભાવો બધા અનિત્ય
Page #62
--------------------------------------------------------------------------
________________
હોવા છતાં સ્વભાવવાળો આત્મા નિત્ય છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કેઆત્મા શુદ્ધજ્ઞાનૈકસ્વભાવવાળો હોવા છતાં તે તે કર્મ સ્વરૂપ ઉપાધિના કારણે અવસ્થાનાદિના ઔપાધિક તે તે પરિણામો પામે છે. શ્રી આચારસૂત્રમાં ફરમાવ્યું છે કે કર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે.
તેથી પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકથી માંડીને ચૌદમા અયોગી ગુણસ્થાનક સુધી પ્રવર્તમાન પાધિભાવો બધા જ વિભાવો છે. તે વિભાવો અનિત્ય હોવા છતાં જ્ઞાનાદિ સ્વભાવવાળો આત્મા નિત્ય છે. કારણ કે તે ઉપાધિથી (કર્માદિ ઉપાધિથી) જન્ય નથી. ઉપાધિથી જન્ય જે ભાવો છે તે નિત્ય હોતા નથી.
જ્ઞાનાદિ સ્વભાવવાન નિત્ય આત્માને કર્મસ્વરૂપ ઉપાધિના કારણે જે ઉપાધિનિમિત્તક વિભાવોની પ્રાપ્તિ થાય છે, તે બધા આત્મસ્વરૂપ જ હોવા જોઈએ ને ?'આ વાત યદ્યપિ બરાબર છે; પરંતુ શુદ્ધનયની દષ્ટિએ વિચારીએ તો તે વાત સાચી નથી. કારણ કે શુદ્ધનયદષ્ટિએ આત્મા(ચેતન) અને પુદ્ગલ પોતપોતાના શુદ્ધભાવજનનમાં(ઉત્પન્ન કરવામાં) ચરિતાર્થ હોવાથી તેની વસ્તુતા (અર્થષિાકારિતા) નિરાબાધ છે. દિવાલને ખડીથી જ્યારે સફેદ કરવામાં આવે છે ત્યારે બંન્નેના સંયોગથી ઉત્પન્ન થનારા તે સંયોગજ ભાવોનો એકમાં પણ વિચાર કરાય તો
Page #63
--------------------------------------------------------------------------
________________
અનંતભાવથી તે મિથ્યાસ્વરૂપ છે. શુદ્ધનયની દષ્ટિએ તે સંયોગજ ભાવ એકમાં નહિ મનાય. ખડીની ઍતિમા છે. દિવાલની તે કોઈ પણ રીતે નથી. તેમ અહીં પણ આત્મા અને કર્મના સંયોગવિશેષે જે જે વિભાવો ઉત્પન્ન થાય છે તે બધા જ ભાવો કોઈ પણ રીતે આત્માના નથી... ઈત્યાદિ શુદ્ધનયની દષ્ટિએ સમજવું જોઈએ. ૧૦-૩ના
પરિણામો(જીવસ્થાન, ગુણસ્થાન... વગેરે)થી દ્રવ્ય વગેરેને કશિ અભેદ હોવાથી માત્ર પરિણામ સ્વરૂપ જ યોગનું પ્રતિપાદન કઈ રીતે યુક્ત છે, તે જણાવાય છેद्रव्यादेः स्यादभेदेऽपि, शुद्धभेदनयादिना ।। इत्थं व्युत्पादनं युक्तं, नयसारा हि देशना ॥१०-३१॥
“પરિણામોથી દ્રવ્ય કે ગુણને કથંચિદ્ર અભેદ હોવા છતાં માત્ર ભેદ અથવા માત્ર પર્યાયનું ગ્રહણ કરનાર નયની અપેક્ષાએ પૂર્વોક્ત રીતે નિરૂપણ યુક્ત છે. કારણ કે દેશના નયપ્રધાન હોય છે.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મવ્યાપાર સ્વરૂપ પરિણામોથી આત્મદ્રવ્યાદિને કથંચિ અભેદ હોવાથી પરિણામોની જેમ આત્મદ્રવ્યાદિને પણ યોગસ્વરૂપ વર્ણવવા જોઈએ. પરંતુ કેવલ ભેદનયાદિની અપેક્ષાએ કચિ અભેદને ધ્યાનમાં લીધા વિના પૂર્વે જણાવ્યા મુજબ તેવા પ્રકારના
Page #64
--------------------------------------------------------------------------
________________
,
આત્મવ્યાપારસ્વરૂપ પરિણામને યોગસ્વરૂપે વર્ણવ્યા છે અને દ્રવ્યાદિનો વ્યવચ્છેદ કર્યો છે. શુદ્ધનયની દષ્ટિએ પદાર્થનું સ્વરૂપ ખૂબ જ સૂક્ષ્મ બનતું હોય છે. તેથી તે નયની દષ્ટિએ વસ્તુના સ્થૂલ સ્વરૂપનો વિચાર કરવામાં આવતો નથી. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં દેશના નયપ્રધાન હોય છે. અનંતધર્માત્મક વસ્તુના એક અંશને લઈને તે તે નયો દ્વારા દેશના પ્રવર્તતી હોય છે. શુદ્ધનયની અપેક્ષાએ પરિણામસ્વરૂપ જ યોગ છે. અન્યથા શુદ્ધનયને છોડીને બીજા દ્રવ્યાર્થિકાદિ નયની અપેક્ષાએ ‘આત્મદ્રવ્ય’ પણ યોગ છે. અનુયોગપરિણત આત્મા યોગસ્વરૂપ છે : એ ઈષ્ટ છે.(અભિમત છે.) તેથી શ્રી ભગવતીસૂત્રમાં ચારિત્ર(ચારિત્રાત્મયોગ)સ્વરૂપ આત્માનું પ્રતિપાદન કરાયેલું છે. ૧૦-૩૧॥
પ્રકરણાર્થનું પરિસમાપન કાસિંહની વા
છે
योगलक्षणमित्येवं, जानानो जिनशासन પોહાનિ પરીક્ષેત, પરમાનન્દ્વન્દ્વથી: ૫૬૦-૩રરા
“શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં ઉપર જણાવ્યા મુજબ યોગના લક્ષણને જાણનારા એવા; મોક્ષમાં પ્રતિબદ્ધ બુદ્ધિવાળાએ બીજા દર્શનકારોએ જણાવેલા યોગના લક્ષણનો વિચાર કરવો જોઈએ.' આ પ્રમાણે બત્રીસમા esesesese 9426
-
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્લોકનો સામાન્ય અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનશાસનમાં જે યોગનું લક્ષણ છે; તેના જાણકારે; બીજા સાંખ્યાદિ દર્શનકારે જે યોગનાં લક્ષણો કહ્યાં છે, તેની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કરનાર પરમાનંદ-મોલમાં પ્રતિબદ્ધ બુદ્ધિશાળી હોવો જોઈએ. મોક્ષમાં જ જેનું ચિત્ત લાગેલું છે, તે સંસારી આત્માને પરમાનંદબદ્ધધી’ કહેવાય છે. મોક્ષનું લક્ષ્ય ન હોય એવા આત્માઓ યોગના લક્ષણની પરીક્ષા કરે અથવા ન કરે તોય તેથી કોઈ લાભ થતો નથી. મોક્ષના એક અર્થી આત્માને જ યોગનું લક્ષણ ઉપયોગી છે. સ્વપરદર્શનોમાં જણાવેલાં તે તે યોગનાં લક્ષણોની વિચારણા કરીને યોગના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવાપૂર્વક આપણે સૌ યોગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.
| I૧૦-૩રા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् ।
व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगलक्षणद्वात्रिंशिका॥
Page #66
--------------------------------------------------------------------------
_