________________
“તે લોકપતિ ધર્મની પ્રાપ્તિ માટે શુભ અનુબંધકારિણી પણ બને પરંતુ લોકપતિના અર્થને ધર્મ શુભ અનુબંધ માટે થતો નથી. કારણ કે ધન માટે કલેશ પણ ઈષ્ટ હોવા છતાં ક્લેશ માટે ધન ઈષ્ટ ક્યારે પણ મનાતું નથી.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે, એનો આશય સ્પષ્ટ છે કે લોકો દાન આપે છે અતિથિઓનું સન્માન કરે છે અને અવસરોચિત સંભાષણ(વાર્તાલાપ) કરે છે... ઈત્યાદિ ઉપાયોનું અનુસરણ કરવાથી અનુસરણ કરનારને કુશલ અનુબંધની પ્રાપ્તિ થાય છે અને તેના યોગે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ મોક્ષના બીજ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ રીતે લોપંક્તિ ધર્મનું નિમિત્ત બને છે અને તેનાથી કુશલ અનુબંધ પડે છે. આથી સમજી શકાશે કે ધર્મ માટે લોકપંક્તિનો આદર શુભ માટે થાય છે.
આનાથી તદ્દન વિપરીત એ છે કે ધર્મ લોપંક્તિ માટે શુભ બનતો નથી. લોકમાં માન-સન્માન મળે, લોકમાં સારા દેખાઈએ, આ લોકના સુખાદિ મળે. ઈત્યાદિ આશયથી જે ધર્મ કરાય છે તે ધર્મ લોકસંશા માટે છે. આવો ધર્મ સારો નથી. આવા ધર્મથી કુશલ અનુબંધ પડતો નથી. આ વાતનું સમર્થન કરતાં શ્લોકના ઉત્તરાદ્ધથી દષ્ટાંત જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે. સર્વ જનપ્રસિદ્ધ છે. ધન માટે લોકો રાજાની સેવા(નોકરી) વગેરે અનેક કષ્ટો સહન કરતા હોવાથી ધન માટે કષ્ટ ઈષ્ટ મનાય છે. પરંતુ ક્યારે પણ કલેશ માટે ધન ઈષ્ટ મનાતું નથી.