Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ ઉદ્દિષ્ટ છે. એટલે તેને ઉપયોગી અહીં જણાવ્યું છે. II૧૦-૨૧ના આ રીતે અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિ થતી નથી-એ સ્પષ્ટપણે જણાવીને તેથી જે નિશ્ચિત થાય છે તે જણાવાય છે भावस्य मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् । तस्यैव चरमावर्ते क्रियाया अपि योगतः ॥१०-२२॥ તેથી મોક્ષની પ્રત્યે ભાવની મુખ્ય હેતુતા છે; તે વ્યવસ્થિત(પ્રમાણથી પ્રતિષ્ઠિત) છે. તેથી તે ભાવ જ યોગ છે-એ નિશ્ચિત થાય છે. તે અંતઃકરણના પરિણામ સ્વરૂપ ભાવાત્મક યોગના સંબંધથી ચરમાવર્તકાળમાં ક્ષિામાં પણ મોક્ષ પ્રત્યે મુખ્ય કારણતા છે. તેથી તે ક્યિા પણ યોગસ્વરૂપ છે. આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય લગભગ સ્પષ્ટ છે. અંત:પરિણામસ્વરૂપ ભાવ છે. મોક્ષની પ્રત્યે મુખ્ય કારણ તે જ છે. ચરમાવર્તકાળમાં જ તેની પ્રાપ્તિ થાય છે. અચરમાવર્તકાળમાં કોઈ પણ રીતે તેની પ્રાપ્તિ થતી જ નથી. આ રીતે મોક્ષની પ્રત્યે ભાવ મુખ્ય કારણ હોવાથી તે યોગસ્વરૂપ છે. તે યોગના સંબંધના કારણે તે તે ક્ષિાઓ પણ મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ બને છે. તેથી તે પણ યોગ 3:22:22:22 BE3%E3%E3233

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66