________________
શુદ્ધ જ્ઞાનનો એક જ સ્વભાવ છે. એમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવતું નથી.
ગતિ, ઈન્દ્રિય, કાય(પૃથ્વીકાયાદિ), યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ, સમ્યત્વ, સંશી અને આહાર : આ ચૌદ માર્ગણાથી જીવાદિની વિચારણા કરાય છે. અનાદિકાળથી તે તે માર્ગણાસ્થાનમાં જીવનું અસ્તિત્વ છે. તે તે કાળમાં તે તે માર્ગણાઓમાંથી બીજી બીજી માર્ગણાઓમાં જીવને જવાનું થતું હોય છે. એ રીતે માર્ગણાસ્થાનમાં પરિવર્તન આવે છે. પરંતુ જીવનો તો ઉપર જણાવ્યા મુજબ એક જ સ્વભાવ છે. આથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે જીવસ્થાનાદિ પરિણામો તે તે અવસ્થાને પામે છે. પરંતુ જીવમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. ૧૦-૨૯.
ઉપર જણાવ્યા મુજબ જીવનો એક જ સ્વભાવ હોય તો જીવને તે તે અવસ્થાઓ કેમ અનુભવવી પડે છે ?-આ શંકાનું સમાધાન કરાય છેउपाधिः कर्मणैव स्यादाचारादौ श्रुतं ह्यदः । विभावानित्यभावेऽपि ततो नित्यस्वभाववान् ॥१०-३०॥
“કર્મના કારણે જ ઉપાધિ છે. આચારાડસૂત્રમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે. તેથી વિભાવો બધા અનિત્ય