________________
યોગ છે. ક્રમવાળા પ્રવૃત્તિના વિષયને વ્યાપાર કહેવાય છે. દ્રવ્ય અને તેના સહભાવી ગુણો કમિક પ્રવૃત્તિના વિષય ન હોવાથી તેને (દ્રવ્ય અને ગુણને) વ્યાપાર સ્વરૂપ મનાતા નથી. આથી સમજી શકાશે કે યોગ દ્રવ્ય કે ગુણ સ્વરૂપ નથી, પરંતુ ક્રમભાવી પર્યાયસ્વરૂપ છે. | ‘અભેદનયની અપેક્ષાએ દ્રવ્ય કે ગુણથી અભિન્ન જ તેના પરિણામ હોવાથી દ્રવ્યાદિ સ્વરૂપ પણ વ્યાપાર માનવો જોઈએ. તેથી પરિણામસ્વરૂપ વ્યાપારના આશ્રયને પણ વ્યાપાર માનવાનો પ્રસંગ આવશે-' આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ભેદનયને(પર્યાયનયને) આશ્રયીને ગ્રહણ કરાતા વસ્તુના પરિણામો દ્રવ્યાદિથી ભિન્ન હોવાથી દ્રવ્યાદિમાં વ્યાપારત્વ માનવાનો પ્રસ નહીં આવે. તેમ જ વ્યાપારાશ્રયમાં વ્યાપારત્વ માનવાનો પણ પ્રસંગ નહીં આવે.
અહીં સમજી લેવું જોઈએ કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સાંખ્યાદિ દર્શનપ્રસિદ્ધ આત્માનું શુદ્ધ, બુદ્ધ.. વગેરે સ્વરૂપ જ માની લેવામાં આવે અને અન્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્માદિના પરિણામની ભિન્નતાને માની લેવામાં ન આવે તો યોગના લક્ષણનો કોઈ જ અર્થ નથી. આત્માની કાલની જે અશુદ્ધાવસ્થા છે; તેનો પૂર્ણપણે વિચાર કર્યા વિના આત્માનું શુદ્ધ સ્વરૂપ આવિર્ભત નહીં થાય. દરેક નયો અભિમત અંશનું નિરૂપણ કરતા હોય છે. તેને આંખ સામે રાખીને વસ્તુની વાસ્તવિક્તા પામવા