Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ નથી. ભાવની વ્યક ક્રિયા ભાવનું કારણ પણ છે. આ જ ક્રિયામાં ભાવની પર વ્યગ્રતા છે. આથી જ ભાવ મોક્ષનું જ્ઞાપક છે અર્થાદ્ ભાવમાં તેવા પ્રકારની જ્ઞાપકતા સ્વરૂપ અભિવ્યકતા છે- આ પ્રમાણે જે જણાવાય છે, તે જ્ઞાનનયની મુખ્યતાએ જણાવાય છે. વ્યવહારનયની (કાર્યકારણભાવની વિવક્ષાની) અપેક્ષાએ તે વાસ્તવિક નથી. વ્યવહારનયની અપેક્ષાએ પણ જો એ વાસ્તવિક મનાય તો કાર્યકારણભાવના વિરહ સર્વથા સત્કાર્યવાદનો પ્રસવું આવશે. કથંચિત્સત્કાર્યવાદના સિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવશે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. I૧૦-૨થા યોગના લક્ષણનો નિષ્કર્ષ જણાવાય છેव्यापारश्चिद्विवर्तत्वाद्, वीर्योल्लासाच्च स स्मृतः । विविच्यमाना भिद्यन्ते, परिणामा हि वस्तुनः ॥१०-२८॥ “જ્ઞાનસ્વરૂપ પરિણામના કારણે અને આત્માની શક્તિ ફોરવવાના કારણે તે યોગ વ્યાપારસ્વરૂપ મનાય છે. કારણ કે વસ્તુનાં પરિણામો પર્યાયનયથી વિચારતા ભિન્ન થાય છે.” અઠ્ઠાવીસમા શ્લોકના એ અર્થનો ભાવ એ છે કે-જ્ઞાનસ્વરૂપ પરિણામના કારણે અને વર્ષોલ્લાસના કારણે જે મોક્ષનો કારણભૂત આત્મવ્યાપાર થાય છે, તસ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66