SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે. સ્વવિષયમાં(અધિકૃત ધર્મના ઉપાયમાં) જે ઉત્કટ પ્રયત્ન છે; તેને લઈને અધિકૃત ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. શ્રી ષોડષક પ્રકરણમાં જૈવ તુ પ્રવૃત્તિ: શુક્ષ્મસારોપાવતાતાત્ત્વન્તર્... ઈત્યાદિ રીતે પ્રવૃત્તિસ્વરૂપ આશયનું વર્ણન કર્યું છે. તેનો આશય એ છે કે અધિકૃત ધર્મના વિષયમાં સુંદર સારભૂત ઉપાયથી અત્યંત સસ્કૃત જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિસ્વરૂપ આશયપૂર્વકની છે. અધિકૃત ધર્મના ઉપાયો સુંદર હોવા જોઈએ અને નિપુણતાથી યુક્ત હોવા જોઈએ. અધિકૃત ધર્મ કરતી વખતે જે પ્રવૃત્તિ કરીએ છીએ; તે જોતાંની સાથે તેમાં સચવાતી વિધિ-જયણા વગેરે કારણે જોનારને એમ લાગે કે સરસ છે અને કરનાર હોશિયાર છે. આવી પ્રવૃત્તિને શુભ સારોપાયથી સદ્ગત કહેવાય છે. વિવક્ષિત ધર્માનુષ્ઠાનમાં અતિશય પ્રયત્ન કરવાથી પ્રવૃત્તિ શુભ અને સારભૂત ઉપાયથી સદ્ગત બને છે. આથી સમજી શકાશે કે ત્યાં જ-અધિકૃત ધર્મસ્થાનમાં; યત્નાતિશયથી જન્ય પ્રવૃત્તિ પ્રવૃત્તિસ્વરૂપ આશયની જનની (કારણ) છે... અહીં જિજ્ઞાસુ જનોએ યોગવિશિકા એક પરિશીલન અને શ્રી ષોડશક એક પરિશીલનમાં જણાવેલી વાતનું સ્મરણ કરી સમજવા પ્રયત્ન કરવો, જેથી અહીંના ગ્રંથના આશયને સમજવાનું થોડું સરળ બનશે.૧૦-૧૨ ❀❀❀ હવે ‘વિઘ્નજય’ સ્વરૂપ આશયનું વર્ણન કરાય છે. - CHHHHH csese ૨૭ મ
SR No.023215
Book TitleYog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy