SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ બીજાધાનાદિ પ્રાપ્ત થાય છે... ઈત્યાદિ શ્રી ષોડશકપ્રકરણના પરિશીલનમાંથી સમજી લેવું જોઈએ. અહીં તો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેમ જનપ્રિયત્વ ધર્મ માટે થાય છે તેમ લોકપંક્તિ પણ ઉપર જણાવ્યા મુજબ ધર્મ માટે થાય છે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. ૧૦-૮|| 888 આ વિષયમાં જ થોડી વિશેષતાને જણાવાય છેअनाभोगवतः साऽपि धर्महानिकृतो वरम् । शुभा तत्त्वेन नैकाऽपि प्रणिधानाद्यभावतः ||१०-९॥ લોકપંક્તિથી કરેલી ધર્મક્રિયા વિપરીત ફળને આપનારી છે-આ પ્રમાણે સાતમા શ્લોકમાં જણાવ્યું છે. એ અંગે થોડી વિશેષતા આ શ્લોકમાં જણાવી છે. “અનાભોગ (જ્ઞાનવિશેષનો અભાવ)વાળા આત્માની લોકપંક્તિથી કરાયેલી પણ ધર્મક્રિયા; ધર્મની હાનિ(લઘુતા)ને કરનારાની ધર્મક્રિયા કરતાં સારી છે. તત્ત્વદષ્ટિએ બંન્નેમાંથી એક પણ સારી નથી. કારણ કે બંન્ને સ્થાને પ્રણિધાનાદિનો અભાવ છે.’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે અનાભોગવાળા એટલે કે સમ્પૂર્ચ્છિમજેવા (વિશિષ્ટ સમજણ વગરના) સ્વભાવથી જ વિનયાદિની પ્રકૃતિ જેમની છે તેવા જીવો લોકપંક્તિથી CICHICH CICICI ?? FCI CHCI CICÍCH
SR No.023215
Book TitleYog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy