SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કાળમાં પ્રાણીઓ ભવાભિનંદી હોય છે. સંસારમાં જ આનંદ પામનારા એ જીવોની અવસ્થાનું વર્ણન હવે પછી પાંચમા શ્લોકથી કરાશે. અચરમાવર્ત્તવર્તી જીવો આહારાદિ(ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાને રોકી શકતા નથી. કોઈ જીવ તો લૌકિક અને લોકોત્તર એવી પ્રવ્રજ્યાને પણ ગ્રહણ કરે છે. પરંતુ એ લોકપતિમાં કરાયેલા આદર સ્વરૂપ છે. લોકો જેવું કરે છે; તેના જેવું કરવાના ભાવને લઈને જ થતો એ પ્રયત્ન હોય છે. એની પાછળ શ્રદ્ધા કે જ્ઞાન વગેરે હોતાં નથી. મિથ્યાત્વ અને અજ્ઞાનની માત્રા ત્યાં ચિકાર હોય છે. તેથી તે ધર્મથી સંસારસ્વરૂપ જ ફળ પ્રાપ્ત થાય છે. મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે અચરમાવર્ત્તકાળમાં યોગનો સંભવ જ નથી. II૧૦-૪II ❀❀❀ ભવાભિનંદી જીવોનાં લક્ષણો જણાવાય છે क्षुद्रो लोभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसङ्गतः ||१०-५ ।। ‘“શુદ્ર, માંગવાના સ્વભાવવાળો, દીન, માત્સર્યવાળો, નિત્યભયભીત, માયાવી, મૂર્ખ અને નિષ્ફળ એવી ક્રિયાઓને કરનાર ભવાભિનંદી છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. ક્ષુદ્ર એટલે કૃપણ. પોતાની પાસેની સારી વસ્તુનો કોઈ પણ રીતે ઉપયોગ નહિ કરવાની વૃત્તિ : એ CHHHHHHCHCHE 3739680 DICHCHICHCHICICI
SR No.023215
Book TitleYog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy