SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મળ્યું છે તે બરાબર છે. આજ સુધી આવું પણ ક્યાં મળ્યું હતું ? કદાચ મળ્યું પણ હોય તો ય ક્યાં રહ્યું છે ?'.. વગેરે દીન જનો વિચારતા હોય છે. એવી વિચારણાના કારણે તેમને ભવમાં જ આનંદ આવે. ત્યાંથી ખસવાનું સહેજ પણ મન થાય નહિ-એ સ્પષ્ટ છે. ભવાભિનંદી જીવો માત્સર્યને ધારણ કરતા હોય છે. બીજાના કલ્યાણને જોઈને તેઓ જે દુ:ખ ધારણ કરે છે; તેને માત્સર્ય કહેવાય છે. પોતાનું તો આજ સુધી કલ્યાણ થયું નથી અને બીજાના કલ્યાણને જોઈને તેઓ દુઃખી થાય છે. આવા સ્વભાવના કારણે તેમને કલ્યાણકારી માર્ગ પ્રાપ્ત ન થવાથી તેમની પાસે જે છે એમાં જ આનંદ માની તેઓ તે વસ્તુથી ચલાવી લે છે, જેથી તેમને ભવમાં જ આનંદ આવે છે. આવા જીવોનું પાંચમું લક્ષણ ભય છે. આદાન, અપયશ મરણ વગેરે સાત પ્રકારના ભય પ્રસિદ્ધ છે. ભવાભિનંદી જીવો સદાને માટે ભયભીત જ હોય છે. પોતાની ઈષ્ટ વસ્તુને કોઈ લઈ તો નહિ જાય ને ? કોઈ એનો નાશ તો નહિ કરે ને ... ઈત્યાદિ અનેક જાતની આશંકાને લઈને તેઓ ભયાન્વિત જ રહેતા હોય છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તેમને વિશ્વાસ હોતો નથી. દરેકને શંકાની નજરે જોવાથી સતત ભયભીત થઈને જ તેમને જીવવું પડે છે. સમગ્ર જીવન સુખનાં સાધનોને સાચવવામાં અને દુઃખનાં સાધનોને આવતાં રોકવામાં પૂર્ણ કરનારા આવા જીવોને
SR No.023215
Book TitleYog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy