SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ , આત્મવ્યાપારસ્વરૂપ પરિણામને યોગસ્વરૂપે વર્ણવ્યા છે અને દ્રવ્યાદિનો વ્યવચ્છેદ કર્યો છે. શુદ્ધનયની દષ્ટિએ પદાર્થનું સ્વરૂપ ખૂબ જ સૂક્ષ્મ બનતું હોય છે. તેથી તે નયની દષ્ટિએ વસ્તુના સ્થૂલ સ્વરૂપનો વિચાર કરવામાં આવતો નથી. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં દેશના નયપ્રધાન હોય છે. અનંતધર્માત્મક વસ્તુના એક અંશને લઈને તે તે નયો દ્વારા દેશના પ્રવર્તતી હોય છે. શુદ્ધનયની અપેક્ષાએ પરિણામસ્વરૂપ જ યોગ છે. અન્યથા શુદ્ધનયને છોડીને બીજા દ્રવ્યાર્થિકાદિ નયની અપેક્ષાએ ‘આત્મદ્રવ્ય’ પણ યોગ છે. અનુયોગપરિણત આત્મા યોગસ્વરૂપ છે : એ ઈષ્ટ છે.(અભિમત છે.) તેથી શ્રી ભગવતીસૂત્રમાં ચારિત્ર(ચારિત્રાત્મયોગ)સ્વરૂપ આત્માનું પ્રતિપાદન કરાયેલું છે. ૧૦-૩૧॥ પ્રકરણાર્થનું પરિસમાપન કાસિંહની વા છે योगलक्षणमित्येवं, जानानो जिनशासन પોહાનિ પરીક્ષેત, પરમાનન્દ્વન્દ્વથી: ૫૬૦-૩રરા “શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં ઉપર જણાવ્યા મુજબ યોગના લક્ષણને જાણનારા એવા; મોક્ષમાં પ્રતિબદ્ધ બુદ્ધિવાળાએ બીજા દર્શનકારોએ જણાવેલા યોગના લક્ષણનો વિચાર કરવો જોઈએ.' આ પ્રમાણે બત્રીસમા esesesese 9426 -
SR No.023215
Book TitleYog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy